આ મેચના પરિણામ બદલવા માગે છે ભારતીય ક્રિકેટ ફેન્સ, ICCએ પૂછ્યો હતો સવાલ

ભારતીય ક્રિકેટ પ્રેમીઓનો આ રમત પ્રત્યેનો જુસ્સો આખી દુનિયાથી છુપાયેલ નથી. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) પણ ઘણી વખત આ વાતથી સંમત થઈ છે કે દુનિયામાં આ રમતના ચાહકોની અડધાથી વધુ સંખ્યા એકલા ભારતમાં છે

આ મેચના પરિણામ બદલવા માગે છે ભારતીય ક્રિકેટ ફેન્સ, ICCએ પૂછ્યો હતો સવાલ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ પ્રેમીઓનો આ રમત પ્રત્યેનો જુસ્સો આખી દુનિયાથી છુપાયેલ નથી. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) પણ ઘણી વખત આ વાતથી સંમત થઈ છે કે દુનિયામાં આ રમતના ચાહકોની અડધાથી વધુ સંખ્યા એકલા ભારતમાં છે. હવે આ ભારતીય ક્રિકેટ પ્રેમીઓએ આઈસીસીને મેચનું પરિણામ બદલવાની માગ કરી છે. આ મેચ એવી છે, જેની હારથી દરેક ભારતીય ક્રિકેટ પ્રેમી નાખુશ છે.

આઈસીસીએ અભિયાન ચલાવી પૂછ્યું હતું ફેન્સથી
આઇસીસીએ તેના ટ્વિટર હેન્ડલ પર એક અભિયાન ચલાવી દરેકને એક સવાલ પૂછ્યો હતો. તે પ્રશ્ન હતો કે જો તેમને તક મળે તો તેઓ કઈ મેચના પરિણામ બદલવા માંગે છે. તેના પર સૌથી વધારે જવાબ ભારતીય ક્રિકેટપ્રેમીઓએ આપ્યા હતા. મંગળવારે રાત્રે, આઇસીસીએ આ અભિયાનનું પરિણામ જાહેર કરતાં કહ્યું કે, તેની પાસે દુનિયામાં સૌથી વધારે વિનંતી આ એક ખાસ મેચનું પરિણામ બદલવાને લઇને આવી છે અને તેઓ આ વિનંતીથી તે આશ્ચર્ય નથી. કેમ કે, તેના પોતાને ભારતીય ફેન્સ પાસેથી આ મેચ માટે પરિણામ બદલવાની માગની અપેક્ષા હતી.

— ICC (@ICC) April 28, 2020

2003 ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલનું પરિણામ બદલવાની માંગ
ભારતીય ચાહકોએ આઇસીસી પાસે 2003ના ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલનું પરિણામ બદલવાની માંગ કરી છે. આ મેચમાં ભારતની હારથી 20 વર્ષ બાદ ફરી વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન તૂટી ગયું હતું. તમામ ભારતીયો માટે ઓસ્ટ્રેલિયાથી ફાઇનલ મેચમાં મળેલી હારથી મોટો આંચકો લાગ્યો હતો, કારણ કે આખા વિશ્વ કપમાં ટીમ ઈન્ડિયા 'દાદા' સૌરવ ગાંગુલીની કપ્તાની હેઠળ ચેમ્પિયનની જેમ રમી હતી. ઉપરાંત 'મેન ઓફ ધ ટૂર્નામેન્ટ' પસંદ કરેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર તેની કારકિર્દીનો સૌથી પ્રચંડ ફોર્મમાં હતો.

— ICC (@ICC) April 28, 2020

પોન્ટિંગની બેટિંગ અને મેકગ્રાની બોલિંગે છીનવી હતી મેચ
17 વર્ષ પહેલા, દક્ષિણ આફ્રિકામાં રમાયેલી વર્લ્ડ કપની અંતિમ મેચ ટીમ ઈન્ડિયા સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન રિકી પોન્ટિંગની શાનદાર સદી અને ત્યારબાદ ગ્લેન મેકગ્રાની ક્રિકેટ ભગવાનને સસ્તામાં પરત મોકલનાર બોલે છીનવી હતી. પોન્ટિંગની સદી સાથે પહેલા બેટિંગ કરી ઓસ્ટ્રેલિયાએ 359 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 125 રને આઉટ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં, તે ભારતીય ચાહકો માટે સૌથી દુ:ખદ ક્ષણ હતી, જેને તેઓ હંમેશા બદલવા માંગશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news