World Cup IndvsWI: મેચ બાદ વિરાટે ધોનીને આપ્યો જીતનો શ્રેય
વેસ્ટ ઈન્ડિઝ પર 125 રનથી જીત મેળવ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ તેનો શ્રેય એમએસ ધોનીને આપ્યો છે. તેણે ધોનીની ખુબ પ્રશંસા કરી હતી. વિરાટે કહ્યું કે, કોઈપણ સ્થિતિમાં જીત અસંભવ હોતી નથી.
Trending Photos
માનચેસ્ટરઃ ભારતે વિશ્વ કપની 34મી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 125 રને કારમો પરાજય આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 268 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 143 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. મેન ઓફ ધ મેચ વિરાટ કોહલીએ 72 અને એમએસ ધોનીએ અણનમ 56 રન બનાવ્યા હતા. ભારતે આ વિશ્વકપમાં અત્યાર સુધી એકપણ મેચ ગુમાવી નથી. છ મેચમાં ભારતે પાંચ મેચમાં જીત મેળવી છે. જ્યારે એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગયો હતો.
મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, 'ધોનીને ખ્યાલ છે કે તેણે શું કરવાનું છે. એક દિવસ તે ન ચાલ્યો તો લોકો ચર્ચા કરવા લાગ્યા. તે હંમેશા વાપસી કરે છે. તેણે ઘણી મેચમાં વિજય અપાવ્યો છે. તે ટીમનો ભાગ હોવો તે અમારા સારા નસીબ છે. તે એવા ખેલાડીઓમાંથી છે જે સંભાળીને રમે છે અને રમતની યોજનાને લઈને ચાલે છે. તે ગેમને સારી રીતે સમજે છે. તે હંમેશા ફીડબેક આપે છે. ધોની આ રમતનો લેજન્ડ છે.'
વિરાટે કહ્યું, 'છેલ્લી બે મેચમાં તેવું ન હતું જે અમે વિચારી રહ્યાં હતા પરંતુ અમે જીત મેળવી. માઇન્ડસેટ યોગ્ય હોવો જોઈે. કંઇ અસંભવ નથી. અમે ગમે તે સ્થિતિમાં મેચ જીતી શકીએ.'
વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે કહ્યું, બોલરોએ સારૂ પ્રદર્શન કર્યું પરંતુ અમે સારી બેટિંગ ન કરી શક્યા. અમે કેટલિક તક ગુમાવી જે મોંઘી પડી. ધોનીને આઉટ કરી શકાતો હતો. કેમાર રોચનું પ્રદર્શન સારૂ રહ્યું. બોલરોનો પ્રયાસ સારો રહ્યો પરંતુ સુધારની જરૂરીયાત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે