'સ્કોર્પિયોનું સપનું તોડી આ 7-સીટર કાર બની 2024માં નંબર-1, કિંમત માત્ર ₹8.69 લાખ અને માઇલેજ 26Km'

વર્ષ 2024માં સૌથી વધુ વેચાતી કારની યાદીએ બધાને ચોંકાવી દીધા છે. એક તરફ મારુતિ સુઝુકીના 40 વર્ષના વર્ચસ્વનો અંત આવ્યો. બીજી તરફ, હેચબેક સેગમેન્ટ પર પણ SUVનો દબદબો જોવા મળ્યો છે.

'સ્કોર્પિયોનું સપનું તોડી આ 7-સીટર કાર બની 2024માં નંબર-1, કિંમત માત્ર ₹8.69 લાખ અને માઇલેજ 26Km'

વર્ષ 2024માં સૌથી વધુ વેચાનારી કારના લિસ્ટે બધાને ચોંકાવી દીધા છે. એક તરફ જ્યાં મારૂતિ સુઝુકીનો 40 વર્ષનો દબદબો ખતમ થયો. તો બીજીતરફ હેચબેક સેગમેન્ટ પર   SUVs નો દબદબો જોવા મળ્યો છે. પ્રથમવાર આ લિસ્ટમાં પાંચ  SUV,ત્રણ હેચબેક અને એક  MPV અને એક સેડાન સામેલ રહી છે. ખાસ વાત છે કે આ લિસ્ટમાં બે 4-સીટર મોડલ પણ સામેલ છે. તેમાં મારૂતિની અર્ટિગાએ પોતાના સેલ્સના ડેટાથી બધાને ચોંકાવ્યા છે. અર્ટિગા ટોપ સેલિંગ 7-સીટર હોવાની સાથે આ લિસ્ટમાં પણ નંબર ત્રણ પર છે. તેનાથી ખ્યાલ આવે છે કે પાછલા વર્ષે અર્ટિગાની ડિમાન્ડ વધુ રહી છે. આવો એકવાર સેલ્સ ચાર્ટ પર નજર કરીએ.

ટોપ-10 કાર સેલ્સ 2024
રેન્ક મોડલ યુનિટ સીટર
1

ટાટા પંચ

2,02,031 5-સીટર
2 મારૂતિ વેગનઆર 1,90,855 5-સીટર
3 મારૂતિ સુઝુકી અર્ટિગા 1,90,091 7-સીટર
4 મારૂતિ સુઝુકી બ્રેઝા 1,88,160 5-સીટર
5 હ્યુન્ડઈ ક્રેટા 1,86,919 5-સીટર
6 મારૂતિ સુઝુકી સ્વીફ્ટ 1,72,808 5-સીટર
7 મારૂતિ સુઝુકી બલેનો 1,72,094 5-સીટર
8 મારૂતિ સુઝુકી ડિઝાયર 1,67,988 5-સીટર
9 મહિન્દ્રા સ્કોર્પિયો 1,66,364 7-સીટર
10 ટાટા નેક્સન 1,61,611 5-સીટર

હવે જો આપણે માત્ર 7-સીટર કારની માંગની વાત કરીએ તો વર્ષ 2024માં મારુતિ સુઝુકી અર્ટિગાના 1,90,091 યુનિટ્સ વેચાયા હતા. જ્યારે આ સમયગાળા દરમિયાન મહિન્દ્રા સ્કોર્પિયોના 1,66,364 યુનિટ વેચાયા હતા. એટલે કે બંને વચ્ચે 23,727 યુનિટનો તફાવત હતો. Ertigaની ડિમાન્ડની ખાસ વાત એ હતી કે લોકોએ તેને Brezza, Swift, Baleno અને Dezire જેવા મોડલ કરતાં વધુ પસંદ કરી.

મારૂતિ અર્ટિગાના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
આ સસ્તી MPV માં 1.5-લીટરનું પેટ્રોલ એન્જિન મળે છે, જે 103PS અને 137Nm જનરેટ કરવામાં સક્ષમ છે. તેમાં તમને સીએનજી વિકલ્પ પણ મળે છે. તેનું પેટ્રોલ મોડલ  20.51 kmpl ની માઇલેજ આપે છે. તો સીએનજી વેરિએન્ટની માઇલેજ 26.11 km/kg છે. તેમાં પેડલ શિફ્ટર્સ, ઓટો હેડલાઇટ્સ, ઓટો એર કંડીશન, ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ મળે છે.

અર્ટિગામાં 7-ઈંચ ટચસ્ક્રીન યુનિટની જગ્યાએ 9-ઇંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે. તેમાં સુઝુકીની સ્માર્ટપ્લે પ્રો ટેક્નોલોજી આવે છે, જે વોયસ કમાન્ડ અને કનેક્ટેડ કાર ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. કનેક્ટેડ કાર ફીચર્સમાં ગાડીનું ટ્રેકિંગ, ટો અવે એલર્ટ અને ટ્રેકિંગ, જિયો-ફેન્સિંગ, ઓવર-સ્પીડિંગ એલર્ટ અને રિમોટ ફંક્શન સામેલ છે. તેમાં 360-ડિગ્રી સરાઉન્ડ વ્યૂ કેમેરો આપવામાં આવ્યો છે. 

અર્ટિગાની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 8.69 લાખ રૂપિયા છે. તો તેને પેટ્રોલ અને CNG બંને એન્જિન ઓપ્શનમાં ખરીદી શકાય છે. ભારતમાં તેનો મુકાબલો મારૂતિ XL6,કિઆ કેરેન્સ, મહિન્દ્રા મરાઝો, ટોયોટા રૂમિયન, ટોયોટા ઇનોવા, રેનો ટ્રાઇબર જેવા મોડલ સામે છે. એટલું જ નહીં 7 સીટરમાં તે મહિન્દ્રાની સ્કોર્પિયો અને બોલેરો જેવા મોડલને પણ પડ઼કાર ફેંકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news