સંસ્કૃત ક્રિકેટ ટૂર્નામેન્ટઃ ધોતી-કુર્તા પહેરીને બટુકોએ ફટકાર્યા ચોગ્ગા-છગ્ગા, સંસ્કૃતમાં થઈ કોમેન્ટ્રી
વારાણસીના સંસ્કૃત વિશ્વવિદ્યાલયના શાસ્ત્રાર્થ મહાવિદ્યાલયની ડાયમંડ જયંતીના અવસર પર સંસ્કૃત ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Trending Photos
વારાણસીઃ વારાણસીમાં સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં મંગળવારે અનોખો ક્રિકેટ મેચ રમાયો હતો. મેચમાં તમામ ખેલાડીઓએ ધોતી-કુર્તા પહેરીને બેટિંગ-બોલિંગ કરી હતી. મેચ દરમિયાન સંસ્કૃતમાં કોમેન્ટ્રીએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અવસર હતો સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના શાસ્ત્રાર્થ મહાવિદ્યાલયના ડાયમંડ જ્યુબેલી વર્ષમાં પ્રવેશ કરવા દરમિયાન આયોજીત સંસ્કૃત ક્રિકેટ સ્પર્ધાનો.
વિશ્વવિદ્યાલયના મેદાનમાં રમાઈ રહેલી આ ક્રિકેટ સ્પર્ધા દરમિયાન બોલ ફેંકવા જઈ રહેલા બટુકને જોઈને કોમેન્ટ્રેટરે કહ્યું, અજીવ સુંદરયા કંદુક પ્રક્ષેપણેન, દંડ ચાલકઃ સ્તબ્ધોજાત. આ સાંભળ્યા બાદ દર્શકોએ તાળીઓનો ગળગળાટ કર્યો હતો. બટુકોએ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો. મેચનું ઉદ્ઘાટન આંતરરાષ્ટ્રીય મહિલા વેટરન ખેલાડી નીલૂ મિશ્રા અને કાશી વિશ્વનાથ મંદિરના અર્ચક પંડિત શ્રીકાંત મિશ્રએ કર્યું હતું.
શાસ્ત્રાર્થ મહાવિદ્યાલય તરફથી આયોજીત આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પાંચ ટીમો ભાગ લઈ રહી છે. ધોતી-કુર્તામાં બટુકોને વિકેટ વચ્ચે રન માટે દોડ લગાવતા જોવા માટે દર્શકોનો ભીડ જોવા મળી હતી. આ દરમિયાન લાઉડસ્પીકર પર ગૂંજી રહેલ સંસ્કૃત કોમેન્ટ્રીએ પણ લોકોના દિલમાં છવાઇ જવાનું કામ કરતી હતી.
રણજી ખેલાડીઓએ ધોની કુર્તા પહેરીને કર્યું અમ્પાયરિંગ
શાસ્ત્રાર્થ મહાવિદ્યાલયના આચાર્ય પવન કુમાર શાસ્ત્રીએ જણાવ્યું કે, મહાવિદ્યાલયના 75માં સ્થાપના દિવસ પર અમે જુદા-જુદા આયોજન કરી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે, આ સ્પર્ધામાં માથા પર ત્રિપુંડ લગાવીને પારંપારિક ગણવેશમાં દેવોની વાત કરનારા બટુકો ક્રિકેટ મેદાનમાં સહજ ભાષાની સાથે ક્રિકેટ રમી રહ્યાં છે. રમત દરમિયાન પણ તેમણે પોતાના પારંપારિક ગણવેશનો સાથ છોડ્યો નથી.
ક્રિકેટની ટૂર્નામેન્ટમાં અમ્પાયરિંગ રણજી ખેલાડી ધીરજ મિશ્રા અને સંજીવ તિવારીએ પણ ધોતી-કુર્તા પહેરીને કર્યું. તેમણે કહ્યું કે, આ ટૂર્નામેન્ટમાં શાસ્ત્રાર્થ મહાવિદ્યાલયની બે ટીમો, ચિંતામણી વેદ વિદ્યાલયની એક, બ્રહ્મદેવ વિદ્યાલયની એક અને ચંદ્રમૌલિ આંતરરાષ્ટ્રીય ઇંન્સ્ટિયૂટની એક ટીમ ભાગ લઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે