ખગોળીય ઘટના News

આવતીકાલે 23 સપ્ટેમ્બરે અદભૂત ખગોળીય ઘટના બનશે, જેને તમે અનુભવી શકશો
સૂર્ય (Sun)ના ઉત્તરીય ગોળાર્ધ પર વિષવવૃત્ત રેખા હોવાને કારણે આવતીકાલે 23 સપ્ટેમ્બર (23 September) ના રોજ દિવસ અને રાત એકસરખા હશે. ખગોળીય ઘટના બાદ દક્ષિણ ગોળાર્ધમાં સૂર્ય પ્રવેશ કરશે અને ઉત્તરીય ગોળાર્ધમાં ધીરે ધીરે રાત મોટી થવા લાગશે. પૃથ્વીના મૌસમ પરિવર્તન માટે વર્ષમાં ચારવાર 21 માર્ચ, 21 જૂન, 23 સપ્ટેમ્બર તથા 22 ડિસેમ્બરના રોજ થનારી ખગોળી ઘટના સામાન્ય માણસના જીવનને પ્રભાવિત કરે છે. આવું ખગોળ વિજ્ઞાનકોનો મત છે. 23 સપ્ટેમ્બરના રોજ થનારી ઘટનામાં સૂર્ય ઉત્તર ગોળાર્ધમાંથી દક્ષિણ ગોળાર્ધમાં પ્રવેશે છે. સાથે જ તેના કિરણ ત્રાસા હોવાને કારણે ઉત્તરીય ગોળાર્ધમાંથી મોસમમાં ઠંડી રાત અનુભવાય છે. જેથી સાયન સૂર્યની તુલા રાશિમાં પ્રવેશ થવા પર 23 સપ્ટેમ્બરના રોજ દિવસ-રાત એકજેવા હશે. આ દિવસે બાર કલાકનો દિવસ અને બાર કલાકની રાત હશે. સૂર્યોદય અને સૂર્યાસ્ત એક જ સમયે થશે. 
Sep 22,2019, 14:03 PM IST

Trending news