એક વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાના રંગમાં રંગાયા વોર્નર અને સ્મિથ, શરૂ કરી World Cup 2019ની તૈયારી

બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ એક વર્ષના પ્રતિબંધ બાદ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ વિશ્વ કપની તૈયારી કરવા માટે ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે જોડાઈ ગયા છે. 

એક વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાના રંગમાં રંગાયા વોર્નર અને સ્મિથ, શરૂ કરી World Cup 2019ની તૈયારી

નવી દિલ્હીઃ વિશ્વની સૌથી ખતરનાક જોડીઓમાંથી એક સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની જોડી ફરી એકવાર ધમાલ મચાવવા તૈયાર છે. એક વર્ષ કરતા વધુ સમય બાદ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય મેચ રમશે. કેપટાઉન ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ એક વર્ષનો પ્રતિબંદ પૂર્ણ કર્યા બાદ વિશ્વ કપની ટીમમાં બંન્નેની વાપસી થઈ છે. 13 મહિના કરતા વધુ સમય બાદ પ્રથમ વખત સ્મિથ-વોર્નર ઓસ્ટ્રેલિયાની ટીમના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. 

રવિવારે ઓસ્ટ્રેલિયાની ટીમે બ્રિસબેનમાં વિશ્વ કપની તૈયારી માટે અભ્યાસ સત્રનો પ્રારંભ કર્યો. જસ્ટિન લેંગરની કોચિંગવાળી કાંગારૂ ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને પૂર્વ  વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નરે પણ જોઇન કરી છે. બે દિવસના આરામ બાદ સ્મિથ અભ્યાસ સત્રમાં કવર ડ્રાઇવ મારતો જોવા મળ્યો, જે પૂરી આઈપીએલ સિઝનમાં ન જોવા મળી. ડેવિડ વોર્નર પણ બે દિવસ મેદાનથી દૂર રહ્યો હતો. પરંતુ રવિવારે વોર્નરે પણ નેટ્સમાં પરસેવો પાડ્યો હતો. 

— cricket.com.au (@cricketcomau) May 5, 2019

સ્ટીવ સ્મિથે એડમ ઝમ્પા અને નાથન લાયનની સ્પિન તથા મિચેલ સ્ટાર્ક, સીન એબોટ અને મિશેલ નસર વિરુદ્ધ અભ્યાસ કર્યો હતો. સ્ટીવ સ્મિથ અને વોર્નર વિશ્વ કપમાં વિરોધીઓ પર પ્રહાર કરવા માટે તૈયાર છે. વોર્નરે આઈપીએલની 12મી સિઝનમાં લગભગ 700 રન બનાવીને તે સાબિત પણ કરી દીધું છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી શરૂ થનારા વિશ્વ કપમાં પ્રથમ મુકાબલો અફગાનિસ્તાન વિરુદ્ધ એક જૂને રમશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news