IPL 2018: દિલ્હીની પ્લેઓફની રાહ મુશ્કેલ, હૈદરાબાદ પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને
દિલ્હી ડેયરડેવિલ્સનો 10 મેચમાંથી આ સાતમો પરાજય છે. હવે દિલ્હી પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે.
- હૈદરાબાદે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું
- યૂસુફ પઠાણની શાનદાર બેટિંગ
- દિલ્હી પ્લેઓફની રેસમાંથી બહાર
Trending Photos
હૈદરાબાદઃ આઈપીએલની સીઝન 11ના 36માં મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હીને 7 વિકેટે હરાવીને પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. આ હાર સાથે દિલ્હી ડેયરડેવિલ્ય પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. દિલ્હીએ આપેલા 164 રનના લક્ષ્યને હૈદરાબાદે એક બોલ બાકી રાખીને હાસિલ કર્યો હતો. આ જીતનો હિરો કેપ્ટન વિલયમસન અને યુસુફ પઠાણ રહ્યા હતા. યુસુફે 12 બોલમાં અણનમ 27 અને વિલિયમસને અણનમ 32 રન ફટકાર્યા હતા.
164 રનના લક્ષ્યને હાસિલ કરવા માટે હૈદરાબાદ તરફથી શિખર ધવન અને એલેક્સ હેલ્સે ઈનિંગની શરૂઆત કરી હતી. બંન્નેએ પાવરપ્લેમાં ટીમનો સ્કોર 61 રન સુધી પહોંચાડીને શાનદાર શરૂઆત અપાવી હતી. પાવરપ્લેની આવેશ ખાનની અંતિમ ઓવરમાં ધવન અને હેલ્સે 37 રન ફટકાર્યા હતા. જેમાં ચાર સિક્સ આવી હતી. ટીમનો સ્કોર 76 રને પહોંચ્યો ત્યારે મિશ્રાની બોલિંગમાં હેલ્સ બોલ્ડ થયો હતો. હેસ્લે 31 બોલમાં 3 ફોર અને 3 સિક્સની મદદથી 45 રન ફટકાર્યા હતા. ત્યારબાદ શિખર ધવન પણ ટીમનો સ્કોર 86 રને પહોંચ્યો ત્યારે મિશ્રાની બોલિંગમાં બોલ્ડ થયો હતો. મનીષ પાંડે 21 રન બનાવી આઉટ થયો હતો.
દિલ્હીની ઈનિંગનો રોમાંચ
આ પહેલા પૃથ્વી શો પાસેથી મળેલી શાનદાર શરૂઆતનો દિલ્હી ડેયરડેવિલ્સના બેટ્સમેન ફાયદો ન ઉઠાવી શક્યા અને સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ મેચમાં તેને 5 વિકેટ પર 163 રન પર રોકી દીધી. શોએ 36 બોલમાં 65 રન બનાવ્યા, પરંતુ પ્રથમ 10 ઓવરમાં 95 રન બનાવ્યા બાદ દિલ્હીની ટીમ આગામી 10 ઓવરમાં માત્ર 67 રન બનાવી શકી હતી. લેગ સ્પિનર રાશિદ ખાને 4 ઓવરમાં 23 રન આપીને બે વિકેટ ઝડપી. શોએ પોતાની બીજી આઈપીએલ ફિફ્ટી માત્ર 25 બોલમાં પુરી કરી.
પૃથ્વીની શાનદાર ઈનિંગ
પૃથ્વીએ પોતાની ઈનિંગમાં 6 ફોર અને 3 સિક્સ ફટકારી. તેણે સંદીપ શર્મા અને શાકિબની બોલિંગમાં લોંગ ઓન પર સિક્સ ફટકારી. પાવરપ્લેની અંતિમ ઓવરમાં તેણે સિદ્ધાર્થ કૌલની ઓવરમાં એક સિક્સ અને 3 ફોર ફટકારી. શોના પૂલ અને કટ શોટ્સ જોવાલાયક હતા.
કેપ્ટન શ્રેયસ અય્યરના 44 રન
બીજીતરફ કેપ્ટન અય્યરે 36 બોલમાં 44 રન બનાવ્યા. બંન્નેએ 68 રનની ભાગીદારી કરી. અય્યરને સિદ્ધાર્થ કૌલે આઉટ કર્યો. આ સીઝનમાં દિલ્હી તરફથી શાનદાર બેટિંગ કરનારો પંત માત્ર 18 રન બનાવી રાશિદનો શિકાર બન્યો હતો.
મેક્સવેલ થયો રનઆઉટ
ટૂર્નામેન્ટ પોતાની પ્રથમ મેચરમી રહેલો નમન ઓઝા અને ઓસ્ટ્રેલિયા ગ્લેન મેક્સવેલ રન આઉટ થયા. દિલ્હીનો સ્કોર એક સમયે એક વિકેટ પર 95 રન હતો, જે 6.4 ઓવરની અંદર 5 વિકેટ પર 134 રન થઈ ગયો. વિજય શંકરે 13 બોલમાં અણનમ 23 રન ફટકારીને દિલ્હીનો સ્કોર 160ને પાર પહોંચાડ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે