IPL શરૂ કરનાર લલિત મોદી પર બનશે બાયોપીક, જાણો પોતાની માતાની મિત્ર સાથે કેમ કર્યા હતા લગ્ન

IPL શરૂ કરનાર લલિત મોદી પર બનશે બાયોપીક, જાણો પોતાની માતાની મિત્ર સાથે કેમ કર્યા હતા લગ્ન

નવી દિલ્લીઃ આઈપીએલના પહેલાં કમિશ્નર લલિત મોદી પર ફિલ્મ બનવાની જાહેરાત સાથે જ વિવાદમાં આવી ગઈ છે. એમ તો લલિત મોદી અને વિવાદ વચ્ચે સબંધ જૂનો છે. લલિત મોદીએ પોતાની માતાની મિત્ર સાથે લગ્ન કર્યા હતા.

આઈપીએલના પ્રથમ કમિશ્નર લલિત મોદી પર ફિલ્મ બનવાની જાહેરાત પણ તેમની જેમ જ વિવાદમાં આવી છે. જ્યારે, લલિત મોદીને તેના ફિલ્મ બનવાની જાણ થઈ તો તે ગુસ્સો થઈ ગયો. તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હવે વકિલોને બોલાવવાનો સમય આવી ગયો છે.

તરણ આદર્શએ આપી માહિતી-
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર માહિતી આપી હતી કે, ફિલ્મ 83 અને થલાઈવીના નિર્માતા વિષ્ણુ વર્ધન ઈન્દુરી, લલિત મોદી પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. આ ફિલ્મ સ્પોર્ટસ્ જર્નલિસ્ટ બોરિય મજૂમદારની લલિત મોદી પર લખેલી બૂકના આધાર પર બનાવવામાં આવશે.

લલિત મોદીએ દર્શાવી નારાજગી-
જેના પર લલિત મોદીએ ઈન્ટસ્ટગ્રામ પર લખ્યું કે, કોઈ પુસ્તક સાથે પોતાનું નામ જોડાતા હેરાની થાય છે કે જલ્દી જ તેના પર ફિલ્મ બની જશે. મારું આ ફિલ્મ કે પુસ્તક સાથે કઈ પણ લેવા-દેવા નથી. મારે આવતા થોડા સમયમાં પોતાની બાયોપિકની જાહેરાત કરવી છે. મારા વકિલોને ફરીથી બોલાવવાનો વારો આવી ગયો છે!

માતાની મિત્ર સાથે કર્યા હતા લગ્ન-
જેવી રીતે ફિલ્મની જાહેરાત પર વિવાદ થયો છે, તેવી જ રીતે વિવાદિત જીવન પણ લલિત મોદીનું રહ્યું છે. લલિત મોદીના અંગત જીવન વિશે વાત કરીએ તો લલિત મોદીએ પોતાની માતાની મિત્ર સાથે લગ્ન કર્યા હતા.

વિદેશમાં થયો હતો પ્રેમ-
મીડિયાના અહવાલો મુજબ, જ્યારે લલિત મોદી વિદેશ ભણવા માટે ગયો હતો ત્યારે, તેને પોતાની માતાની મિત્ર મિનલ સાથે પ્રેમ થયો હતો. જ્યારે, મિનલના લગ્ન થવાના હતા ત્યારે, લલિતએ પોતાની ફિલિંગ્સ વિશે મિનલને કહ્યું હતું.

છુટાછેડા બાદ આવ્યા નજીક-
ઉમરમાં 9 વર્ષ મોટી મિનલ આ પ્રપોઝલથી નારાજ થઈ અને બંને વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ. પણ સમયનો ચક્ર ફર્યો, મિનલના નાઈજીરીયન બિઝનેસમેન પતિ સાથે છુટાછેડા થયા. અને ત્યારબાદ લલિત મોદી અને મિનલ નજીક આવ્યા. બંનેએ પોતા પરિવારની મરજી વિરૂદ્ધ 17 ઓક્ટોબર 1991ના રોજ લગ્ન કરી લીધા હતા. તમને જણાવી દઈએ કે 2018માં મિનલનું મૃત્યુ થયું હતું.

દેશ છોડી ભાગી ગયો હતો લલિત મોદી-
2005થી 2010 સુધી લલિત મોદી બીસીસીઆઈના પ્રેસિડેન્ટ રહી ચુક્યા હતા. તેણે જ આઈપીએલની શરૂઆત કરી હતી. પણ, 2010 આઈપીએલમાં છબરડાના આરોપમાં તેને સસ્પેંડ કરવામાં આવ્યો હતો. મની લોન્ડ્રિગના આરોપ લાગ્યા બાદ 2010માં લલિત મોદી દેશ છોડીને ભાગી ગયો હતો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news