Free Ration Update: મોટો ઝટકો! રાશન કાર્ડ લાભાર્થીઓને નહીં મળે ફ્રી ઘઉં, સરકારે જાહેર કર્યા આદેશ

Free Ration Update: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ કાર્ડધારકોને 3 કિલો ઘઉં અને 2 કિલો ચોખા આપવામાં આવતા હતા, પરંતુ હવે લાભાર્થીઓને ઘઉંથી વંચિત રહેવું પડશે. સરકારે આ માટે આદેશ જાહેર કર્યો છે. આવો જાણીએ તાજા અપડેટ્સ...

Free Ration Update: મોટો ઝટકો! રાશન કાર્ડ લાભાર્થીઓને નહીં મળે ફ્રી ઘઉં, સરકારે જાહેર કર્યા આદેશ

Free Ration Update: જો તમે પણ રાશન કાર્ડ લાભાર્થી છો તો તમારા માટે જરૂરી સમાચાર છે. સરકારના નિર્ણયથી તમને મોટો ઝટકો લાગી શકે છે. હકિકતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ઉત્તર પ્રદેશમાં 19-30 જૂન સુધી ફ્રી રાશન વિતરિત કરવામાં આવશે, પરંતુ આ વખતે લાભાર્થિઓને ઘઉંની જગ્યાએ 5 કિલો ચોખા વિતરિત કરવામાં આવશે. એટલે કે આ વખતે તમને ફ્રી રાશન હેઠળ ઘઉંથી વંચિત રહેવું પડશે. આ મામલે ખાદ્ય અને લોજિસ્ટિક્સ વિભાગના કમિશનરે આદેશ આપ્યા છે.

અત્યાર સુધી ફ્રી રાશન યોજના હેઠળ લાભાર્થીઓને 3 કિલો ઘઉં અને 2 કિલો ચોખા આપવામાં આવતા હતા, પરંતુ ખાદ્ય અને લોજિસ્ટિક્સ વિભાગના કમિશનર તરફથી આપવામાં આવેલા આદેશ અનુસાર, આ વખતે ઘઉંની જગ્યાએ લાભાર્થીઓને માત્ર 5 કિલો ચોખા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુપીની સાથે જ સરકારે ઘણા રાજ્યોમાં ઘઉંના પુરવઠાને ઘટાડવાનો નિર્ણય કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે, ઘઉંની ઓછી ખરીદીને કારણે સરકારે રાશનના કોટામાં ઘઉંનું પ્રમાણ ઓછું કરવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવ દઈએ કે, ફેરફાર માત્ર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે કરવામાં આવ્યા છે. સરકાર તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, ઘઉંની જગ્યા પર લગભગ 55 લાખ મેટ્રિક ટન ચોખાનો વધારાની ફાળવણી કરવામાં આવી છે.

કેવી રીતે મળશે રાશન?
જોકે, તમને પણ સરકારની આ યોજનાનો લાભ મળે છે તો તમે પોર્ટબિલિટી ઇનવોઇસના માધ્યમથી ચોખા લઇ શકશો. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, 30 જુનના આધાર પ્રમાણીકરણના માધ્યમથી અનાજ ના લઇ શકનાર વ્યક્તિઓને મોબાઈલ ઓટીપી વેરીફિકેશનના માધ્યમથી ચોખાનું વિતરણ કરવામાં આવશે. વિતરણના સમયે પારદર્શિતા માટે તમામ દુકાનો પર જિલ્લાધિકારી દ્વારા નિયુક્ત નોડલ અધિકારી હાજર રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news