VIDEO : ઈંગ્લેન્ડની ટીમને ડ્રેસિંગ રૂમમાં બંધ કરીને સેમિફાઈનલમાં પહોંચો, અકરમે આપ્યો idea
Wasim Akram: પૂર્વ ક્રિકેટર વસીમ અકરમે પાકિસ્તાનને સેમીફાઈનલમાં પહોંચવા માટે એક રસપ્રદ ફોર્મ્યુલા સૂચવી છે. આ માટે તેણે ઈંગ્લેન્ડના ખેલાડીઓને ડ્રેસિંગ રૂમમાં 20 મીનિટ સુધી પૂરી દેવાની સલાહ આપી છે.
Trending Photos
Pakistan Semi-Final Chance: પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023માં સેમિફાઇનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. જો તે તેની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડને 287 રનથી હરાવશે અથવા માત્ર 3.4 ઓવરમાં ઇંગ્લેન્ડ સામે લક્ષ્ય હાંસલ કરે તો જ તે અંતિમ-4માં પ્રવેશ કરી શકે છે. આ બંને પરિસ્થિતિમાં રહેવું સહેલું નથી. ખાસ કરીને ઈંગ્લેન્ડ જેવી ટીમ સામે તે ખૂબ જ પડકારજનક છે. આવી સ્થિતિમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમે એક નવી ફોર્મ્યુલા સૂચવી છે. આ ફોર્મ્યુલા સાંભળીને તમે પણ હસવાનું રોકી નહીં શકો.
વસીમ અકરમે કહ્યું છે કે પાકિસ્તાન હજુ પણ સેમીફાઈનલમાં પહોંચી શકે છે જો તેઓ પ્રથમ બેટિંગ કરીને સારો સ્કોર કરે અને પછી ઈંગ્લેન્ડની આખી ટીમને 20 મિનિટ માટે ડ્રેસિંગ રૂમમાં બંધ કરી દે, જેથી ઈંગ્લેન્ડના તમામ ખેલાડીઓને ટાઈમ આઉટ આપવામાં આવે.
વસીમ અકરમે આ વાત શ્રીલંકાના એન્જેલો મેથ્યુસ સાથેની ટાઈમ આઉટ ઘટનાના આધારે કહી હતી. શ્રીલંકા vs ન્યુઝીલેન્ડ મેચમાં એન્જેલો મેથ્યુસને પેવેલિયનમાં જવું પડ્યું કારણ કે તેને બેટિંગમાં આવવામાં બે મિનિટથી વધુ સમય લાગ્યો હતો. તમને જણાવી દઈએ કે વિકેટ પડી ગયા પછી નવા બેટ્સમેને બે મિનિટના અંતરાલ પછી સ્ટ્રાઈક લેવી પડે છે, નહીં તો નિયમો અનુસાર તેને આઉટ આપી શકાય છે.
Wasim Akram - Pakistan can still qualify for semis, bat first against England and then lock them for 20 mins in dressing room so that the whole team is declared timed out.
— Cricketopia (@CricketopiaCom) November 10, 2023
એન્કરે ફોર્મ્યુલાનું પુનરાવર્તન કર્યું, મિસ્બાહે પણ ઝાટકણી કાઢીઃ
વસીમ અકરમે પાકિસ્તાની સ્પોર્ટ્સ ચેનલના એન્કર અને સાથી પેનલિસ્ટ સાથેની વાતચીતમાં આ વાત કહી. આ રેકોર્ડ ન થઈ શક્યું પરંતુ લાઈવ શો દરમિયાન એન્કરે આ ફોર્મ્યુલાનું પુનરાવર્તન કર્યું. એન્કરની સાથે અન્ય પેનલિસ્ટ શોએબ મલિક અને મિસ્બાહ ઉલ હક પણ આ ફોર્મ્યુલા પર હસતા રહ્યા. અહીં મિસ્બાહે પાકિસ્તાનની ટીમને પણ આડે હાથ લીધી હતી. તેણે કહ્યું, વસીમ ભાઈ, આ પણ મુશ્કેલ કામ છે કારણ કે પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ઓછામાં ઓછા 280 રન તો બનાવવા પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે