અસરદાર સરદાર! ના બુમરાહ...ના સિરાજ...ભારતના આ બોલરે અમેરિકાને એની ધરતી પર પછાડ્યું
IND vs USA: T20 વર્લ્ડ કપ મેચમાં પ્રથમ બોલ પર વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બનવા ઉપરાંત અર્શદીપ વિશ્વનો ચોથો બોલર પણ બન્યો હતો. તેનું નામ વિશેષ યાદીમાં નોંધાયેલું છે.
Trending Photos
T20 World Cup 2024 Arshdeep Singh Record: અર્શદીપે ફેંક્યા બોલના બદલે ફાયરબોલ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો શાનદાર રેકોર્ડ, બુમરાહ પણ કરી શક્યો નહીં. અર્શદીપ સિંહે T20 વર્લ્ડ કપમાં અમેરિકા સામે કિલર બોલિંગ કરી હતી. તેણે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં તબાહી મચાવી દીધી હતી. તેણે અમેરિકન બેટ્સમેનો પર બોલ નહીં પરંતુ ફાયરબોલ ફેંક્યા.
ભારતનો પ્રથમ બોલર-
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે પ્રથમ ઓવર અર્શદીપ સિંહને આપી હતી. અર્શદીપે મેચના પહેલા જ બોલ પર શયાન જહાંગીરને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. તે T20 વર્લ્ડ કપમાં મેચના પ્રથમ બોલ પર વિકેટ લેનારો ભારતનો પ્રથમ બોલર બન્યો હતો. જસપ્રીત બુમરાહ પણ આ સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી.
વિશેષ યાદીમાં સામેલ થયું નામઃ
T20 વર્લ્ડ કપ મેચમાં પ્રથમ બોલ પર વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બનવા ઉપરાંત અર્શદીપ વિશ્વનો ચોથો બોલર પણ બન્યો હતો. તેનું નામ વિશેષ યાદીમાં નોંધાયેલું છે. આ સિદ્ધિ સૌથી પહેલા બાંગ્લાદેશના મશરફે મોર્તઝાએ હાંસલ કરી હતી. તેણે 2014માં અફઘાનિસ્તાન સામે આવું કર્યું હતું. તેના પછી અફઘાન ટીમના શાપૂર ઝદરાને 2014માં હોંગકોંગ સામેની મેચના પહેલા બોલ પર જ વિકેટ લીધી હતી.
પહેલી ઓવરમાં બે વિકેટઃ
જસપ્રિત બુમરાહે પહેલા બોલ પર શયાન જહાંગીરને આઉટ કર્યા બાદ છેલ્લા બોલ પર એન્ડ્રેસ ગૉસને કેચ આઉટ કરાવ્યો હતો. આ T20 વર્લ્ડ કપમાં એક ઓવરમાં 2 વિકેટ લેનારો તે ત્રીજો બોલર બન્યો છે. તેમના પહેલા નામીબિયાના ટ્રમ્પલમેને ઓમાન સામે અને અફઘાનિસ્તાનના ફઝલહક ફારૂકીએ યુગાન્ડા સામે આ કર્યું હતું.
ભુવનેશ્વરે કર્યો હતો કમાલઃ
અર્શદીપ સિંહ T20 વર્લ્ડ કપ મેચની કોઈપણ ઇનિંગ્સના પ્રથમ બોલ પર વિકેટ લેનારો ભારતનો બીજો બોલર બન્યો. તેની પહેલા ભુવનેશ્વર કુમારે આ કર્યું હતું. ભુવનેશ્વરે 2022માં ઝિમ્બાબ્વે સામે આ સિદ્ધિ મેળવી હતી.
T20 વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ બોલિંગ:
અર્શદીપે 4 ઓવરમાં 9 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તે T20 વર્લ્ડ કપમાં ભારત માટે સર્વશ્રેષ્ઠ બોલર બન્યો હતો. તેણે રવિચંદ્રન અશ્વિનનો રેકોર્ડ તોડ્યો. અશ્વિને 2014માં ઓસ્ટ્રેલિયા સામે મીરપુરમાં 11 રન આપીને 4 વિકેટ લીધી હતી. હરભજન સિંહે 2012માં ઈંગ્લેન્ડ સામે કોલંબોમાં 12 રન આપીને 4 વિકેટ લીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે