IPL Schedule: ક્યાં રમાશે IPL ની ફાઈનલ? જાણો નોકઆઉટ મુકાબલા સહિત આખુ શેડ્યૂલ

IPL 2024 Schedule: IPL 2024 ની ધમાકેદાર શરૂઆત થઈ ચુકી છે. મેગા ઈવેન્ટનું શેડ્યુલ બે તબક્કામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કાનું શિડ્યુલ જાહેર થયા બાદ લોકોમાં ભારે કૂતૂહલતા છે. જ્યારે બીજા તબક્કાનું શિડ્યુલ ટૂંક સમયમાં આવશે.

IPL Schedule: ક્યાં રમાશે IPL ની ફાઈનલ? જાણો નોકઆઉટ મુકાબલા સહિત આખુ શેડ્યૂલ

IPL 2024 Schedule: ક્રિકેટનો મહાકુંભ ગણાતા આઈપીએલની શરૂઆત થઈ ચુકી છે. આ વખતવી આઈપીએલ પહેલાં કરતાં ખાસ છે. કારણકે, કેટલીક મોટી મોટી ટીમોના કેપ્ટન બદલાઈ ગયા છે. તો કેટલાંક કેપ્ટનોએ તો ટીમ બદલી નાંખી છે. જીહાં IPL ની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ છે. મેગા ટૂર્નામેન્ટનું શિડ્યુલ બે તબક્કામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં 22 માર્ચથી 7 માર્ચ સુધી સ્પર્ધાઓ જોવા મળી હતી. જ્યારે બીજા તબક્કાના શેડ્યૂલમાં 74 મેચોનું ટાઈમ ટેબલ હજુ જાહેર થવાનું બાકી છે. પ્રથમ તબક્કામાં 21 મેચોનું શિડ્યુલ જોવામાં આવ્યું હતું. બીજા તબક્કામાં ગ્રુપ સ્ટેજની મેચોની સાથે નોકઆઉટ મેચનો સમય અને તારીખ પણ જાહેર કરવામાં આવી છે. તમામ પ્લેઓફ મેચ ચેન્નાઈ અને અમદાવાદમાં રમાશે.

No description available.

 

No description available.

ભારતમાં જ રમાશે તમામ મેચઃ
છેલ્લા કેટલાક સમયથી ભારત સિવાય અન્ય દેશો પણ IPLનું આયોજન કરી રહ્યા છે. ગયા વર્ષે યુએઈમાં પણ આઈપીએલની મેચો રમાઈ હતી. પરંતુ આ વખતે સમગ્ર આઈપીએલ 2024 ભારતમાં જ યોજાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે આ વાતની પુષ્ટિ કરી દીધી છે. આટલું જ નહીં, રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ટૂર્નામેન્ટમાં કોઈ બ્રેક નહીં આવે.

21 મેથી પ્લેઓફ મેચો યોજાશે-
પ્લેઓફ મેચો 21 મેથી શરૂ થવાની સંભાવના છે. પ્રથમ પ્લેઓફ મેચ 21 મેના રોજ રમાશે. આ મેચ પોઈન્ટ ટેબલમાં પ્રથમ અને બીજી ટીમ વચ્ચે રમાશે. આ મેચ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ પછી, 3 અને 4 ક્રમની ટીમો એલિમિનેટર મેચમાં એકબીજાનો સામનો કરશે. જે ટીમ પ્રથમ ક્વોલિફાયર મેચ જીતશે તે સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news