તૈયારી માટે સમય ન હોવા પર સ્થગિત કરી દેવો જોઈએ ટી20 વિશ્વકપઃ જેસન રોય


ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન જેરન રોય (Jason Roy) મેદાન પર ઉતરવા ઈચ્છે છે પરંતુ સાથે તેણે તે પણ કહ્યું કે, જો ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટી20 વિશ્વકપની તૈયારી માટે સમય ન મળે તો તેને સ્થગિત કરી દેવો જોઈએ.
 

તૈયારી માટે સમય ન હોવા પર સ્થગિત કરી દેવો જોઈએ ટી20 વિશ્વકપઃ જેસન રોય

લંડનઃ ફરીથી બાળકોની જેમ અનુભવી રહ્યો છે ઈંગ્લેન્ડનો બેટ્સમેન જેસન રોય (Jason Roy) ક્રિકેટના મેદાન પર પરત ફરવા આતુર છે પરંતુ તેણે કહ્યું કે, તૈયારીનો સમય ન હોવા પર ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટી20 વિશ્વકપ  (T20 World Cup 2020) સ્થગિત કરી દેવો જોઈએ. 

કોરોના વાયરસ મહામારી (Coronavirus pandemic)ને કારણે વિશ્વભરમાં ક્રિકેટ સહિત તમામ રમત ઠપ્પ છે અને ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વિશ્વકપ (T20I World Cup in doubt)ને લઈને પણ અટકળો લગાવવામાં આવી રહી છે. 

રોયે ઈએસપીએન ક્રિકઇન્ફોને કહ્યું, 'જો ખેલાડી તૈયારી કરી શકે નહીં અને અમે ઓસ્ટ્રેલિયા ન જઈ શકીએ તો તેને સ્થગિત કરવી યોગ્ય રહેશે.'

તેણે કહ્યું, 'પરંતુ જો વિશ્વ કપ યોજાય તો અમારૂ કામ ક્રિકેટ રમવાનું છે. જો કહેવામાં આવે છે કે તૈયારી માટે ત્રણ સપ્તાહ છે તો ઘર પર તૈયારી કરીને પણ રમીશું.'

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે પણ એક જુલાઈ સુધી ક્રિકેટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. રોય રમવા માટે આતુર છે પરંતુ કહ્યું કે, સુરક્ષા સર્વોપરિ છે. 

રયે કહ્યું, મને ઈસીબી પર સંપૂર્ણ વિશ્વાસ છે. તે તમામ પાસા પર વિચાર કરશે અને અમારે તેની વાત પર વિશ્વાસ કરવો જોઈએ. હું ઇયોન મોર્ગન સાથે વાત કરીશ અને જોઈશ કે તે શું વિચારે છે. 

તેણે કહ્યું કે, દર્શકો વિના રમવામાં પણ વાંધો નથી. તેણે કહ્યું, 'હું માત્ર ક્રિકેટ રમવા ઈચ્છુ છું. બીજીવાર મેદાનમાં પરત ફરવાનો અનુભવ અદ્ભુત હશે. હું ફરી એકવાર બાળકની જેમ અનુભવ કરી રહ્યો છું.'

બુમરાહે શેર કર્યો જ્લાટન ઇબ્રાહિમોવિચનો વીડિયો, આપ્યો ખાસ મેસેજ  

ક્યારે રમાવાનો છે ટી20 આંતરરાષ્ટ્રીય વિશ્વકપ?
વર્ષ 2020નો ટી20 વિશ્વકપ ઓક્ટોબર 18થી શરૂ થવાનો છે.
આ વખતે ક્યાં રમાશે ટી20 વિશ્વકપ?
આ વખતે ટી20 વિશ્વકપ ઓસ્ટ્રેલિયામાં રમાશે.
કોરોના વાયરસને કારણે આ ટૂર્નામેન્ટ પર શું અસર પડી શકે છે?
કોરોના વાયરસની અસર જો સમાપ્ત ન થઈ તો આ ટૂર્નામેન્ટ ટાળવા પર વિચાર કરી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news