અમદાવાદ સિવિલ હોસ્પિટલ

CORONA શિયાળામાં વધારે ઘાતક, 75 ટકા દર્દી ઓક્સિજન આપવું પડે તેવી ગંભીર સ્થિતીમાં આવે છે

શહેરમાં કોરોનાની સ્થિતી દિવાળી બાદ ફરી એકવાર સ્ફોટક થઇ ચુકી છે. આ સ્થિતીને ડામવા માટે તંત્ર દ્વારા સોમવાર સુધી સતત 57 કલાકના લોકડાઉનની જાહેરાત કરી છે. ત્યાર બાદ આગામી આદેશ સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત્ત રહેશે. જો કે સ્થિતી કેટલી સ્ફોટક છે તેનો ચિતાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી મળે છે. 

Nov 20, 2020, 10:07 PM IST

ઇન્દોરના 17 વર્ષીય બાળકની અમદાવાદ સિવિલ ખાતે એટલાન્ટો એક્સીઅલ ડીસલોકેશનની સફળ સર્જરી

ઇન્દોરમાં રહેતા 17 વર્ષીય સંદીપ 8 મહીના પહેલા એકાએક પડી જવાથી હલન-ચલનમાં તકલીફ પડવા લાગી. ધાબા પરથી પડી જવાથી તેમના ગળાના મણકામાં ગંભીર ઇજા થઇ હતી. જેના કારણે તેમનું પરિવાર ખૂબ જ ચિંતિત હતુ

Nov 4, 2020, 09:35 PM IST

અમદાવાદ: 7 માસની જન્મેલી બાળકીને 53 દિવસની સારવાર બાદ મળ્યું જીવનદાન

7 માસનું ગર્ભસ્થ શિશુ જન્મ પામતાં અરૂણાબેનને ત્યાં પારણું બંધાયુ. ત્યારે તેમના પરિવારમાં હર્ષોલ્લાસની લાગણી પ્રવર્તી હતી. પરંતુ આ લાગણીઓ સાથે એક ગંભીર ચિંતા પણ પ્રસરી હતી. આ બાળખી માત્ર 650 ગ્રામ વજન સાથે જન્મી હોવાના કારણે સમગ્ર પરિવાર ખૂબ જ ચિંતાતુર બન્યો છે. સિવિલના તબીબો માટે પણ આ ઘટના પહેલીવખત હોવાના કારણે ખૂબજ પડકારજનક બની રહી છે. અસામાન્ય સંજોગો સાથે જન્મેલી બાળકીને સિવિલના તબીબોએ સતત 53 દિવસ સારવાર કરી જીવતદાન બક્ષ્યું છે. અરૂણાબેનની લક્ષ્મી 1 કિલો 200 ગ્રામ વજન સાથે ઘર આંગણે પ્રવેશી. હવે બાળકી સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઇ માતાનું સ્તનપાન પણ કરી શકે છે.

Jul 22, 2020, 07:10 PM IST

ઓસ્ટ્રેલિયાના નાગરિક મૂળ અમદાવાદના ડોક્ટર સિવિલમાં કરી રહ્યાં છે કોરોના દર્દીઓની સેવા

સમગ્ર રાજ્ય સહિત દેશમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધતો જઇ રહ્યો છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ઓસ્ટ્રેલિયાના નાગરિક મૂળ અમદાવાદના ડોક્ટર કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. આ અંગે ડોક્ટર હિતેશ પટેલે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલે મને ઓળખાણ આપી છે. હું આજે સફળતાના જે કંઇપણ મુકામે છું તે સિવિલ હોસ્પિટલના કારણે જ છું. કોરોનાની મહામારીમાં જ્યારે સિવિલ હોસ્પિટલને મારી જરૂરિયાત હોય ને હું ઘધરે બેસી રહું તે કેમનું ચાલે...

Jul 19, 2020, 04:29 PM IST

અમદાવાદ સિવિલના 12 તબીબ સુરતની કોવિડ-19 હોસ્પિટલમાં ફરજ બજાવશે

સુરત (Surat) માં દિન પ્રતિદિન કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. સ્થિતિ એવી છે કે કોરોના (Corona Virus) થી લોકોને બચાવનારા તબીબો પોતે કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ના 12 તબીબો સુરતમાં ફરજ બજાવશે. 

Jul 13, 2020, 08:13 AM IST

સિવિલમાં ફરજ દરમિયાન થયા કોરોનાગ્રસ્ત, 12 દિવસે મ્હાત આપી ફરજ પર પરત ફર્યા સરલાબેન

12 દિવસ કોરોના સામે ઝઝૂમી તેને પરાસ્ત કરી સરલાબેન મોદી ઘરે પરત ફર્યા ત્યારે ઘેર ઉંધ ન આવે. 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન સમયગાળા દરમિયાન દિલ-દિમાગમાં એક જ વસ્તુ ફર્યા કરે કે મારા સિવિલ હોસ્પિટલ પરિવારને મારી જરૂર છે. સિવિલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને મારી જરૂર છે. જેવો હોમ ક્વોરન્ટાઇનનો સમયગાળો પૂરો થયો કે તરત જ ફરી વખત જોમ અને જુસ્સા સાથે ફરજ પર હાજર થયા.

Jul 4, 2020, 07:37 PM IST

રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે: કોરોનાના સંકટમાં ડોક્ટરોએ ફરી એકવાર ભજવી ભગવાનની ભૂમિકા

આજે રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે છે. ત્યારે કોરોના સંકટમાં ડોક્ટરો ફરી એકવાર ભગવાનની ભૂમિકા ભજવી રહ્યાં છે. જે રોગનો ઈલાજ નથી તેવા રોગ સામે લડીને હજારો કોરોના દર્દીઓને ડોક્ટરોએ સાજા કર્યા છે. ડોક્ટર્સ ડે નિમિતે Zee 24 કલાકે અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલા કિડની હોસ્પિટલના ડોક્ટર વિનીત મિશ્રા સાથે ખાસ વાતચીત કરી હતી.

Jul 1, 2020, 06:08 PM IST

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દેશની સૌપ્રથમ પ્લાઝમા બેંકની કરાઈ સ્થાપના

અમદાવાદ સિવિલમાં ડેડિકેટેડ ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલ ખાતે દેશની સૌ પ્રથમ પ્લાઝમા બેન્ક ૨૪ જૂનથી કાર્યરત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૩૦ કરતાં વધુ પ્લાઝમા ડોનર દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે જેમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સનો પણ સમાવેશ થાય છે

Jun 30, 2020, 06:39 PM IST

મલાજો ભુલ્યા મદદગાર: સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર વેન્ટિલેટર પર ગયેલા દર્દીને મૃત જ સમજે છે?

સિવિલ હોસ્પિટલ નામ પર જ પહેલાથી સવાલો ઉઠતા રહ્યા છે. પછી તે અમદાવાદની સિવિલ હોસ્પિટલ હોય કે સુરતની સિવિલ હોસ્પિટલ. જો કે હાલમાં જે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે જોઇને કોરોના કાળમાં પેદા થયેલી ડોક્ટર્સની તમામ ઇમેજને ધોઇ નાખશે. સુરત સિવિલનાં એક ડોક્ટરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે એક બચી શકે તેવા દર્દીને આ મરવાનો જ છે તેમાં જોવાનું કંઇ  છે જ નહી. જોઇને જ ખબર પડી જાય છે કે આ મરી જશે. તેવા નિવેદન આપતો જોવા મળે છે. આશ્ચર્યજનક રીતે એ દર્દી હાલ રિકવર થઇ ચુક્યો છે. 

Jun 27, 2020, 06:16 PM IST

દોઢ વર્ષનું બાળક રમતા રમતા ચિકન પીસનું હાડકું ગળી ગયો, અને નાનો ટુકડો ગળામાં ફસાયો

'દોઢ વર્ષનો દીકરો એક-એક શ્વાસ માટે સંઘર્ષ કરતો હોય... શ્રમિક પિતાને દીકરાને લઈ દર દર ભટકવુ પડ્યું હોય... સારવાર તો ઠીક જમવાના પણ માંડ પૈસા પાસે હોય... ત્યારે જે મજબૂરી અનુભાય એ કોઇ અભિષાપથી કમ નથી હોતી... અધૂરામાં પૂરું દરેક જગ્યાએથી એક જ જવાબ મળ્યો. ‘કોમ્પ્લિકેશન વધારે છે સિવિલમાં લઈ જાઓ...’ સાદિકને સિવિલ હોસ્પિટલ લઇ જવાયો...' અને સાદીક 

Jun 6, 2020, 02:28 PM IST

અમદાવાદમાં વધતા કેસો વચ્ચે સારા સમાચાર, રિકવરી રેટમાં 140 ટકાનો વધારો

 આ અંગે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કે, હોસ્પિટલથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની વધતી સંક્યાની પાછળ મુખ્ય કારણ આઈસીએમઆરના નવા દિશાનિર્દેશો પણ હોઈ શકે છે.

May 23, 2020, 12:51 PM IST

અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોરોનાના દર્દીઓ માટે મોતનો કુવો, ગુજરાતના 50% મોત અહીં થયા

ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 774 પર પહોંચી ગયો છે. ત્યારે તેમાંથી 351 મોત (corona death) માત્ર અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad civil hospital) માં થયા છે. અમદાવાદમાં કોરોના વાયરસ રોગીઓની સારવાર કરનારી અન્ય સરકારી હોસ્પિટલમાં સોલા સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલ છે. અસારવા વિસ્તારમાં આવેલ આ મોટી સિવિલ હોસ્પિટલને એશિયાની સૌથી મોટી નગરનિગમની હોસ્પિટલમાં સ્થાન મળ્યું છે. અહીં કોવિડ-19 રોગીઓની સારવાર માટે 1200 બેડ ફાળવવામાં આવ્યા છે. 

May 22, 2020, 07:59 AM IST

રાજકોટના ધમણ-1 વેન્ટિલેટર પર ઉઠ્યા સવાલો, કોરોનાના ગંભીર દર્દીઓના મોત થયા હોવાનો તબીબોનો દાવો

કોરોના વાયરસને પગલે દર્દીઓની વધી રહેલી સંખ્યાને પહોંચી વળવા માટે તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં માત્ર 10 દિવસમાં વેન્ટિલેટર બનાવવાની સફળ કામગીરીની જાહેરાત કરી હતી. રાજકોટની એક કંપની જ્યોતિ સીએનસીએ માત્ર 10 દિવસમાં નવુ વેન્ટિલેટર બનાવ્યું હતું, જેને ધમણ-1 નામ અપાયું હતું. ત્યારે આ વેન્ટીલેટર પર સવાલો ઉભા થયા છે. અમદાવદના સિવિલના તબિબોએ લેખિતમાં આ અંગે ફરિયાદ કરી છે કે, ધમણ વેન્ટીલેટર કોરોનાના દર્દીઓ માટે ધાર્યું પરિણામ આપતી શક્તુ નથી. 

May 17, 2020, 05:51 PM IST

સિવિલ હોસ્પિટલની બેદરકારી, 8 મેએ દર્દીનું મોત, પરિવારને ન મળી કોઈ જાણકારી

પોરબંદરના એક દર્દીનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 8 મેએ મૃત્યુ થયું અને પરિવારજનોને 13 મેએ જાણકારી મળી છે. 

May 13, 2020, 03:11 PM IST

અમદાવાદ : હોસ્પિટલમાં ગંભીર દર્દીઓનો ચેપ અન્ય દર્દીઓને ન લાગે તે માટે એક્શન લેવાયું

અમદાવાદ (Ahmedabad) સિવિલ હોસ્પિટલ (civil hospital) પરિસરમાં આવેલી કોવિડ ડેડિકેટેડ 1200 બેડ ની હોસ્પિટલ તથા 500 બેડની ક્ષમતાવાળી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સંચાલિત કેન્સર હોસ્પિટલમાંથી ત્રણ દિવસમાં 465 દર્દીઓને અન્યત્ર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 247 દર્દીઓ હોમ આઈસોલેશનમાં, 127 દર્દીઓને સમરસ હોસ્ટેલમાં તથા 73 દર્દીઓને હોટલમાં ટ્રાન્સફર કરાયા છે. 

May 6, 2020, 12:19 PM IST

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ન જવાના ડરે જુનાગઢના 5 ડોક્ટરોએ રાજીનામા આપ્યા

અમદાવાદમાં કોરોના વાયરસને લઈને ઉભી થયેલી સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યની છ અલગ અલગ મેડિકલ કોલેજોમાંથી અલગ-અલગ વિભાગના 6૦ જેટલા રેસિડેન્ટ ડોક્ટરોને પ્રતિનિયુક્તિ ઉપર અમદાવાદ મૂકવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad civil hospital) માં ઊભી કરાયેલી 1200 બેડની કોવિડ 19 હોસ્પિટલમાં એક અઠવાડિયાના રોટેશનના આધારે પ્રતિનિયુક્તિ પર કામગીરી બજાવશે. જેમાં જુનાગઢ (Junagadh)ના પાંચ તબીબોએ અમદાવાદ જવાની ના પાડીને રાજીનામા આગળ ધર્યાં છે. અમદાવાદમાં સ્ફોટક રીતે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, તો સાથે જ મોટી સંખ્યામાં તબીબો પણ કોરોનાના સંક્રમણમાં આવી રહ્યાં છે. 

May 6, 2020, 10:11 AM IST
Patency Test Of Accused Comes Positive In Vadodara Rape Case PT3M52S

વડોદરા દુષ્કર્મ કેસ મામલે આરોપીઓનો પેટેન્સી ટેસ્ટ આવ્યો પોઝિટિવ

વડોદરાના નવલખી મેદાન સામુહિક દુષ્કર્મના મામલે ગેંગરેપના બંને આરોપીઓનો પોટેન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આરોપી કિશન માથાસૂરિયા અને જશો સોલંકીના અમદાવાદ સિવિલ ખાતે ટેસ્ટ લેવાયા હતા. 17મી તારીખે બંને આરોપીઓના 8 દિવસના પોલીસ રિમાન્ડ પુરા થશે. પોલીસ અન્ય પુરાવાઓ એકત્રિત કરી રહી છે.

Dec 14, 2019, 12:20 PM IST

સફળ ઓપરેશન: અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની કમાલ, મોહિનીને ફરી રમતી કરી

સફળ ઓપરેશન : ડોક્ટરોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. આ વાત ફરી એકવાર અમદાવાદ સિવિલના ડોક્ટરોના સફળ પ્રયાસોના માધ્યમથી સાબિત થઈ છે. સિવિલના ENT વિભાગના ડોક્ટરો દ્વારા મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલોલમાં મજુરી કામ કરીને જીવન નિર્વાહ કરતા ગરીબ પરિવારની 4 વર્ષીય મોહિની રાજપૂત નામની બાળકીને નવુ જીવન બક્ષ્યુ છે, જેના શ્વાસનળીમાં દોઢ સેન્ટીમીટરની સાઈઝનો પથ્થર ફસાઈ ગયો હતો. હવે આ બાળકી ફરીથી રમતી થઈ છે.

Dec 10, 2019, 02:29 PM IST