142મી રથયાત્રા: નિજમંદિરમાં તૈયારીઓ શરૂ, પક્ષ અને વિપક્ષના નેતાઓ થશે સામેલ

142મી રથયાત્રાની નિજમંદિરમાં ધુમધામથી તૈયારીઓ ચાલી રહી છે. આ તહેવારમાં બે ભાઇઓની સાથે તેમની બહેનની પણ પુજા થતી હોય તેવો આ એકજ પુણ્ય ઉત્સવ છે. રથયાત્રામાં લોકો મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરવા માટે જોડાતા હોય છે. ત્યારે આ રથયાત્રામાં પક્ષ અને વિપક્ષના નેતાઓ પણ સામેલ થાય છે.
 

142મી રથયાત્રા: નિજમંદિરમાં તૈયારીઓ શરૂ, પક્ષ અને વિપક્ષના નેતાઓ થશે સામેલ

અમિત રાજપુત/અમદાવાદ: 142મી રથયાત્રાની નિજમંદિરમાં ધુમધામથી તૈયારીઓ ચાલી રહી છે. આ તહેવારમાં બે ભાઇઓની સાથે તેમની બહેનની પણ પુજા થતી હોય તેવો આ એકજ પુણ્ય ઉત્સવ છે. રથયાત્રામાં લોકો મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરવા માટે જોડાતા હોય છે. ત્યારે આ રથયાત્રામાં પક્ષ અને વિપક્ષના નેતાઓ પણ સામેલ થાય છે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા નજીક આવી રહી છે તેમ તેમ ભક્તો ભગવાનના દર્શન માટે અધિરા બન્યા છે. અષાઢી બીજના રોજ મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી હિંદ વિધીથી રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કરાવશે. ભગવાન જગન્નાથજી મામાના ઘરેથી અમાસના દિવસે નીજ મંદિર પરત ફરશે. જ્યાં નેત્રોત્સવ વિધી, વિશિષ્ટ પૂજન વિધી હાથ ધરાશે. આ પ્રસંગે મુખ્ય અતિથી પદે રાજ્યપાલ ઓ.પી. કોહલી, અતિથી વિશેષ તરીકે મેયર બિજલબેન પટેલ ઉપસ્થિત રહેશે.જ્યારે સાધુ સંતોનો ભંડારો યોજાશે જેમાં મુખ્ય અતિથી તરીકે ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ઉપસ્થિત રહેશે. 

  • સવારે 8 વાગ્યા જગન્નાથજી, સુભદ્રાજી, બળદેવજીનો ગર્ભ ગૃહમાં પ્રવેશ 
  • વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશિષ્ટ પુજન વિધિ, નેત્રોત્સવ વિધિ 
  • ભગવાનના આંખે પાટો  બાંધવામાં આવશે 
  • સવારે 9-30 વાગે ધ્વજારોહણ વિધિ થશે 
  • 10 વાગે મહાઆરતી 
  • બપોરે 11 વાગે સાધુ સંતો માટે ભંડારો 

મુખ્ય અતિથિ અમાસના દિવસે 

  1. રાજ્યપાલ ઓપી કોહલી 
  2.  પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી 
  3.  ધ્વજારોહણમાં મેયર બીજલ બેન પટેલ હાજર રહેશે

એકમના દિવસે ભગવાનને વિશિષ્ટ શણગાર કરવામાં આવશે. ત્યાર બાદ રથ પૂજન કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહેશે. સાથે જ વિશિષ્ટ પુજામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ હાજર રહેશે.

  • સવારે 8 વાગે ભગવાનને સોના વેશના દર્શન 
  • બપોરે 3 વાગે મંદિર પ્રાંગણમાં રથ પૂજન 
  • સાંજે 4 વાગે શાંતિ સમિતિની મુલાકાત 
  • સાંજે 6 વાગે પુજા અને આરતી મુખ્યપ્રધાનના હસ્તે 
  • સાંજે 8 વાગે મહાઆરતી 

જ્યારે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળશે. જેમાં મગળા આરતી સમયે મુખ્ય અતિથી કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ઉપસ્થિત રહેશે. સવારે ભગવાને ખીચડીનો ભોગ ધરાવાશે.. જેમાં 2500 કિલો ચોખા, 152 ડબ્બા ઘી, 600 કિલો દાળ અને 1400 કિલો ડ્રાયફ્રુટનો સમાવેશ થાય છે. 

  • અષાઢી બીજ રથયાત્રાના દિવસે કાર્યક્રમ 
  • સવારે 4 વાગે મંગળા આરતી 
  • સાંજે 4-30 વાગે ખીચડીનો વિશિષ્ટ ભોગ ભગવાનને ધરાવાશે 
  • સવારે 5 વાગે આદિવાસી નૃત્ય અને રાસ ગરબા 
  • સવારે 5.45 વાગે રથમાં ભગવાનનો પ્રવેશ 
  • સવારે 7-00 વાગે મંદિરથી રથયાત્રાનો શુભારંભ 

જ્યારે પણ રથયાત્રાનું શુભારંભ કરવામાં આવે ત્યારે દહીના પ્રસાદની સાથે ભગવાનને વિશિષ્ટ ભોગ ધરાવાય છે...જેમાં પરંપરા મુજબ ખીચડી કોળા ગવાર ફળીનું શાક હોય છે..વર્ષોથી જે પ્રમાણે પુરીમાં રથયાત્રા ઉજવાય છે..તેવી રીતે અમદાવાદમાં પણ રથયાત્રાનું ખુબજ મહિમા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news