લોકડાઉન વચ્ચે આજે રાત્રે આકાશમાં દેખાશે અદભૂત નજારો

શુક્ર ગ્રહ (Venus) તમામ ગ્રહોમાં સૌથી વધુ ચમકદાર ગ્રહ હોય છે. તેને ઈવનિંગ સ્ટાર પણ કહેવામાં આવે છે. પરંતુ મંગળવારે એટલે કે આજે 28 એપ્રિલની રાતે શુક્ર ગ્રહ સૌથી વધુ ચમકીલો જોવા મળશે. રાતમાં તમે ચંદ્ર અને શુક્રને સાથે સાથે જોઈ શકો છો. 
લોકડાઉન વચ્ચે આજે રાત્રે આકાશમાં દેખાશે અદભૂત નજારો

ઝી મીડિયા/બ્યૂરો :શુક્ર ગ્રહ (Venus) તમામ ગ્રહોમાં સૌથી વધુ ચમકદાર ગ્રહ હોય છે. તેને ઈવનિંગ સ્ટાર પણ કહેવામાં આવે છે. પરંતુ મંગળવારે એટલે કે આજે 28 એપ્રિલની રાતે શુક્ર ગ્રહ સૌથી વધુ ચમકીલો જોવા મળશે. રાતમાં તમે ચંદ્ર અને શુક્રને સાથે સાથે જોઈ શકો છો. 

26 એપ્રિલના રોજ અર્ધચંદ્રકાર ચંદ્ર શુક્રની સાથે જોવા મળ્યો હતો, એટલે કે આ બંને ગ્રહ એક જ આકાશીય દેશાંતર પર હતા અને આકાશમાં એકસાથે જોવા મળી રહ્યા હતા. 

જોકે, આ એક અદભૂત સંયોગ કહી શકાય, જ્યારે મોટાભાગની ખગોળીય વસ્તુઓને સૂર્યની રોશનીને કારણે જોઈ શકાતી નથી. પરંતુ તેમ છતા શુક્ર ગ્રહ એટલો ચમકદાર હોય છે કે, તમે તેને દિવસના અજવાળામાં પણ જોઈ શકો છે. પરંતુ એ ત્યારે જ શક્ય છે કે, તમને માલૂમ હોવુ જોઈએ કે તેને ક્યાં જોવુ છે. પરંતુ સાંજ ઢળતા જ તેને સરળતાથી જોઈ શકાય છે. 

26 એપ્રિલના રોજ ચંદ્ર સૌથી નજીક હોવાના બાદ, આગામી બે દિવસો સુધી શુક્રની ચમક વધશે. એટલે કે, મંગળવારે આજે 28 એપ્રિલે શુક્ર ગ્રહ સૌથી વધુ ચમકદાર જોવા મળશે. સમગ્ર વર્ષમાં આ સમયે શુક્રની ચમક પોતાની ચરમસીમા પર હશે.

કોરોના દર્દીઓની આ કામગીરી માટે તમે અમદાવાદની સિવિલ હોસ્પિટલને 100 માંથી 100 માર્કસ આપશો

પોતાના સૌથી વધુ ચમકીલા સ્તર પર, શુક્ર  - 4.7 મેગ્નીટ્યુડ પર ચમકશે. મેગ્નીટ્યુડ ચમકને માપવા માટેનું માપ હોય છે, જેને ખગોળશાસ્ત્રીઓ ઉપયોગમાં લે છે. સંખ્યા ઓછી હોવાનો મતલબ એ છે કે, ચમકદાર હોવું. સંખ્યા નેગેટિવ હોય તો અસાધારણ રૂપથી ચમક વધે છે. 

શુક્ર હાલ રાતના આકાશમાં બીજો સૌથી ચમકદાર ગ્રહ બની રહેશે. એટલે કે, ચંદ્રમા બાદ શુક્ર જ સૌથી ચમકદાર હશે. મંગળવારની રાત્રે શુક્ર પોતાના સૌથી પ્રતિયોગી ગ્રહ બૃહસ્પતિ (જ્યુપિટર) ની સરખામણીમાં નવ ગણો વધુ ચમકદાર રહેશે. 

આ સપ્તાહ બાદ ઈવનિંગ સ્ટારી ચમક ધીરે ધીરે ઘટવાની શરૂઆત થશે. અને મે મહિનાના  અંતમા તે ચમક સૂર્યની રોશનીમાં ગાયબ થઈ જશે. તો જૂનની શરૂઆતમાં મોર્નિંગ સ્ટારના રૂપમાં ફરીથી દેખાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news