Corona Update: બેદરકારી ક્યાંક ભારે ન પડે! કોરોનાના નવા કેસમાં 24.7% નો વધારો, જાણો લેટેસ્ટ અપડેટ

શમાં વળી પાછો કોરોનાના નવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા કેસમાં 24.7 ટકાનો વધારો નોંધાયો છે.

Corona Update: બેદરકારી ક્યાંક ભારે ન પડે! કોરોનાના નવા કેસમાં 24.7% નો વધારો, જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: દેશમાં વળી પાછો કોરોના (Corona Virus) ના નવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા કેસમાં 24.7 ટકાનો વધારો નોંધાયો છે. આજે જાહેર થયેલા આંકડા મુજબ નવા 23 હજારથી વધુ કેસ નોંધાયા છે. 

નવા 23 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 23,529 કેસ નોંધાયા છે. ગઈ કાલે નવા 18,870 દર્દીઓ નોંધાયા હતા. આ સાથે કુલ કેસનો આંકડો હવે 3,37,39,980 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં 2,77,020 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 28,718 દર્દીઓ રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા હવે 3,30,14,898 પર પહોંચી ગઈ છે. 

Active cases: 2,77,020
Total cases: 3,37,39,980
Total recoveries: 3,30,14,898
Death toll: 4,48,062

Total vaccination: 88,34,70,578 (65,34,306 in last 24 hrs) pic.twitter.com/BVeocY7t4j

— ANI (@ANI) September 30, 2021

311 દર્દીઓના મોત
આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 311 દર્દીઓના મોત થયા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 4,48,062 પર પહોંચી ગયો છે. ગઈ કાલે દેશમાં કોરોનાથી 378 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ 97.85% છે. જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ 1.74% અને ડેઈલી પોઝિટિવિટી રેટ 1.56% છે. જે છેલ્લા 31 દિવસથી 3 ટકા નીચે યથાવત છે. 

રસીના 65 લાખથી વધુ ડોઝ અપાયા
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ કોરોનાને પછાડવા માટે દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. જે હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 88,34,70,578 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 65,34,306 ડોઝ છેલ્લા 24 કલાકમાં અપાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news