ગેલ નહીં આવે ભારત, વેસ્ટ ઈન્ડિઝ ટીમમાં ત્રણ નવા ચહેરાનો સમાવેશ

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે કહ્યું કે, ક્રિસ ગેલ પસંદગી માટે ઉપલબ્ધ નથી, પરંતુ ઈંગ્લેન્ડ ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ અને આગામી વર્ષે વિશ્વકપ માટે ઉપલબ્ધ રહેશે. 

ગેલ નહીં આવે ભારત, વેસ્ટ ઈન્ડિઝ ટીમમાં ત્રણ નવા ચહેરાનો સમાવેશ

સેન્ટ જોન્સઃ આક્રમક બેટ્સમેન ક્રિસ ગેલ વ્યક્તિગત કારણને લીધે ભારત વિરુદ્ધ વનડે અને ટી-20 શ્રેણીમાંથી બહાર રહેશે. તો વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે ત્રણ નવા ખેલાડીઓને તક આપી છે. 

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિના અધ્યક્ષ કર્ટની બ્રાઉને એક નિવેદનમાં કહ્યું, ક્રિસ ગેલ ભારત અને બાંગ્લાદેશ પ્રવાસમાં રમશે નહીં. તે પસંદગી માટે ઉપલબ્ધ નથી. પરંતુ ઈંગ્લેન્ડ ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ અને આગામી વર્ષે વિશ્વકપ માટે ઉપલબ્ધ રહેશે. 

વેસ્ટ ઈન્ડિઝ ટીમ ભારત વિરુદ્ધ બે ટેસ્ટ મેચોની શ્રેણીનો પ્રથમ મેચ હારી ગઈ છે. તે પાંચ વનડે અને ત્રણ ટી-20 મેચ રમશે. પ્રથમ વનડે ગુવાહાટીમાં 21 ઓક્ટોબરે રમાશે. 

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે આગામી વર્ષે વિશ્વકપને ધ્યાનમાં રાખતા ત્રણ યુવા ઓપનિંગ બેટ્સમેન ચંદ્રપોલ હેમરાજ, ઓલરાઉન્ડર ફેબિયન એલેન અને ફાસ્ટ બોલર ઓશાને થોમસને તક આપી છે. 

કીરોન પોલાર્ડ, ડેરેન બ્રાવો અને આંદ્રે રસેલની ટી-20 ટીમમાં પાવસી થઈ છે. રસેલ ઈજાને કારણે વનડે શ્રેણી રમશે નહીં, જ્યારે અલજારી જોસેફનો ભારત આવતા પહેલા ફિટનેસ ટેસ્ટ થશે. વનડે શ્રેણી પહેલા ટીમ પ્રેક્ટિસ સત્રમાં ભાગ લેશે. ડ્વેન બ્રાવો અને સ્પિનર સુનીલ નરેનને કોઈપણ ટીમમાં સ્થાન મળ્યું નથી. વનડે ટીમનો કેપ્ટન જેસન હોલ્ડર હશે, તો ટી-20 ટીમનું સુકાન કાર્લોસ બ્રેથવેટને આપાવમાં આવ્યું છે. 

વનડે ટીમઃ જેસન હોલ્ડર (કેપ્ટન), ફેબિયન એલેન, સુનીલ અંબરીશ, દેવેન્દ્ર બિશૂ, ચંદ્રપોલ હેમરાજ, શિમરોન હેટમેયર, શાઈ હોપ, અલજારી જોસેફ, એવિન લુઈસ, એશલે નર્સ, કીમો પાલ, રોવમૈન પોવેલ, કેમાર રોચ, મર્લોન સેમ્યુઅલ્સ, ઓશાને થોમસ. 

ટી-20 ટીમઃ કાર્લોસ બ્રેથવેટ (કેપ્ટન), ફેબિયન એલેન, ડેરેન બ્રાવો, શિમરોન હેટમેયર, એવિન લુઈસ, ઓબેટ મેકાય, એશલે નર્સ, કીમો પાલ, ખારી પિયરે, કીરોન પોલાર્ડ, રોવમૈન પોવેલ, દિનેશ રામદીન, આંદ્રે રસેલ, શેરફાને રદરફોર્ડ, ઓશાને થોમસ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news