T20 WC Ind vs Pak ની મેચમાં છેલ્લી ઓવરમાં શું થયું? કઈ રીતે હારેલી બાજી જીત્યું ભારત?

IND vs PAK: T20 વર્લ્ડ કપ 2024ની રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું. પાકિસ્તાનની ટીમ આ મેચ ખૂબ જ આસાનીથી જીતી શકી હોત, પરંતુ ટીમ ઈન્ડિયાએ પોતાની ક્લાસ બતાવીને હારના જડબામાંથી જીત છીનવી લીધી. ભારતીય બેટ્સમેનોના ફ્લોપ શો બાદ બોલરોએ જવાબદારી સંભાળી લીધી અને કોઈ ભૂલ કરી ન હતી.

T20 WC Ind vs Pak ની મેચમાં છેલ્લી ઓવરમાં શું થયું? કઈ રીતે હારેલી બાજી જીત્યું ભારત?

IND vs PAK, Last Over: T20 વર્લ્ડ કપ 2024ની રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું. પાકિસ્તાનની ટીમ આ મેચ ખૂબ જ આસાનીથી જીતી શકી હોત, પરંતુ ટીમ ઈન્ડિયાએ પોતાની ક્લાસ બતાવીને હારના જડબામાંથી જીત છીનવી લીધી. ભારતીય બેટ્સમેનોના ફ્લોપ શો બાદ બોલરોએ જવાબદારી સંભાળી લીધી અને કોઈ ભૂલ કરી ન હતી. 120 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયાના બોલરોએ પાકિસ્તાની ટીમને 113 રનના સ્કોર સુધી જ રોકી દીધી હતી. જોકે, આ જીત ભારત માટે આગમાંથી બચવા જેવી હતી.

PAKને 6 બોલમાં 18 રનની જરૂર હતી-
રવિવારે ભારત સામે રમાયેલી T20 વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાનને છેલ્લા 6 બોલમાં જીતવા માટે 18 રનની જરૂર હતી, પરંતુ અર્શદીપ સિંહે છેલ્લી ઓવરમાં ટેબલ ફેરવી નાખ્યું. 19મી ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 6 વિકેટે 102 રન હતો અને જીતવા માટે છેલ્લા 6 બોલમાં 18 રનની જરૂર હતી, જે બનાવી શકાયો હોત. તે સમયે પાકિસ્તાન તરફથી ઈમાદ વસીમ અને નસીમ શાહ ક્રિઝ પર હાજર હતા. અર્શદીપ સિંહે પોતાનો જાદુ બતાવ્યો અને છેલ્લી ઓવરમાં માત્ર 11 રન આપ્યા.

અર્શદીપ સિંહે પાકિસ્તાનનું દિલ તોડી નાખ્યું-
આ સાથે અર્શદીપ સિંહે પાકિસ્તાનની આશાઓ પર પાણી ફરી વળ્યું. એવું લાગતું હતું કે પાકિસ્તાન આ મેચ જીતશે, પરંતુ ભારતીય ટીમે જીત મેળવી અને 6 રનથી રોમાંચક જીત નોંધાવી. પાકિસ્તાન સામેની આ લો સ્કોરિંગ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 19 ઓવરમાં 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતીય બોલરોએ પાકિસ્તાનને 20 ઓવરમાં 7 વિકેટે 113 રનના સ્કોર પર રોકી દીધું હતું. જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ લીધી હતી.

IND vs PAK મેચની છેલ્લી ઓવર:
પ્રથમ બોલ- અર્શદીપ સિંહે ઈમાદ વસીમને ઋષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો. ઈમાદ વસીમ 15 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. (102/7 - 19.1 ઓવર)

બીજો બોલ- ઇમાદ વસીમે અર્શદીપ સિંહના બોલ પર 1 રન લીધો. (103/7 - 19.2 ઓવર)

ત્રીજો બોલ- અર્શદીપ સિંહના બોલ પર શાહીન શાહ આફ્રિદીએ 1 રન લેગ બાય લીધો હતો. (104/7 - 19.3 ઓવર)

ચોથો બોલ- અર્શદીપ સિંહના બોલ પર નસીમ શાહે ચોગ્ગો ફટકાર્યો. (108/7 - 19.4 ઓવર)

પાંચમો બોલ- અર્શદીપ સિંહના બોલ પર નસીમ શાહે ચોગ્ગો ફટકાર્યો. (112/7 - 19.5 ઓવર)

છઠ્ઠો બોલ- અર્શદીપ સિંહના બોલ પર નસીમ શાહને માત્ર 1 રન મળ્યો અને ભારતે 6 રનથી મેચ જીતી લીધી (113/7 - 20 ઓવર)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news