સુષમા સ્વરાજના નિધન પર સચિન-કોહલીએ વ્યક્ત કર્યું દુખ

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું મંગળવારે રાત્રે એઇમ્સમાં નિધન થઈ ગયું હતું. સુષમા સ્વરાજના નિધન પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ દુખ વ્યક્ત કર્યું છે. 
 

સુષમા સ્વરાજના નિધન પર સચિન-કોહલીએ વ્યક્ત કર્યું દુખ

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું મંગળવારે રાત્રે એમ્સમાં નિધન થઈ ગયું હતું. તેઓ 67 વર્ષના હતા. મંગળવારે રાત્રે હાર્ટ એટેક આવ્યા બાદ તેમના ગંભીર હાલતમાં રાત્રે 9 કલાકે એઇમ્સ લાવવામાં આવ્યા પરંતુ ડોક્ટરો તેમના બચાવી શક્યા નહીં. 

સુષમા સ્વરાજના નિધન પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ દુખ વ્યક્ત કર્યું છે. વિરાટ કોહલીએ ટ્વીટ કરતા લખ્યું, 'સુષમા જીના નિધનના સમાચારથી ખુબ દુખ થયું, તેમની આત્માને શાંતિ મળે.'

— Virat Kohli (@imVkohli) August 7, 2019

ભારતના પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે ટ્વીટ કરીને કહ્યું, 'સુષમા સ્વરાજ જીના નિધન વિશે સાંભળીને દુખ થયું. તેમની આત્માને શાંતિ મળે. તેઓ મહિલા સશક્તિકરણનું પ્રતીક અને વિશ્વના ખૂણે-ખૂણેના નાગરિકોનું ધ્યાન રાખનારા હતા.'

May her soul rest in peace.
She was an icon of women empowerment and the one who cared for citizens from all corners of the world.

— Sachin Tendulkar (@sachin_rt) August 7, 2019

વિરાટ કોહલી અને સચિન તેંડુલકર સિવાય પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સહેવાગ, સુરેશ રૈના, મોહમ્મદ કેફ, ગૌતમ ગંભીર અને બોક્સર વિજેન્દર સિંહે ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. 

— Suresh Raina🇮🇳 (@ImRaina) August 6, 2019

— Virender Sehwag (@virendersehwag) August 6, 2019

— Gautam Gambhir (@GautamGambhir) August 6, 2019

— Mohammad Kaif (@MohammadKaif) August 6, 2019

— Vijender Singh (@boxervijender) August 7, 2019

મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાખ કોવિંદ તેમના ઘરે પહોંચ્યા અને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સિવાય અન્ય પાર્ટીના નેતાઓ પણ શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news