ડીઆરએસ પર નિર્ણય લેવો માત્ર ધોનીનું કામ નથીઃ રોહિત

એજબેસ્ટનમાં રવિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચમાં હાર્દિક પંડ્યાનો એક બોલ પર જેસન રોય ગ્લવ્સમાં લાગીને ધોનીના હાથમાં ગયો હતો. અમ્પાયરે તેને નોટ આઉટ આપ્યો. તે સમયે પંડ્યા અને કોહલીએ ધોનીને પૂછ્યું પરંતુ તે સ્પષ્ટ નહતો, તેથી રિવ્યૂ ન લીધું. બાદમાં રિપ્લેમાં જાણવા મળ્યું કે, બોલ જેસનના ગ્લવ્સમાં લાગીને ગયો હતો. 
 
ડીઆરએસ પર નિર્ણય લેવો માત્ર ધોનીનું કામ નથીઃ રોહિત

બર્મિંઘમઃ ભારતીય ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, વિપક્ષી ખેલાડીને નોટ આઉટ આપ્યા બાદ રિવ્યૂ પર નિર્ણય લેવાનું કામ માત્ર મહેન્દ્ર સિંહ ધોનીનું ન હોઈ શકે. ટીમમાં બીજા ખેલાડીઓની પણ તેમાં ભૂમિકા હોય છે. 

એજબેસ્ટનમાં રવિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચમાં હાર્દિક પંડ્યાનો એક બોલ પર જેસન રોય ગ્લવ્સમાં લાગીને ધોનીના હાથમાં ગયો હતો. અમ્પાયરે તેને નોટ આઉટ આપ્યો. તે સમયે પંડ્યા અને કોહલીએ ધોનીને પૂછ્યું પરંતુ તે સ્પષ્ટ નહતો, તેથી રિવ્યૂ ન લીધું. બાદમાં રિપ્લેમાં જાણવા મળ્યું કે, બોલ જેસનના ગ્લવ્સમાં લાગીને ગયો હતો. 

મેચ બાદ સંવાદદાતા સંમેલમાં જ્યારે રોહિતને તેના પર સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે, તેના પર નિર્ણય લેવો થોડી સેકન્ડની વાત છે અને તે જરૂરી નથી કે તમે હંમેશા 100 ટકા સાચા હોવ. 

રોહિતે કહ્યું, 'તે ઘણી ટ્રિકી વસ્તુ છે, તમને ખાતરી ન હોય. તમે આજે જેસન રોય વિશે વાત કરી રહ્યાં છો ને? હા, કેટલાક ખેલાડીઓએ અવાજ સાંભળ્યો અને કેટલાકે નહીં. કેપ્ટન દબાવમાં હતો. તે યોગ્ય નથી કે તમે ધોની પાસે આશા કરો કે તે હંમેશા યોગ્ય નિર્ણય લેશે કારણ કે ઘણા વિચાર એક સાથે મગજમાં ચાલતા હોય છે અને ફીલ્ડિંગ કરનાર ખેલાડીઓના મગજમાં આવે છે. કેટલાક ખેલાડીઓને લાગ્યું કે કટ લાગી છે અને કેટલાકને લાગ્યું નથી લાગી.'

વાઇસ કેપ્ટને કહ્યું, 'જો નિર્ણય તમારા પક્ષમાં આવે છે તો તમે ભાગ્યશાલી હોવ છો. બાકી અમે જોયું કે શું થયું કારણ કે તમને તેના વિશે ચોક્કસ ખાતરી ન હોય તે વાત યોગ્ય નથી કારણ કે જ્યારે અવિશ્વસનીય વસ્તુ થાય છે તો બોલર વધુ ઉત્સાહિત હોય છે અને કહે છે કે તે રિવ્યૂ લેવા ઈચ્છે છે. પરંતુ તે વાત પર ધ્યાન ન આપે કે બોલ લાઇનની બહાર છે કે આ પ્રકારની અન્ય વાત.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news