VIDEO: પાકિસ્તાની ખેલાડીએ BCCIને કરી અપીલ- મને બે સપ્તાહ માટે હાર્દિક પંડ્યા આપી દો
કેરેબિયન ટીમ વિરુદ્ધ સન્માનજનક ઈનિંગ રમ્યા છતાં હાર્દિક પંડ્યાના પ્રદર્શનમાં પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકને કેટલિક ખામી જોવા મળી છે.
Trending Photos
નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ગુરૂવારે હાર્દિક પંડ્યાએ 46 રનની આક્રમક ઈનિંગ રમતા ભારતનો સ્કોર 268 સુધી પહોંચાડ્યો હતો. તેણે મહેન્દ્ર સિંહ ધોનીની સાથે મળીને 70 રનની ભાગીદારી કરી હતી. તેણે બોલિંગમાં એક વિકેટ પણ ઝડપી હતી.
કેરેબિયન ટીમ વિરુદ્ધ સન્માનજનક ઈનિંગ રમ્યા છતાં હાર્દિક પંડ્યાના પ્રદર્શનમાં પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકને કેટલિક ખામી જોવા મળી છે.
તે જણાવતા કે પંડ્યાની બેટિંગ ટેકનિકમાં ખામી છે, રઝાકે કહ્યું કે, તે ભારતીય ખેલાડીને વિશ્વના સૌથી શાનદાર ઓલરાઉન્ડર ખેલાડીઓની યાદીમાં સામેલ કરી શકે છે.
Abdul Razzaq "give me 2 weeks and I will make Hardik Pandya the world's best all-rounder" #Cricket pic.twitter.com/o3eIt69nfN
— Saj Sadiq (@Saj_PakPassion) June 27, 2019
રઝાકે ટ્વીટર પર લખ્યું, 'આજે હું હાર્દિક પંડ્યાને નજીકથી જોઈ રહ્યો હતો અને બોલને હિટ કરવા સમયે મને તેના શરીરનું સંતુલન યોગ્ય ન લાગ્યું. મેં તેનું ફુટવર્ક પણ જોયું જેથી ખ્યાલ આવ્યો કે તે આના કારણે આઉટ થઈ જાય છે.'
રઝાકે કહ્યું, જો હું તેને કોચિંગ આપી શકું, ઉદાહરણ માટે યૂએઈમાં, તો હું તેને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડીમાંથી એક બનાવી શકું છું. જો બીસીસીઆઈ તેને એક શાનદાર ઓલરાઉન્ડર બનાવવા ઈચ્છે છે તો હું હંમેશા હાજર છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે