Sports Awards 2021: નીરજ ચોપડા, મિતાલી રાજ સહિત 12 ખેલાડીઓને મળ્યો ખેલ રત્ન, ભાવિના પટેલનું અર્જુન એવોર્ડથી સન્માન


રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત ખેલ પુરસ્કાર સમારોહમાં કુલ 35 ખેલાડીઓનું અર્જુન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતની મહિલા પેરા ટેબલ ટેનિસ ખેલાડી અને ટોક્યોમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ પણ સામેલ છે.
 

Sports Awards 2021: નીરજ ચોપડા, મિતાલી રાજ સહિત 12 ખેલાડીઓને મળ્યો ખેલ રત્ન, ભાવિના પટેલનું અર્જુન એવોર્ડથી સન્માન

નવી દિલ્હીઃ શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રીય ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યા છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતીને ઈતિહાસ રચનાર નીરજ ચોપડાને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નીરજ ચોપડા સહિત 12 ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપ્યો છે. નીરજ સિવાય જે ખેલાડીઓને મેજર ધ્યાનચંદ એવોર્ડ આપવામાં આવ્યો છે, તેમાં ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર રેસલર રવિ દહિયા, ટોક્યોમાં બ્રોન્ઝ જીતનાર બોક્સર લવલીના બોરગોહેન, અનુભવી ગોલકીપર શ્રીજેશ પીઆર, અવની લખેરા, સુમિત અંતિલ, પ્રમોદ ભગત. મનીષ નરવાલ, મિતાલી રાજ, સુનીલ છેત્રી અને ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ સામેલ છે. 

ગુજરાતની ભાવિના પટેલ સહિત 35ને અર્જુન એવોર્ડ
રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત ખેલ પુરસ્કાર સમારોહમાં કુલ 35 ખેલાડીઓનું અર્જુન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતની મહિલા પેરા ટેબલ ટેનિસ ખેલાડી અને ટોક્યોમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ પણ સામેલ છે. આ સિવાય ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શિખર ધવનનું પણ અર્જુન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. તો ગુજરાતની ટેનિસ ખેલાડી અંકિતા રૈનાને પણ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે. 

— ANI (@ANI) November 13, 2021

— ANI (@ANI) November 13, 2021

જે ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે તેમાં હોકી મહિલા ખેલાડી વંદના કટારિયા, મોનિકા, કબડ્ડી ખેલાડી સંદી નારવાલ, શૂટર અભિષેક વર્મા અને પેરા બેડમિન્ટન ખેલાડી સુહાસ યતિરાજ છે. સુહાસ યતિરાજ યૂપીના ગૌતમ બુદ્ધ નગરના ડીએમ છે. સુહાસ યતિરાજે ટોક્યો પેરાલિમ્પિકમાં બેડમિન્ટન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. 

— Zee 24 Kalak (@Zee24Kalak) November 13, 2021

રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર દર વર્ષે હોકીના જાદૂગર મેજર ધ્યાનચંદની જયંતિ પર 29 ઓગસ્ટે રાષ્ટ્રીય ખેલ દિવસ પર આપવામાં આવે છે, પરંતુ આ વખતે 29 ઓગસ્ટની આસપાસ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક હોવાને કારણે પુરસ્કારો આપવામાં વિલંબ થયો હતો. ખેલ રત્ન પુરસ્કારોમાં 25 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર અને એક મેડલ આપવામાં આવે છે. તો અર્જુન પુરસ્કારમાં 15 લાખ રૂપિયાની રકમ, એક કાસ્યની પ્રતિમા અને એક સન્માન પત્ર આપવામાં આવે છે. આ સમારોહમાં ખેલ મંત્રી અનુરાગ ઠાકુર સહિત અનેક ગણમાન્ય લોકો હાજર રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news