BJP નેતા કૈલાશ વિજયવર્ગીયએ 20 વર્ષ બાદ ગ્રહણ કર્યું અન્ન, પુરો થયો આ સંકલ્પ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya)એ વર્ષો પહેલાં લીધેલો એક સંકલ્પ પુરો થઇ ગયો છે. જેના લીધે તેમણે 20 વર્ષ બાદ અન્ન ગ્રહણ કર્યું. જોકે 20 વર્ષ પહેલાં કૈલાશ વિજયવર્ગીય ઇન્દોરના મેયર તરીકે ચૂંટાયા હતા. આ દરમિયાન તેમને એક મહાત્માએ જણાવ્યું હતું કે શહેરમાં પિતૃ દોષ છે.

BJP નેતા કૈલાશ વિજયવર્ગીયએ 20 વર્ષ બાદ ગ્રહણ કર્યું અન્ન, પુરો થયો આ સંકલ્પ

ઇન્દોર: ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya)એ વર્ષો પહેલાં લીધેલો એક સંકલ્પ પુરો થઇ ગયો છે. જેના લીધે તેમણે 20 વર્ષ બાદ અન્ન ગ્રહણ કર્યું. જોકે 20 વર્ષ પહેલાં કૈલાશ વિજયવર્ગીય ઇન્દોરના મેયર તરીકે ચૂંટાયા હતા. આ દરમિયાન તેમને એક મહાત્માએ જણાવ્યું હતું કે શહેરમાં પિતૃ દોષ છે, જેથી શહેરનો વિકાસ અટકાયેલો છે. જેના નિવારણ માટે હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવી પડશે. એવામાં તેમણે પિતૃ પર્વત પર બજરંગબલીની પ્રતિમાની સ્થાપના બાદ અન્ન ગ્રહણ કરવાનો સંકલ્પ કર્યો હતો. 

મહાત્માના કહેવા પર કૈલાશ વિજયવર્ગીયએ બજરંગબલીની પ્રતિમા સ્થાપિત કરવા માટે પ્રક્રિયા શરૂ કરી. શરૂઆત શહેરની જૂની દેવધર્મ ટેકરી પર પૂર્વજોની યાદમાં ઝાડ લગાવવાથી થઇ. ગત 20 વર્ષમાં અહીં લગભગ એક લાખ વૃક્ષો ઉગાડવામાં આવ્યા. ત્યારબાદ ભગવાન હનુમાનની અષ્ટધાતુની પ્રતિમા બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું. 

આજે પુરી થશે પ્રાણ પ્રતિષ્ઠા
ગ્લાલિયરના 125 કારીગરોએ 7 વર્ષમાં પ્રતિમા તૈયાર કરી. જેને આ મહિને સ્થાપિત કરવામાં આવી છે. તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 24 ફેબ્રુઆરીથી ચાલી રહ્યો છે, જે આજે એટલે કે 3 માર્ચના રોજ પુરો થશે. તમને જણાવી દઇએ કે હનુમાનજીની પ્રતિમા 72 ફૂટ ઉંચી અને 108 ટન વજનની છે. પ્રતિમા લગભગ 15 કરોડ રૂપિયા ખર્ચે તૈયાર થઇ છે. 
 
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જૂના અખાડાના પીઠાધીશ્વર મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરી મહારાજ, સંત મોરારીબાપુ અને વૃંદાવનથી મહામંડલેશ્વર ગુરૂશરણાનંદજી મહારાજ પહોંચ્યા. તેમના હાથે કૈલાશ વિજયવર્ગીયએ અન્ન ગ્રહણ કર્યું. 

બે દાયકાથી ખાધુ નથી અન્ન
કૈલાશ વિજયવર્ગીય બે દાયકાથી અન્ન ખાતા ન હતા. તેમણે ઘઉ, ચોખા, મકાઇ, બજારી, જુવાર સહિત તમામ દાળોનો ત્યાગ કર્યો હતો. તે ફક્ત મોરયૌ, રાજગરો, સાબૂદાણા, ફળ અને શાકભાજી જ ખાતા હતા. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news