World Cup 2019: તો શું ટીમ ઈન્ડિયા સેમીફાઇનલમાં નહીં પહોંચે, આ કાંગારૂ ખેલાડીએ કરી ભવિષ્યવાણી!

માર્ક વોએ મેક્કુલમે ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું કે, સારો સારાંશ. મને લાગે છે કે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સેમીફાઇનલમાં પહોંચી જશે. 
 

  World Cup 2019: તો શું ટીમ ઈન્ડિયા સેમીફાઇનલમાં નહીં પહોંચે, આ કાંગારૂ ખેલાડીએ કરી ભવિષ્યવાણી!

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમે આ વિશ્વકપમાં ભાગ લઈ રહેલી તમામ ટીમોને લઈને ભવિષ્યવાણી કરી હતી, પરંતુ તેની આ ભવિષ્યવાણી બાદ ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન માર્ક વોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. મેકક્કુલમે પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું કે, ભારતીય સેમીફાઇનલમાં પહોંચશે જ્યારે વો પ્રમાણે ટીમ ઈન્ડિયાને સેમીફાઇનલમાં પહોંચતી તે જોઈ રહ્યાં નથી અને ત્યાં સુધી પહોંચવા માટે વિરાટ ટીમે ઘણો સંઘર્ષ કરવો પડશે. 

માર્ક વોએ મેક્કુલમે ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું કે, સારો સારાંશ. મને લાગે છે કે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સેમીફાઇનલમાં પહોંચી જશે. ભારતીય ટીમનું સેમીફાઇનલમાં પહોંચવું એટલું નક્કી નથી, પરંતુ બની શકે કે તે ટીમ પણ સેમીફાઇનલમાં પહોંચી જાય. વોએ તેની પાછળ તક આપતા કહ્યું કે, મને તેની તૈયારીઓને લઈને થોડી શંકા છે અને મધ્યમક્રમમાં બેટિંગ લાઇનઅપને લઈને કંઇપણ નક્કી નથી. ભારતીય ટીમ વિરાટ અને બુમરાહ પર જરૂરીયાત કરતા વધુ નિર્ભર છે. સેમીફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમના મામલામાં ન્યૂઝીલેન્ડની ટીમ દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ આગળ છે. 

ભારતીય ટીમ માટે આ પ્રકારની વાત કહ્યા બાદ માર્ક વોને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ તે જોવાનું રહેશે કે તેની ભવિષ્યવાણી ક્યાં સુધી સાચી સાબિત થાય છે. ભારતીય ટીમનો પ્રથમ મેચ પાંચ જૂને પ્રોટિયાઝ વિરુદ્ધ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news