Asia Cup 2022: Virender Sehwag ની મોટી ભવિષ્યવાણી, કહ્યું- ભારત નહીં આ ટીમ જીતી શકે છે ટ્રોફી

Virender Sehwag: એશિયા કપ (Asia Cup 2022) માં ફેન્સને દરરોજ રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યાં છે. સુપર-4માં ભારત પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે હારી ચુક્યું છે. હવે પૂર્વ ક્રિકેટર વીરૂએ એશિયા કપને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. 

Asia Cup 2022: Virender Sehwag ની મોટી ભવિષ્યવાણી, કહ્યું- ભારત નહીં આ ટીમ જીતી શકે છે ટ્રોફી

નવી દિલ્હીઃ Virender Sehwag On Asia Cup 2022: એશિયા કપના સુપર-4 મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાન વિરુદ્ધ 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. આજે (6 સપ્ટેમ્બરે)  ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે મુકાબલો થવાનો છે. ફાઇનલમાં પહોંચવા માટે ભારતીય ટીમે આ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. હવે આ મેચ પહેલા ભારતના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે ભારત નહીં પરંતુ આ ટીમને એશિયા કપ જીતવાની દાવેદાર ગણાવી છે. 

Virender Sehwag એ કરી મોટી ભવિષ્યવાણી
વીરેન્દ્ર સેહવાગે ક્રીકબઝ પર બોલતા કહ્યું- જો ભારત એશિયા કપમાં વધુ એક મેચ હારે તો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. પાકિસ્તાન માટે ફાયદો છે કે તેણે ભારત સામેની મેચ જીતી લીધે છે. જો તે એક મેચ હારે તો પણ બીજી મેચ જીતી શકે છે. તેવામાં ભારતીય ટીમ દબાવમાં જોવા મળી શકે છે. 

આ ટીમ જીતી શકે છે એશિયા કપ
ભારતના સુપરસ્ટાર બેટર વીરેન્દ્ર સેહવાગે કહ્યુ- પાકિસ્તાને લાંબા સમય બાદ એશિયા કપમાં ભારતને હરાવ્યું છે. તેવામાં પાકિસ્તાન લાંબા સમય બાદ એશિયા કપની ફાઇનલ રમશે. આ પાકિસ્તાનનું વર્ષ પણ હોઈ શકે છે. પાકિસ્તાને એશિયા કપમાં છેલ્લે ફાઇનલ 2014માં રમી હતી. પાકિસ્તાન માટે મોહમ્મદ રિઝવાન અને નસીમ શાહે શાનદાર પ્રદર્શન કર્યું છે. 

ભારતે જીત્યાં છે સૌથી વધુ ટાઇટલ
ભારતીય ટીમે એશિયા કપમાં સૌથી વધુ સાત વખત ટાઈટલ જીત્યું છે. ત્યારબાદ શ્રીલંકાએ પાંચ વખત એશિયા કપ પોતાના નામે કર્યો છે. તો પાકિસ્તાન એશિયાની આ ટૂર્નામેન્ટમાં માત્ર બે વખત ચેમ્પિયન બન્યું છે. ભારતની પાસે ઘણા મેચ વિનર પ્લેયર છે, જે ટ્રોફી અપાવી શકે છે. રોહિતની આગેવાનીમાં ભારતે વર્ષ 2018માં એશિયા કપનું ટાઈટલ કબજે કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news