World Cup 2019: ગાંગુલીએ વિરાટની આગેવાની પર ઉઠાવ્યા સવાલ, જણાવ્યું ક્યાં કરી ભૂલ

ન્યૂઝીલેન્ડે આઈસીસી વિશ્વ કપ-2019ની પ્રથમ સેમિફાઇનલમાં ભારતને 18 રનથી પરાજય આપીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું છે. 

World Cup 2019: ગાંગુલીએ વિરાટની આગેવાની પર ઉઠાવ્યા સવાલ, જણાવ્યું ક્યાં કરી ભૂલ

નવી દિલ્હીઃ ભારતીય ટીમની આઈસીસી વિશ્વ કપમાં શાનદાર સફર સેમિફાઇનલના પરાજયની સાથે પૂરી થઈ ગઈ ચે. ભારતની હારની સાથે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની આગેવાની પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. સવાલ ઉઠાવનારમાં ભારતના દિગ્ગજ ક્રિકેટર સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ સામેલ છે. આ બંન્નેએ મેચ બાદ જણાવ્યું કે, વિરાટ કોહલીએ ક્યાં ભૂલ કરી અને તેનો ક્યો નિર્ણય ભારત પર ભારે પડ્યો હતો. 

સૌરવ ગાંગુલીએ સ્ટાર સ્પોર્ટ્સે કહ્યું કે, ભારતે આ મેચમાં ખરાબ શરૂઆત કરી હતી. તેણે શરૂઆતમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ તકે દિનેશ કાર્તિકને ધોની પહેલા મોકલવાનો નિર્ણય યોગ્ય નહતો. સૌરવે કહ્યું, 'કાર્તિક એવો ખેલાડી નથી, જેને 40 ઓવરની બેટિંગ કરવાની જવાબદારી આપવામાં આવે. તે બાદમાં આવ્યો હોત તો સારૂ હોત. બીજીતરફ ધોની હંમેશા ધીમી શરૂઆત કરે છે. તે ક્રીઝ પર સમય પસાર કરે છે. તેવામાં સારૂ હોત કે ત્રીજી વિકેટ ગુમાવ્યા બાદ ધોનીને બેટિંગ કરવા માટે મોકલવાની જરૂર હતી.'

સૌરવ ગાંગુલીએ કહ્યું, સારૂ હોત ધોનીને પ્રથમ બેટિંગ કરવા આવ્યો હોત. ત્યારબાદ કાર્તિક અને હાર્દિકે આવવાની જરૂર હતી, જેથી ભારતની પાસે જીતની વધુ તક હોત. પંડ્યા અને કાર્તિક ઈનિંગના બીજા ભાગમાં સારૂ પ્રદર્શન કરે છે. મારૂ માનવું છે કે જો તે બાદમાં આવ્યા હોત તો સારૂ પ્રદર્શન કરી શક્યા હોત. 

વીવીએસ લક્ષ્મણે કહ્યું કે, ધોનીએ પહેલા બેટિંગ કરવા આવવાની જરૂર હતી. તેણે કહ્યું કે, ધોની પહેલા બેટિંગ કરવા આવ્યો હોત તો પોતાના હિસાબથી ગેમ ચલાવત. તેને રમતની સારી સમજ છે. બાદમાં તેનો સાથ આપવા માટે કાર્તિક અને પંડ્યા પણ હોત. તેથી ભારતનું કામ સરળ બની શકતું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news