SL vs NED: નેધરલેન્ડને હરાવી શ્રીલંકા સુપર-12માં પહોંચી, આ બે ખેલાડી બન્યા હીરો

SL vs NED Highlights, T20 World Cup 2022: એશિયન ચેમ્પિયન શ્રીલંકાની ટીમ આઈસીસી ટી20 વિશ્વકપના બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. ટૂર્નામેન્ટમાં પ્રથમ મેચ હાર્યા બાદ શ્રીલંકાએ શાનદાર વાપસી કરતા સતત બીજી જીત મેળવી છે. 

SL vs NED: નેધરલેન્ડને હરાવી શ્રીલંકા સુપર-12માં પહોંચી, આ બે ખેલાડી બન્યા હીરો

જીલોન્ગઃ SL vs NED Highlights, T20 World Cup 2022: દાસુન શનાકાની આગેવાનીવાળી શ્રીલંકાની ટીમે ગુરૂવારે નેધરલેન્ડને 16 રને હરાવી ટી20 વિશ્વકપ 2022ના સુપર-12માં જગ્યા બનાવી લીધી છે. એટલે કે એશિયન ચેમ્પિયન્સ શ્રીલંકા સુપર-12માં જગ્યા બનાવનારી પ્રથમ ટીમ બની ગઈ છે. પ્રથમ મેચમાં હાર્યા બાદ શ્રીલંકાએ શાનદાર વાપસી કરી અને ક્વોલિફાયરમાં સતત બીજી જીત મેળવી છે. 

શ્રીલંકાએ પ્રથમ મેચમાં નામીબિયા સામે આંચકાજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્યારબાદ શ્રીલંકાએ યુએઈને હરાવી વાપસી કરી અને હવે નેધરલેન્ડ સામે જીત મેળવી સુપર-12માં જગ્યા બનાવી છે. શ્રીલંકા અને નેધરલેન્ડ્સના 4-4 પોઈન્ટ છે, પરંતુ રનરેટને આધારે શ્રીલંકા આગામી રાઉન્ડમાં પહોંચી છે. 

શનાકાએ આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ઓપનિંગ બેટર કુસલ મેન્ડિસની 79 રનની દમદાર ઈનિંગની મદદથી શ્રીલંકાએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 162 રન બનાવ્યા હતા. મેન્ડિસે 44 બોલનો સામનો કરતા પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય અસલંકાએ 31 રનનું યોગદાન આપ્યું હતું. 

163 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડ્સની ટીમ માટે ઓપનિંગ બેટર મેક્સ ઓડોડે અડધી સદી ફટકારતા 71 રન બનાવ્યા પરંતુ બીજા છેડે કોઈ બેટરનો સાથ મળ્યો નહીં. નેધરલેન્ડ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 146 રન બનાવી શકી હતી. શ્રીલંકા માટે વાનિંદુ હસરંગાએ 3 વિકેટ ઝડપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news