IND vs AUS : '3-1 થી જીતશે આ ટીમ...', થઈ ગઈ ભવિષ્યવાણી! સામે આવ્યું બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના વિજેતાનું નામ

ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષના અંતમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કરે બોર્ડર ગાવસ્કર ટ્રોફી તરીકે રમાનારી આ શ્રેણીના વિજેતાને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે.
 

IND vs AUS : '3-1 થી જીતશે આ ટીમ...', થઈ ગઈ ભવિષ્યવાણી! સામે આવ્યું બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના વિજેતાનું નામ

Sunil Gavaskar Prediction : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ વર્ષના અંતમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાવાની છે. ઈતિહાસમાં પ્રથમવાર હશે જ્યારે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 5 ટેસ્ટ મેચ રમાશે. ભારત 2014-2015 બાદથી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં હાર્યું નથી. આ સિરીઝ પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે ભવિષ્યવાણી કરી છે કે આ પાંચ ટેસ્ટ મેચની સિરીઝ 3-1થી ભારત જીતશે. મહત્વનું છે કે પાંચ ટેસ્ટ સિરીઝનો પ્રથમ મુકાબલો 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થશે. રોહિત શર્મા એન્ડ કંપનીની નજર ન માત્ર ટ્રોફી જાળવી રાખવા, પરંતુ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતની હેટ્રિક લગાવવા પર પણ હશે.

ગાવસ્કરે કરી ભવિષ્યવાણી
ભારતે 2018-2019 અને 2020-2021માં ઓસ્ટ્રેલિયાના પાછલા બે પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ જીતી હતી. ગાવસ્કરે મિડ-ડે માટે પોતાની કોલમમાં લખ્યું- આ ચોક્કસ પણે એક રોમાંચક સિરીઝ થવા જઈ રહી છે, જેમાં બંને ટીમોની પ્રતિભાઓ સામેલ છે. આ સિરીઝ તે પણ દર્શાવશે કે ટેસ્ટ ક્રિકેટ આપણી પ્રિય રમતનું અલ્ટીમેટ ફોર્મેટ કેમ છે. ગાવસ્કરે જીતની ભવિષ્યવાણી કરતા કહ્યું- મારી ભવિષ્યવાણીમાં ભારત 3-1થી જીતશે.

ઓસ્ટ્રેલિયા માટે ઓપનિંગ સમસ્યા
મહાન બેટર ગાવસ્કરનું માનવું છે કે ઓસ્ટ્રેલિયા પોતાની ઓપનિંગ જોડીને લઈને ચિંતિત હશે કારણ કે અનુભવી ડેવિડ વોર્નરે નિવૃત્તિ લઈ લીધી છે. ગાવસ્કરે લખ્યું- વોર્નરના સંન્યાસ બાદ તેની ઓપનિંગ બેટિંગની સમસ્યા વધી ગઈ છે અને મિડલ ઓર્ડરમાં પણ થોડી નબળાઈ છે. તેવામાં ઓસ્ટ્રેલિયાની ટીમ ફરી પડકાર માટે તૈયાર છે. 

ટીમ ઈન્ડિયાને લઈ કહી આ વાત
ગાવસ્કરે ટીમ ઈન્ડિયા વિશે કહ્યું, 'ભારત સામાન્ય રીતે સેના (દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) દેશોમાં વિદેશી શ્રેણીમાં ધીમી શરૂઆત કરે છે. તેથી પ્રથમ ટેસ્ટ મહત્વપૂર્ણ રહેશે. તેઓ પહેલા યોગ્ય ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમી રહ્યા નથી અને કેટલીક ટેસ્ટ મેચો વચ્ચેનું અઠવાડિયાનું અંતર તેમની વિરુદ્ધ કામ કરી શકે છે. આજકાલ, મોટાભાગની પ્રવાસી ટીમોના કાર્યક્રમ આના જેવા હોય છે.

ભારતે ઘરમાં રમવાની છે મેચ
ભારત 22 નવેમ્બરથી શરૂ થનાર પ્રથમ ટેસ્ટ પહેલા 15-18 નવેમ્બર સુધી પર્થના વાકામાં એક ઈન્ટ્રા-સ્ક્વોડ વોર્મ-અપ મેચ રમવાનું છે. આ સિવાય મહેમાન ટીમ એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટ પહેલા કેનબરામાં પ્રેસિડેન્ટ પ્લેઈંગ-11 વિરુદ્ધ બે દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે. પાંચ ટેસ્ટ મેચની સિરીઝ પહેલા ભારત ઘરમાં પાંચ ટેસ્ટ રમશે, જેની શરૂઆત બાંગ્લાદેશ સામે બે મેચની સિરીઝ અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ ટેસ્ટ મેચ રમાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news