નવરાત્રીમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર, લુબાન ચક્રવાતની અસર નહિવત થતા સંકટ ટળ્યું
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે. જો કે બંને સિસ્ટમથી ગુજરાતમાં કોઇ અસર અસર જોવા નહિ મળે સતર્કતાને પગલે તમામ પોર્ટ પર 2 નંબર સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ: ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં નવરાત્રી દરમિયાન વરસાદ નહીં પડે તેવી જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે. જો કે બંને સિસ્ટમથી ગુજરાતમાં કોઇ અસર અસર જોવા નહિ મળે સતર્કતાને પગલે તમામ પોર્ટ પર 2 નંબર સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને અરબી સમુદ્રમાં ન જવા સૂચના અપાઇ છે..સાથે જ ચક્રવાત સમન અને ઓનાનની વચ્ચે ટકરાવાની શક્યતા છે. સોમવારે સવારથી જ અમદાવાદ સહિત કેટલાંક શહેરોમાં ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું હતું.
નવરાત્રીનું મહત્વ જાણવા અહીં ક્લિક કરો
બુધવારે માતાની આરાધનાનું પર્વ નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. ગુજરાતભરમાં 9 દિવસ સુધી એકતરફ ખેલૈયાઓનો થનગનાટ જોવા મળશે, તો બીજી તરફ આસ્થાનો માહોલ જોવા મળશે. ચૈત્રી નવરાત્રિ એટલે સાધના અને ઉપાસનાનું પર્વ. શાસ્ત્રોમાં આ નવરાત્રિનું અનેરુ મહત્ત્વ જોવા મળે છે. આ નવરાત્રિમાં પૂરા મનથી ભક્તિ કરવાથી મા અંબા પ્રસન્ન થાય છે. ચૈત્રી નવરાત્રિમાં જો 9 દિવસ સુધી પદ્ધતિ અનુસાર ભક્તિ કરવામાં આવે તો ભક્તને ઈચ્છતી ફળ પ્રાપ્ત થાય છે.
નવરાત્રી વેકેશનને યાદગાર બનાવવા ક્લિક કરો
બજેટ કેરિયર GOAIRએ 999 રૂપિયામાં હવાઇ મુસાફરીનો સેલ ચાલુ કર્યો છે. આ સેલ 8 ઓક્ટોબર, 2018થી ચાલુ થઇ ચુક્યો છે અને 9 ઓક્ટોબર 2018 સુધી ચાલશે. જેના હેઠળ યાત્રા 10 ઓક્ટોબર 2018થી 31 ઓક્ટોબર 2018 સુધી ચાલશે. ગોએરની વેબસાઇટ અનુસાર એરલાઇન ફેસ્ટિવ સીઝનનો ફાયદો ગ્રાહકોને પણ મળે અને પોતાને પણ મળે તેવુ ઇચ્છે છે. 999 રૂપિયાની ઓફર બાગડોગરાથી યાત્રા કરવા માટે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે