IPL 2019 Final: MI અને CSK હશે આમને-સામને, બની રહ્યાં છે આ 3 ગજબ સંયોગ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 12મી સિઝનના ફાઇનલમાં આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) આમને-સામને હશે અને સંજોગ પણ છે કે બંન્ને ટીમો ચોથા ટાઇટલ માટે ટકરાશે. આ બંન્ને વચ્ચે રમાયેલી ત્રણ ફાઇનલ મેચોમાંથી બેમાં મુંબઈને જીત મળી છે તો ચેન્નઈ એક વખત જીત મેળવવામાં સફળ રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 12મી સિઝનના ફાઇનલમાં આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) આમને-સામને હશે અને સંજોગ પણ છે કે બંન્ને ટીમો ચોથા ટાઇટલ માટે ટકરાશે. આ બંન્ને વચ્ચે રમાયેલી ત્રણ ફાઇનલ મેચોમાંથી બેમાં મુંબઈને જીત મળી છે તો ચેન્નઈ એક વખત જીત મેળવવામાં સફળ રહી છે. ચેન્નઈને એક એવી ટીમ માનવામાં આવે છે જે ગ્રુપ સ્ટેજમાં દમદાર રમત રમે છે. તો મુંબઈને ધીમી શરૂઆત કરનારી ટીમ તરીકે જોવામાં આવે છે. આ ફાઇનલને લઈને ત્રણ સંયોગ બની રહ્યાં છે....
પ્રથમ સંગોય.... મતલબ, જે પ્રથમ બેટિંગ કરશે તે જીતશે?
મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આજે ચોથી વખત આઈપેલની ફાઇનલમાં ટક્કર થશે. આ પહેલા ત્રણ ટક્કર જુઓ તો જે ટીમે પ્રથમ બેટિંગ કરી તેને જીત મળી છે. 2010માં રમાયેલી પ્રથમ ફાઇનલમાં ચેન્નઈને 22 રનથી તો 2013માં મુંબઈએ 23 રનથી જીત મેળવી હતી. 2015માં પણ મુંબઈએ ચેન્નઈને 41 રનથી હરાવ્યું હતું. તો શું આ વખતે પણ જે ટીમ પ્રથમ બેટિંગ કરશે, તે ચેમ્પિયન બનશે.
બીજો સંગોયઃ શું હવે ચેન્નઈને મળશે કર્ણના ભાગ્યનો સાથ?
ચેન્નઈ સુપર કિંગ્સના લેગ બ્રેક બોલર કર્ણ શર્માની ટીમ જ્યારે પણ ફાઇનલ રમી, તે આઈપીએલમાં ચેમ્પિયન બની. કર્ણ સૌથી પહેલા 2016માં હૈદરાબાદની ટીમમાં હતો. ટીમ ફાઇનલમાં પહોંચી અને ચેમ્પિયન બની. 2017માં તે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો અને ટીમે ટ્રોફી પોતાના નામે કરી હતી. 2018માં તે ચેન્નઈમાં આવી ગયો તો ચેન્નઈ પણ ત્રીજી વખત ટાઇટલ જીતવામાં સફળ રહ્યું હતું. હવે જોવાનું તે છે કે શું આ વખતે પણ તેનું ભાગ્ય ચેન્નઈને સફળતા અપાવશે.
ત્રીજો સંયોગઃ અંકોની ગણનામાં મુંબઈ ભારે
પરંતુ અંકોની ગણતામાં જાવ તો ફરી મુંબઈનો દાવો મજબૂત લાગી રહ્યું છે. મુંબઈએ 2013, 2015 અને 2017માં ટ્રોફી જીતી છે. ત્રણ વખત વર્ષ વિષમ સંખ્યામાં રહ્યું છે. સાથે એક વર્ષનો છોડીને મુંબઈ ટ્રોફી જીતી રહ્યું છે. તેવામાં જોવાનું છે કે ભાગ્ય કોનો સાથ આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે