World Cup ઈતિહાસનો સૌથી મોંઘો ભારતીય બોલર બન્યો ચહલ
આઈસીસી વિશ્વ કપ-2019ની ઈંગ્લેન્ડ સામેની મેચમાં યુજવેન્દ્ર ચહલે 10 ઓવરમાં 88 રન આપ્યા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય રિસ્ટ સ્પિનર યુજવેન્દ્ર ચહલનો જાદૂ બર્મિંઘમમાં ન ચાલ્યો. ચહલની ઈંગ્લિશ બેટ્સમેનોએ ખુબ ધોલાઈ કરી અને તે વિશ્વકપ ઈતિહાસમાં ભારત તરફથી એક મેચમાં સૌથી વધુ રન આપનારો પ્રથમ બોલર બની ગયો છે. આ સાથે તેના વનડે કરિયરનું સૌથી ખરાબ પ્રદર્શન પણ રહ્યું છે.
વિશ્વ કપમાં ભારત તરફથી સૌથી વધુ રન આપનાર બોલર બન્યો ચહલ
યુજવેન્દ્ર ચહલે વિશ્વકપ 2019ની લીગ મેચમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ખૂબ મોંઘો સાબિત થયો હતો. તેણે પોતાના સ્પેલની 10 ઓવરમાં કુલ 88 રન આપ્યા અને તેને એકપણ સફળતા ન મળી. આ મેચમાં તેની ઇકોનોમી 8.80ની રહી હતી. ચહલ હવે વિશ્વકપના ઈતિહાસમાં ભારત તરફથી સૌથી વધુ રન આપનારો બોલર બની ગયો છે. ચહલ પહેલા આ રેકોર્ડ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથના નામે હતો. તેણે 2003ના વિશ્વ કપની એક મેચમાં કુલ 87 રન આપ્યા હતા. હવે આ ખરાબ રેકોર્ડ ચહલના નામે થઈ ગયો છે.
વિશ્વ કપની એક મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર
-ચહલ - 88 vs Eng (2019)*
-શ્રીનાથ - 87 vs Aus (2003)
ચહલના વનડે કરિયરનું સૌથી ખરાબ પ્રદર્શન
રન પ્રમાણે યુજવેન્દ્ર ચહલના વનડે કરિયરનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું. આ પહેલા ચહલે કોઈપણ વનડેમાં આટલા રન આપ્યા નથી. તેણે વનડેમાં આ વર્ષે ઓસ્ટ્રેલિયા દરમિયાન મોહાલીમાં 10 ઓવરમાં 80 રન આપ્યા હતા. આ મેચમાં તેને એક સફળતા મળી હતી. તો ઈંગ્લેન્ડ વિરુદ્ધ 88 રન આપીને તેણે પોતાનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. ચહલે અત્યાર સુધી 47 વનડે મેચોમાં કુલ 82 વિકેટ ઝડપી છે. વનડેમાં તેનું બેસ્ટ પ્રદર્શન 42 રન આપીને 6 વિકેટ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે