મહિલા ક્રિકેટર સાથે આ ખેલાડીએ કરી ગંદી હરકત! ક્રિકેટ બોર્ડ કરી રહી છે તપાસ

PCB: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મહિલા ખેલાડી સાથે છેડછાડના આરોપમાં તેમના એક પૂર્વ ખેલાડી અને હાલના રાષ્ટ્રીય સ્તરના કોચને સસ્પેન્ડ કર્યા છે. આ ખેલાડી પર ઘણા પ્રકારના આરોપો લાગ્યા હતા.

મહિલા ક્રિકેટર સાથે આ ખેલાડીએ કરી ગંદી હરકત! ક્રિકેટ બોર્ડ કરી રહી છે તપાસ

PCB: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મહિલા ખેલાડી સાથે છેડછાડના આરોપમાં તેમના એક પૂર્વ ખેલાડી અને હાલના રાષ્ટ્રીય સ્તરના કોચને સસ્પેન્ડ કર્યા છે. એક મહિલા ક્રિકેટરે મુલ્તાન ક્ષેત્રના કોચ નદીમ ઇકબાલ પર છેડછાડનો આરોપ લગાવ્યો છે. નદીમ તેમના સમયના જાણીતા ફાસ્ટ બોલર હતા અને તેમણે તે ટીમ માટે પ્રથમ શ્રેણી ડેબ્યુ કર્યું જેના માટે મહાન ફાસ્ટ બોલર વકાર યુનુસ રમતા હતા.

થઈ રહી છે આ મામલે તપાસ
પીસીબીના એક અધિકારીએ પુષ્ટી કરી કે તેમણે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે જેથી હકિકત સામે આવી શકે કે શું નદીમે બોર્ડની સાથે તેમની નોકરીની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. અધિકારીએ કહ્યું- દેખીતી રીતે અમે આવી કોઈ ગુનાહિત તપાસ કરી શકતા નથી જે પોલીસે કરવાની હોય, પરંતુ અમારી તપાસમાં જાણવા મળશે કે શું તેમણે અમારા કરારની શરતોનું ઉલ્લંઘન કર્યું છે.

એક સમયે વકારથી પણ સારા બોલર કહેવાતા
50 વર્ષના નદીમે પ્રથમ શ્રેણીની 80 મેચ રમી છે અને તેઓ એક સમયે વકારથી પણ સારા બોલર માનવામાં આવતા હતા. પીડિત મહિલા ક્રિકેટરે પોલીસને કરેલી ફરિયાદમાં દાવો કર્યો છે કે તેઓ થોડા વર્ષ પહેલા મુલ્તાનમાં પીસીબી મહિલા ટ્રાયલ માટે ગઈ હતી. જ્યારે નદીમ ત્યાં હાજર ઘણા કોચમાંથી એક હતા. પીડિતાએ આ જાણકારી વીડિયો મેસેજમાં કહી. તેમણે મને મહિલા ટીમમાં સિલેક્ટ કરવા અને બોર્ડમાં નોકરી અપાવવાનો દાવો કર્યો અને મારી નજીક આવ્યા હતા. તેઓ મારું યૌણ શોષણ કરતા રહ્યા અને તેમાં તેમના કેટલાક મિત્રો પણ સામેલ હતા. તેમણે મારો વીડિયો પણ બનાવ્યો અને બાદમાં બ્લેકમેલ કરતા રહ્યા.

પહેલા પણ થઈ હતી બબાલ
આ પહેલા 2014 માં પાંચ યુવા મહિલા ક્રિકેટરોએ મુલ્તાનના એક ખાનગી ક્રિકેટ ક્લબના અધિકારીઓ પર યૌણ ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. ગત વર્ષ પાકિસ્તાનના ટેસ્ટ લેગ સ્પિનર યાસિર શાહ પર પણ એક યુવતીને યૌણ ઉત્પીડન કરવામાં તેના મિત્રની મદદ અને બાદમાં તેને ધમકાવવાનો આરોપ લાગ્યો હતો. ફરિયાદકર્તાએ જોકે બાદમાં યાસિર વિરૂદ્ધ આરોપ પાછા લઇ લીધા હતા પરંતુ તેના મિત્ર વિરૂધ કોર્ટમાં હુજ પણ પેન્ડિંગ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news