Suryakumar Yadav: આ વર્ષે સૌથી વધુ T20I રન બનાવનાર બેટર બન્યો સૂર્યકુમાર, ચોંકાવનારી છે સ્ટ્રાઇક રેટ

IND vs AUS 3rd T20I: સૂર્યકુમાર યાદવે હૈદરાબાદ ટી20માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 36 બોલ પર 69 રનની ઈનિંગ રમી. તે આ નિર્ણાયક મુકાબલામાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. 

Suryakumar Yadav: આ વર્ષે સૌથી વધુ T20I રન બનાવનાર બેટર બન્યો સૂર્યકુમાર, ચોંકાવનારી છે સ્ટ્રાઇક રેટ

નવી દિલ્હીઃ T20I Records: ભારતીય બેટર સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) આ વર્ષે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બની ગયો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સિરીઝના અંતિમ અને નિર્ણાયક મુકાબલામાં 69 રનની ઈનિંગ રમી તેણે આ મુકામ હાસિલ કર્યો છે. સૌથી ખાસ વાત છે કે સૂર્યકુમારે આ વર્ષે 180+ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે.

સૂર્યકુમાર યદવે આ વર્ષે ટી20 આંતરરાષ્ટ્રીયની 20 ઈનિંગમાં 37.88ની એવરેજ અને 182.84ની ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી 682 રન ફટકાર્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને ચાર અડધી સદી ફટકારી છે. તે આ વર્ષે ટી20માં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટર પણ છે. સૂર્યાએ 2022માં 42 સિક્સ ફટકારી છે. 

આ છે ટોપ-5
સૂર્યકુમાર યાદવ બાદ વર્ષ 2022માં સૌથી વધુ ટી20 આંતરરાષ્ટ્રીય રન બનાવવામાં નેપાળના દીપેન્દ્ર સિંહ (626) નું નામ આવે છે. ત્રીજા સ્થાન પર ચેક રિપબ્લિકના સાબાવૂન દાવિજી (612) છે. પરંતુ આ બંને ખેલાડીઓએ એસોસિએટ વિરુદ્ધ રમીને રન બનાવ્યા છે. આ લિસ્ટમાં ચોથા સ્થાન પર પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન (556) અને પાંચમાં નંબરે વેસ્ટ ઈન્ડિઝનો નિકોલસ પૂરન (553) છે. 

તો રોહિત શર્મા આ વર્ષે ટી20માં સૌથી વધુ રન બનાવવા મામલે બીજા સ્થાને છે. રોહિતે આ વર્ષે 20 મેચમાં 27.61ની બેટિંગ એવરેજ અને 147.04ની સ્ટ્રાઇક રેટથી 497 રન બનાવ્યા છે. તે સૂર્યા બાદ ભારત તરફથી આ વર્ષે સૌથી વધુ રન બનાવવામાં બીજા સ્થાને છે. રોહિત બાદ આ લિસ્ટમાં શ્રેયસ અય્યર (449), હાર્દિક પંડ્યા (436) અને વિરાટ કોહલી (433) નું નામ આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news