ટીએનપીએલ T20ને ફિક્સિંગના આરોપો પર મળી 'ક્લીન ચિટ'
તમિલનાડુ ક્રિકેટ સંઘની આંતરિક તપાસ સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, પાછલી ટીએનપીએલ ટી20 ટૂર્નામેન્ટ દરમિયાન મેચ ફિક્સિંગના આરોપોમાં કોઈપણ ઘટના કાર્યવાહી લાયક નથી.
Trending Photos
ચેન્નઈઃ તમિલનાડુ ક્રિકેટ સંઘ (TNPL)ની આંતરિક તપાસ સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, પાછલી ટીએનપીએલ ટી20 ટૂર્નામેન્ટ દરમિયાન મેચ ફિક્સિંગના આરોપોમાં કોઈ પણ ઘટના કાર્યવાહી લાયક લાગી નથી. ટીએનસીએના માનદ સચિવ આર એસ રામાસ્વામીએ ગુરૂવારે અખબારી યાદીમાં કહ્યું, 'અમે ટીએનપીએલની તપાસ માટે બનાવવામાં આવેલી સમિતિનો રિપોર્ટ જોયો અને તેનો સ્વીકાર કરવાનો નિર્ણય લીધો, જેમાં કહેવામાં આવ્યું કે, કોઈપણ ઘટનાની કાર્યવાહી કરવાની જરૂર નથી.'
ટીએનપીએલ ત્યારે મુશ્કેલીમાં ઘેરાઇ ગયું હતું જ્યારે કેટલાક પ્રથમ શ્રેણીના ક્રિકેટરો અને કેટલાક કોચ શંકાસ્પદ મેચ ફિક્સિંગ માટે બીસીસીઆઈ ભ્રષ્ટાચાર વિરોધી એકમની હેઠળ આવી ગયા હતા. તમિલનાડુ ક્રિકેટ સંઘે 2016મા ટીએનપીએલની શરૂઆત કરી હતી અને તેમાં આઠ ફ્રેન્ચાઇઝી ટીમ ભાગ લે છે.
ટીએનપીએલમાં 2019 એડિશન દરમિયાન કેટલાક ખેલાડીઓએ જણાવ્યું હતું કે, તેને અજાણ્યા લોકોથી વોટ્સએપ સંદેશ આવી રહ્યાં છે. બીસીસીઆઈના ભ્રષ્ટાચાર વિરોધી એકમે ખેલાડીઓના નિવેદન નોંધ્યા અને તે મેસેજ મોકલનારની જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે