NZ vs SL: પ્રથમ ટેસ્ટઃ ટોમ લૈથમની રેકોર્ડ બેવડી સદી, લંકા પર ઈનિંગથી પરાજયનું સંકટ

બીજા દિવસના સ્કોર 311/2થી આગળ રતમા ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગ 578 રને સમાપ્ત થઈ હતી. 
 

 NZ vs SL: પ્રથમ ટેસ્ટઃ ટોમ લૈથમની રેકોર્ડ બેવડી સદી, લંકા પર ઈનિંગથી પરાજયનું સંકટ

વેલિંગટનઃ ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે કિવી ટીમે મેચમાં તેની પકડ મજબૂત કરી લીધી છે અને શ્રીલંકા પર ઈનિંગથી પરાજયનું સંકટ છે. શ્રીલંકાના પ્રથમ ઈનિંગમાં 282ના જવાબમાં ન્યૂઝીલેન્ડના ટોમ લૈથમની રેકોર્ડ બેવડી સદીની મદદથી 578 રન બનાવ્યા અને 296 રનની લીડ મેળવી હતી. જવાબમાં ત્રીજા દિવસે સ્ટંપ્સ સમય સુધી શ્રીલંકાએ માત્ર 20 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી અને હજુ તે 276 રન પાછળ છે. ટોમ લૈથમે 264 રનની અણનમ ઈનિંગ રમી અને આ કોઈપણ ઓપનિંગ બેટ્સમેનના બેટ કેરી કરતા એક ઈનિંગમાં સૌથી વધુ રનનો વિશ્વ રેકોર્ડ છે. 

બીજા દિવસના સ્કોર 311/2થી આગળ રતમા ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગ 578 રને સમાપ્ત થઈ હતી. ટોસ ટેલર (50) તેના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ ગયો, પરંતુ ત્યારબાદ ટોમ લૈથમે ચોથી વિકેટ માટે હેનરી નિકોલ્સ (50)ની સાથે 114 અને છઠ્ઠી વિકેટ માટે કોલિન ડી ગ્રૈંડહોમ (49)ની સાથે 73 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન ટોમ લૈથમે પોતાની પ્રથમ બેવડી સદી પૂરી કરી અને 264 રન બનાવી તે અંત સુધી અણનમ રહ્યો હતો. યજમાન ટીમ 157.3 ઓવરમાં 578 રન બનાવીને આઉટ થઈ, શ્રીલંકા માટે સૌથી વધુ ચાર વિકેટ લહિરૂ કુમારાએ ઝડપી હતી. આ સિવાય દિલરૂવાન પરેરા અને ધનંજય ડી સિલ્વાએ બે-બે વિકેટ અને સુરંગા લકમકને એક વિકેટ મળી હતી. 

296 રનથી પાછળ રહેલા શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી અને સાતમાં ઓવર સુધી 13 રનના સ્કોરે તેણે 3 વિકેટ ગુમાવી દીધી હતી. દિમુથ કરૂણારત્ને 10, દનુષ્કા ગુનાતિલકા 3 અને ધનંજય ડી સિલ્વા ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા હતા. સ્ટંપ્સ સમય સ્કોર 20/3 હતો અને કુસલ મેન્ડિસ 5 અને મેથ્યુસ બે રને બનાવીને રમી રહ્યાં હતા. ન્યૂઝીલેન્ડ તરફતી સાઉથીએ બે અને બોલ્ટે એક વિકેટ ઝડપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news