બાદશાહના ગીત પર દુબઈમાં બુમાબૂમ! 'કાલાચશ્મા' પર ડાન્સ કરીને હાર્દિક અને ધોનીએ મચાવી ધૂમ

MS Dhohi-Hardik Pandya Dance: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલ IPL-2023ની સિઝન માટેની તૈયારીમાં લાગેલા છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે આ તેમની છેલ્લી સિઝન હશે. ત્યારે આ બધી જ ચર્ચા વચ્ચે માહી મસ્તીમાં દેખાઈ રહ્યા છે. જેમાં આજે હાર્દિકની સાથે તેઓએ કાલાચશ્મા સોંગ ઉપર ડાન્સ કર્યો હતો. આ વિશેનો વીડિયો ચાહકોને ખૂબ જ ગમી રહ્યો છે. કારણ કે ચાહકોએ માહીનો આ અંદાજ પહેલીવાર જોયો છે.

બાદશાહના ગીત પર દુબઈમાં બુમાબૂમ! 'કાલાચશ્મા' પર ડાન્સ કરીને હાર્દિક અને ધોનીએ મચાવી ધૂમ

નવી દિલ્હીઃ ક્રિકેટ એ ભારતમાં એક રમત જ નહીં પણ જાણે કે એક ધર્મ બની ગયો છે. કરોડો લોકો આ રમત પાછળ પાગલ છે. એ જ કારણ છેકે, ટીમ ઈન્ડિયાના ક્રિકેટર્સની ઓફ ધ ફિલ્ડ લાઈફ સ્ટાઈલ પણ ખુબ ચર્ચામાં રહે છે. કારણકે, તેમના પર ચાહકોની સતત નજરો રહેતી હોય છે. ત્યારે હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને હાર્દિક પંડ્યા પાર્ટીમાં ડાન્સ કરતા જોવા મળે છે. લેજેન્ડરી કેપ્ટન અને પ્લેયર મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટને 2020માં અલવિદા કહી દીધું હતું. ત્યારે આના પછી તેમણે કુલ ત્રણ IPLની સિઝન રમી હતી. જેમાં તેઓની કેપ્ટનશિપમાં વર્ષ 2021માં CSK ચોથીવાર IPLનું ચેમ્પિયન બન્યું હતું.

 

 

વીડિયો વાયરલઃ
ધોની અને હાર્દિકનો ડાન્સ કરતો વીડિયો હાલ ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કાલાચશ્મા જજદા એ...ગીત પર આ બન્ને ખેલાડીઓએ ગજબનો ડાન્સ કર્યો.ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝ જીતીને આવેલા હાર્દિક પંડ્યા હાલ પોતાના ભાઈ અને ક્રિકેટર કૃણાલ પંડ્યા સાથે દુબઈમાં રજા માણી રહ્યા છે. ત્યારે આજે ત્યાં બર્થ-ડે પાર્ટીમાં હાર્દિકે ટીમ ઈન્ડિયાના પૂર્વ લેજેન્ડરી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે દેખાયા હતા. જેમાં રૈપર બાદશાહનું ફેમસ ગીત 'કાલાચશ્મા' પર આ બન્ને ખેલાડીઓએ ડાન્સ કર્યો હતો. આ પાર્ટીમાં તેમની સાથે ઈશાન કિશન અને કૃણાલ પંડ્યા પણ છે. આ અંગેનો વીડિયો હાલ ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.

IPL-2023ની સિઝન માટેની તૈયારીઃ
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલ IPL-2023ની સિઝન માટેની તૈયારીમાં લાગેલા છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે આ તેમની છેલ્લી સિઝન હશે. ત્યારે આ બધી જ ચર્ચા વચ્ચે માહી મસ્તીમાં દેખાઈ રહ્યા છે. જેમાં આજે હાર્દિકની સાથે તેઓએ કાલાચશ્મા સોંગ ઉપર ડાન્સ કર્યો હતો. આ વિશેનો વીડિયો ચાહકોને ખૂબ જ ગમી રહ્યો છે. કારણ કે ચાહકોએ માહીનો આ અંદાજ પહેલીવાર જોયો છે.

માહી છે મારા ફેવરિટઃ
હાર્દિક પંડ્યા અગાઉ પણ માહીની સાથે દેખાઈ ચૂક્યા છે. હાર્દિક પંડ્યા અગાઉ પણ જણાવી ચૂક્યા છે કે તેમના ફેવરિટ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની છે. મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટનશિપ અને વિકેટકીપીંગ સ્કિલ્સની સાથે બેટિંગમાં ફિનિશરનો રોલ પણ ખૂબ જ બખૂબી રીતે નિભાવ્યો છે. જેના કારણે તેમને 'બેસ્ટ ફિનિશર'ના નામથી પણ જાણીતા છે. ત્યારે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડરે પણ અગાઉ ઘણીવાર જણાવી દીધું છે કે તેમણે માહી પાસેથી લીધેલી ફિનિશિંગ ટિપ્સ મેચ વખતે ખૂબ જ કામ આવી છે. તેમણે પોતાની ફિનિશિંગ સ્કિલ્સનો શ્રેય મહેન્દ્ર સિંહ ધોનીને આપ્યો છે.

દુબઈમાં રજાની મજા માણી રહ્યો છે હાર્દિકઃ
હાલમાં જ પૂરી થયેલી ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ આ સિરીઝ 1-0થી જીતી લીધી હતી. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં ઉતરી હતી. ત્યારે હવે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે તેઓને T20માં ટીમ ઈન્ડિયાના હંમેશા માટે કેપ્ટન બનાવવામાં આવી શકે છે. હાલ તેઓ વન-ડે સિરીઝના ભાગ નથી અને દુબાઈમાં રજાઓની મજા માણી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

Trending news