ગજબ કહેવાય! વનડેમાં ક્યારેય આઉટ થયા નથી આ 3 ભારતીય ખેલાડી, નામ જાણીને ચોંકી જશો

ક્રિકેટ ઈતિહાસમાં એકથી એક ચડિયાતા બેટર્સ તમને જોવા મળશે જેમણે રન અને સદીઓનો તો જાણે વરસાદ કરી નાખ્યો. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા ભાગ્યશાળી બેટર્સ છે જેઓ પોતાના વનડે કરિયરમાં ક્યારેય આઉટ થયા નથી.

ગજબ કહેવાય! વનડેમાં ક્યારેય આઉટ થયા નથી આ 3 ભારતીય ખેલાડી, નામ જાણીને ચોંકી જશો

ક્રિકેટ ઈતિહાસમાં એકથી એક ચડિયાતા બેટર્સ તમને જોવા મળશે જેમણે રન અને સદીઓનો તો જાણે વરસાદ કરી નાખ્યો. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા ભાગ્યશાળી બેટર્સ છે જેઓ પોતાના વનડે કરિયરમાં ક્યારેય આઉટ થયા નથી. ભારતના 3 બેટર્સ એવા છે જે વનડેમાં ક્યારેય આઉટ થયા નથી. પરંતુ હવે તેઓ જાણે ગુમાનામીના અંધારામાં ખોવાઈ ગયા છે. તેમની કરિયર ખતમ થઈ ગઈ. આવો નજર ફેરવીએ આવા જ 3 બેટર પર.....

સૌરભ તિવારી
સૌરભ તિવારીએ જ્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પગ મૂક્યો તો તેમને ધોનીના ડુપ્લિકેટ તરીકે ઓળખવામાં આવતા હતા. સૌરભ તિવારીના લાંબા લાંબા વાળ જોઈને લોકો તેમની સરખામણી ધોની સાથે કરતા હતા. સૌરભ તિવારીએ IPL માં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી હતી. સૌરભ તિવારીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. સૌરભ તિવારીએ ટીમ ઈન્ડિયા માટે ફક્ત ત્રણ વનડે મેચ રમી છે. જેમાંથી તેઓ ફક્ત બે ઈનિંગમાં જ બેટિંગ કરી શક્યા. સૌરભ તિવારી આ બંને ઈનિંગમાં તેઓ નોટઆઉટ રહ્યા. ત્યારબાદ તેમને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો. 

fallback

ફૈઝ ફઝલ
ફૈઝ ફઝલે ઘરેલુ ક્રિકેટમાં પોતાના પ્રદર્શનથી બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું અને આ કારણ રહ્યું કે તેમને ટીમ ઈન્ડિયામાં પણ તક મળી હતી. પરંતુ આ ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે ફક્ત એક જ વનડે મેચ રમી. વર્ષ 2016માં રમાયેલી આ વનડે મેચમાં ઝિમબાબ્વે વિરુદ્ધ ફૈઝ ફઝલે અણનમ 55 રનની ઈનિંગ રમી. આ શાનદાર અર્ધસદી બાદ પણ તેમને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો. 

fallback

ભરત રેડ્ડી
ભરત રેડ્ડીનું નામ કદાચ આજના યુવાઓ ન જાણતા હોય પરંતુ આ ખેલાડીએ પણ ભારત માટે ફક્ત 3 વનડે મેચ રમી છે. ભરત રેડ્ડીએ 1978થી લઈને 1981 સુધી ભારત માટે 3 વનડે મેચ રમી. જેમાં તેમને બે વાર બેટિંગ કરવાની તક મળી હતી. બંને વખત તેઓ અણનમ રહ્યા. ત્યારબાદ ભરત રેડ્ડીને પણ ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દેાયા અને તેમની કરિયરનો દુખદ અંત થઈ ગયો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news