IPLમાં પણ એક વર્ષ માટે વોર્નર અને સ્મિથ પર પ્રતિબંધ
સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી સજાનું એલાન કર્યા બાદ આઈપીએલ કમિશનર રાજીવ શુક્લાએ કહ્યું કે, બંન્ને ક્રિકેટર આ વર્ષે આઈપીએલમાં રમી શકશે નહીં.
- ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ લગાવ્યો બંન્ને પર એક વર્ષનો પ્રતિબંધ
- બંન્નેએ બીસીસીઆઈના નિર્ણય પહેલા છોડી આઈપીએલની કમાન
- વોર્નરનું નામ બાદમાં આવ્યું સામે, સાથી ખેલાડીઓ હતા નારાજ
Trending Photos
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉન ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી સજા નક્કી થયા બાદ તેને આઈપીએલમાં રમવા અંગેની સ્થિતિ સાફ થઈ ગઈ છે. હાલમાં આઈપીએલ કમિશનર રાજીવ શુક્લાએ કહ્યું કે, બંન્ને ખેલાડીઓ આ વર્ષે આઈપીએલમાં રમી શકશે નહીં. આ મામલે શરૂઆતથી બીસીસીઆઈ સીધી કાર્યવાહી કરવાથી બચી રહ્યું હતું અને સતત કહેતું હતું કે કોઇપણ નિર્ણય ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના નિર્ણય બાદ લેવામાં આવશે.
સ્ટીવ સ્મિથ આ વર્ષે રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન અને ડેવિડ વોર્નર હૈદરાબાદનો કેપ્ટન હતો. સ્મિથે વિવાદ બાદ રાજસ્થાનની કમાન છોડી દીધી હતી. પરંતુ વોર્નરે કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આ મામલાની સુનાવણી બાદ લીધો હતો. રાજસ્થાને અંજ્કિય રહાણેને કેપ્ટન નિયુક્ત કર્યો છે, જ્યારે હૈદરાબાદે જાહેરાત કરવાની બાકી છે.
The franchises will get replacements for the players as they (David Warner and Steve Smith) will not be allowed to play this year: Rajiv Shukla, IPL Commissioner pic.twitter.com/5CDRxHdSGR
— ANI (@ANI) March 28, 2018
આઈપીએલમાં સ્ટીવ સ્મિથને રાજસ્થાન રોયલ્સે 12 કરોડમાં રિટેઇન કર્યો હતો. જ્યારે વોર્નર પર હૈદરાબાદ ટીમે 12.5 કરોડ ખર્ચ કર્યા હતા.
બીજીતરફ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ મામલામાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યારે બોલ સાથે છેડછાડ કરનાર કેમરૂન બેનક્રોફ્ટન પર 9 મહિના માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પ્રતિબંધ લગાવ્યો છે.
આ પ્રતિબંધનો અર્થ એ છે કે ડેવિડ વોર્નર અને સ્ટીવન સ્મિથ ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ પણ રમી શકશે નહીં. ભારત આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું છેં. આ પ્રવાસ દરમિયાન 4 ટેસ્ટ મેચ, 3 વનડે અને 3 ટી-20 મેચો રમશે. ત્રણ આરોપી ખેલાડીઓને તરત ઓસ્ટ્રેલિયા માટે રવાના કરી દેવાયા હતાં. જ્યારે ટિમ પેન ટીમના કેપ્ટન બની રહેશે. આ સાથે જ જેમ્સ સદરલેન્ડે મુખ્ય કોચ ડેરેન લેહમેનને ક્લીનચિત આપી દીધી છે. સદરલેન્ડે આ સમગ્ર મામલે માફી માંગી છે.
ક્રિકેટ.ડોટ કોમ ડોટ એયુએ સદરલેન્ડના હવાલે લખ્યું છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાની તપાસમાં સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરૂન બેનક્રોફ્ટને બોલ ટેમ્પરિંગના દોષિત ઠેરવ્યાં છે. આ ત્રણેયને ટેસ્ટ સીરિઝમાંથી બહાર કરવાનો ફેસલો લેવાયો છે. કોચ ડેરેન લેહમેન આ મામલે સામેલ નથી આથી તેઓ કોચ પદ પર યથાવત રહેશે. ત્રણેય ખેલાડીઓ તરત ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે.
શું છે સમગ્ર મામલો?
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કેપટાઉનમાં ત્રીજા ટેસ્ટ મેચના ત્રીજા દિવસે જ્યારે આફ્રિકાના દાવની 43મી ઓવર ચાલી રહી હતી ત્યારે માર્કરમ અને એપી ડિવિલિયર્સ રમી રહ્યાં હતાં, તે જ સમયે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન બેનક્રોફ્ટ એક ચિપ જેવી વસ્તુ સાથે કેમેરા પર પકડાયા ગયાં. કહેવાય છે કે બોલની ચમક ઉડાવનારી જે ચીપ છે તેને બોલ પર ઘસવામાં આવી. જો કે મેદાન પરના એમ્પાયરોએ આ અંગે તેમની સાથે વાત કરી. એમ્પાયરોની પાસે જતા પહેલા બેનક્રાફ્ટને તેના આંતરવસ્ત્રમાં નાની પીળી વસ્તુ રાખતા જોવામાં આવ્યો હતો. જ્યારે તે એમ્પાયર સાથે વાત કરવા પહોંચ્યો ત્યારે તેણે પેન્ટના ખિસ્સામાં હાથ નાખીને બતાવ્યું અને તે કોઈ બીજી વસ્તુ હતી. તે તડકાના ચશ્માને સાફ કરવા માટે મુલાયમ કપડાં જેવું લાગી રહ્યું હતું.
સ્ટીવ સ્મિથે ભૂલ સ્વીકારી
ત્યારબાદ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને બેનક્રોફ્ટે આ સમગ્ર મામલે પોતાની ભૂલ સ્વીકારી હતી. ત્રીજા દિવસનો ખેલ જ્યારે પૂરો થયો ત્યાર બાદ પ્રેસ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે આ ભૂલનો સ્વીકાર કર્યો હતો. જ્યારે બેનક્રોફ્ટે પણ સ્વીકાર્યુ કે તે ટેપથી બોલની શકલ બગાડવાની કોશિશ કરી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા સરકારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને સ્ટીવ સ્મિથને કેપ્ટન પદેથી હટાવવાના આદેશ આપ્યાં. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મેલ્કોન ટર્નબુલે આ સમગ્ર ઘટનાને શરમજનક ગણાવી હતી. તેમણે કહ્યું કે વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે આ કૃત્ય ઓસ્ટ્રેલિયન ટીમે કર્યું.
ત્યારબાદ સતત આલોચનાઓના કારણએ સ્ટીવ સ્મિથે ટીમની કેપ્ટનશીપ અને ડેવિડ વોર્નરે ત્રીજી ટેસ્ટ માટે વાઈસ કેપ્ટનશીપ છોડી દીધી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ જેમ્સ સદરલેન્ડે કહ્યું કે અમે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર સાથે આ સમગ્ર મામલે વાત કરી. બંને આ ટેસ્ટ માટે પોતાના પદ છોડવા માટે તૈયાર થઈ ગયાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે