શું કેપ્ટન કોહલી T20 વર્લ્ડ કપમાં કરશે ઓપનિંગ? આ દિગ્ગજે આપ્યો જવાબ

એક તરફ યૂએઈમાં આઈપીએલની સીઝન ચાલી રહી છે તો આઈપીએલ બાદ ટી20 વિશ્વકપની શરૂઆત થશે. જેના પર બધાની નજર છે. ભારતીય ટીમ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાના અભિયાનનો પ્રારંભ કરશે.

Updated By: Sep 28, 2021, 08:31 PM IST
શું કેપ્ટન કોહલી T20 વર્લ્ડ કપમાં કરશે ઓપનિંગ? આ દિગ્ગજે આપ્યો જવાબ

નવી દિલ્હીઃ IPL પછી તરત જ T20 વર્લ્ડ કપ શરૂ થશે અને તે અંગે પહેલાંથી ક્રિકેટ પંડિતો પોતાની ભવિષ્યવાળિ કરી રહ્યા છે. આવી જ એક ટીપ્પણી પૂર્વ ક્રિકેટર સબા કરીમે વિરાટ કોહલી માટે કરી છે. સબા કરીમ અનુસાર T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઓપનિંગ કરશે. 

એક પોડકાસ્ટ દરમિયાન સબા કરીમે કહ્યું છે કે, વિરાટ કોહલી T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં માટે ઓપનિંગ કરે તેવી શક્યતાઓ પ્રબળ છે. કેમ કે વિરાટ કોહલી ઓપનિંગ સ્પોટ ગમી રહ્યો છે. અને તે સારી સ્ટ્રાઈક રેટથી બેટિંગ પણ કરી રહ્યા છે. 

આ પણ વાંચોઃ આખરે આ વર્ષ બાદ IPL ને પણ અલવિદા કહી દેશે MS Dhoni! સામે આવ્યું મોટુ કારણ  

સબા કરીમે આ પણ કહ્યું છે કે, દરેકની નજર હવે વિરાટ કોહલી પર છે. લોકો જોઈ રહ્યા છે કે વિરાટ કોહલી કેવી રીતે ઓપનિંગને મોટા સ્કોરમાં કનવર્ટ કરે છે. ઉલ્લેખનિય છે કે, વિરાટ કોહલી છેલ્લી 2 મેચોમાં અર્ધશતકીય ઈનિંગ રમી ચુક્યો છે. તે જોતા લાગે છે કે વિરાટ કોહલી પોતાનું ફોર્મ પરત મેળવી રહ્યા છે. અને T20 વર્લ્ડ કપને જોતા વિરાટનું ફોર્મમાં ખુબ જ મહત્વનું છે. RCBએ ગત મેચમાં મુંબઈને હરાવીને પોઈન્ટ ટેબલમાં MIની સ્થિતિ નબળી કરી દિધી છે. કોહલીએ RCBને 2 મેચોમાં ધમાકેદાર સ્ટાર્ટ આપ્યા છે. ત્યારે, હવે જોવાનું એ રહેશે કે આ ફોર્મને વિરાટ કોહલી આગામી મેચોમાં કેટલું જાળવી રાખે છે. 

T20 વર્લ્ડ કપની વાત કરીએ તો IPLમાં રમીને ભારતીય બેટર્સ ફોર્મમાં રહે તે ખુબ જ મહત્વનું છે. આટલી બધી મેચો બાદ કદાચ UAE પીચ થોડી ધીમી થાય તો ભારતીય બેટર્સે આ વાતનો ફાયદો ઉઠવવા તૈયાર રહેવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube