કોળી સમાજ

અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી બાવળિયાનું રાજીનામું, કહ્યું કામનું ભારણ વધારે છે

અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ પદેથી કુંવરજી બાવળીયાએ મુક્ત થવાનો નિર્ણય કર્યો છે. તેઓએ વીડિયો બનાવી આ અંગેની જાહેરાત કરી હતી. તેઓ 2017થી અખિલ ભારતીય ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે કાર્યરત છે. તેઓએ વીડિયોમાં જણાવ્યું કે, કેબિનેટ મંત્રીપદનો કાર્યભાર અને જુદી જુદી સંસ્થામાં જોડાયેલા હોવાથી આ સંગઠનના કામને પહોંચી નહી વળતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. દેશનાં 17 રાજ્યોમાં કોળી સમાજના સંગઠનો ચાલે છે. 

Aug 1, 2021, 09:28 PM IST

ચૂંટણી આવે એટલે સોલંકી બ્રધર્સને હંમેશાં વાંકું કેમ પડે છે? શું કોળી મુખ્યમંત્રીની દાવેદારી શક્ય છે ખરી?

  • ગુજરાતમાં સૌથી મોટી વોટબેન્ક એવા કોળી સમાજમાંથી ફક્ત એક વાર નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે
  • સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતના ૮ જિલ્લાની ૩૫-૩૭ વિધાનસભા બેઠકો પર કોળી સમાજ નિર્ણાયક સાબિત થાય છે
  • સી.ડી.પટેલના ટૂંકા કાર્યકાળને બાદ કરતાં એકપણ કોળી નેતા નાયબ મુખ્યમંત્રી પણ બન્યા નથી

Jun 25, 2021, 11:52 AM IST

પુરુષોત્તમ સોલંકીનું મોટું રાજકીય નિવેદન, કુંવરજી બાવળિયાથી મારા કદને કોઈ ફરક નહિ પડે

  • કોળી સમાજના ટ્રસ્ટી મંડળને ફરી બેઠું કરવા માટે યોજાઇ બેઠક.
  • મંત્રીમંડળમાંથી પુરુષોત્તમ સોલંકીને પડતા મૂકી શકાય છે તેવી વાતો સંદર્ભે પુરુષોત્તમ સોલંકી સ્પષ્ટતા કરી

Sep 26, 2020, 12:51 PM IST
Desh Pradesh: Koli Samaj Was Offended By Congress Leadership PT26M12S

દેશ પ્રદેશ: કોંગ્રેસની નેતાગીરીથી કોળી સમાજ નારાજ

કોંગ્રેસની નેતાગીરીથી કોળી સમાજ નારાજ જોવા મળી રહ્યો છે. લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલનું ચોંકાવનારું નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં કોળી સમાજનું પ્રભુત્વ ઘટ્યું છે. રાજ્યસભામાં કોળી સમાજને ટીકીટ આપવા અહમદભાઈ પટેલને રજુઆત કરી છે.

Mar 11, 2020, 10:10 PM IST

કોંગ્રેસની નેતાગીરીથી કોળી સમાજ ખુબ નારાજ, MLA સોમાભાઈ પટેલનું ચોંકાવનારું નિવેદન 

ભાજપે આજે ગુજરાતની રાજ્યસભાની બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી. અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાને તક અપાઈ છે. આ બાજુ કોંગ્રેસમાં રાજ્યસભાની બેઠક માટે કોને તક આપવી તે મુદ્દે ભારે જદ્દોજહેમત ચાલી રહી છે. કોંગ્રેસની ઉમેદવારી માટે કોળી સમાજનું લોબિંગ ચાલી રહ્યું છે. કોળી સમાજ નારાજ જણાઈ રહ્યો છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસમાં પહેલા જેવું કોળી સમાજનું પ્રભુત્વ નથી. કોળી સમાજના આગેવાનો આજે ગાંધીનગરમાં ભેગા થયા અને એક બેઠક યોજાઈ. 

Mar 11, 2020, 08:11 PM IST

પ્રભાસ પાટણ : અહીં અગિયારસના દિવસે નવરાત્રિની અનોખી રીતે પુર્ણાહુતિ કરાય છે

ગીર સોમનાથ (Gir Somnath) ના પ્રભાસ પાટણ (Prabhas Patan) ખાતે અનોખી રીતે ગરબી (Garba)ની પૂર્ણાહુતી કરાઈ હતી. સમુદ્રી માતાના અતિ પ્રાચીન મંદિરે વર્ષે એકવાર ગરબી યોજાય છે, જેમાં 4 થી 5 હજાર જેટલા લોકો આ ગરબીમાં ઉમંગભેર પરંપરાગત પહેરવેશ સાથે પહોંચે છે. આ ઉપરાંત તેઓ વિવિધ પ્રકારની વેશભૂષા ધારણ કરીને પણ ગરબીને મજેદાર બનાવે છે. અહીં દશેરા(Dussehra 2019) ના બીજા દિવસે એટલે કે અગિયારના રોજ ગરબી કરવાનું મહત્વ રહેલું છે.

Oct 10, 2019, 09:51 AM IST

મિશન 2019: ગુજરાતના કોળી સમાજનું સંમેલન, CM રૂપાણી આપશે હાજરી

આગામી ચૂંટણીને લઇ ભાજપ સરકારનું મિશન 2019ને લઇ ચોટીલાના સાંગાણીમાં અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન ભાજપ માટે ખુબ મહત્વુનું માનવામાં આવી રહ્યું છે.

Feb 2, 2019, 09:48 AM IST

જસદણ પેટાચૂંટણી પહેલા ભાજપને આંચકો, પૂર્વ ધારાસભ્ય લાલજી મેરે પાર્ટી છોડી

લાલજી મેર ધંધુકાના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ 2012માં અહીંથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. 
 

Nov 24, 2018, 03:00 PM IST
04:38

ભાજપમાં જોડાયા બાદ કુંવરજી બાવળીયાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

EXCLUSIVE Kunvarji Bavaliya in conversation with Zee 24 Kalak

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/

Jul 3, 2018, 05:26 PM IST

કુંવરજી બાવળિયા કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો, ભાજપમાં જોડાશે

કોંગ્રેસના નારાજ નેતા કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.  કુંવરજી બાવળિયાએ સ્પિકર રાજેંદ્ર ત્રિવેદી નિવાસસ્થાને રાજીનામું સોંપ્યું હતું. બાવળિયાના રાજીનામા બાદ પ્રદેશ કોંગ્રેસે વધુ દિગ્ગજ ચહેરો ગુમાવ્યો દીધો છે. આજે જ ભાજપમાં જોડાઇ શકે છે. કુંવરજી બાવળિયાને કેબિનેટમાં સમાવેશ કરાશે. 

Jul 3, 2018, 10:38 AM IST