Farmers Protest: ખેડૂતોના પત્રનો સરકારે આપ્યો જવાબ, અન્નદાતાને કરી આ ખાસ અપીલ

ખેડૂતો (Farmers) ના આંદોલન (Farmers Protest)  વચ્ચે સરકાર તરફથી ખેડૂતોને ફરી એકવાર પત્ર લખવામાં આવ્યો છે. કૃષિ મંત્રાલય તરફથી લખાયેલા આ પત્રમાં કહેવાયું છે કે સરકાર ખેડૂતોની દરેક માગણી પર ચર્ચા કરવા માટે તૈયાર છે. સરકારે સ્પષ્ટ રીતે કહ્યું કે હજુ પણ વાતચીતના રસ્તા ખુલ્લા છે. સરકારના કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે આ પત્ર લખ્યો છે. 

Farmers Protest: ખેડૂતોના પત્રનો સરકારે આપ્યો જવાબ, અન્નદાતાને કરી આ ખાસ અપીલ

નવી દિલ્હી: ખેડૂતો (Farmers) ના આંદોલન (Farmers Protest)  વચ્ચે સરકાર તરફથી ખેડૂતોને ફરી એકવાર પત્ર લખવામાં આવ્યો છે. કૃષિ મંત્રાલય તરફથી લખાયેલા આ પત્રમાં કહેવાયું છે કે સરકાર ખેડૂતોની દરેક માગણી પર ચર્ચા કરવા માટે તૈયાર છે. સરકારે સ્પષ્ટ રીતે કહ્યું કે હજુ પણ વાતચીતના રસ્તા ખુલ્લા છે. સરકારના કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે આ પત્ર લખ્યો છે. 

કેન્દ્ર સરકારે ખેડૂતો સાથે વાતચીત કરવાની પ્રતિબદ્ધતા દોહરાવતા ખેડૂતોને ફરીથી જવાબી પત્ર લખ્યો છે. 23 તારીખના રોજ ખેડૂતો તરફથી મળેલા પત્રના જવાબમાં આ પત્ર લખવામાં આવ્યો. 

કેન્દ્ર સરકારે ફરીથી કહ્યું કે ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે તેઓ વાતચીત માટે તારીખ જણાવે. કેન્દ્ર સરકાર ખેડૂતો તરફથી ઉઠાવવામાં આવેલા દરેક મુદ્દાના સમાધાન માટે તત્પર છે. સરકારના કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે આ પત્ર લખ્યો છે. 

centres letter to farmers

અત્રે જણાવવાનું કે સરકાર અને ખેડૂતો વચ્ચે થયેલી વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નથી. દેશના કૃષિમંત્રીએ ખેડૂતોને ભરોસો અપાવ્યો છે કે તેમને તેમના પાકના યોગ્ય ભાવ જ મળશે. પરંતુ ખેડૂતો હજુ પણ નવા કૃષિ કાયદાને પાછા ખેંચવાની માગણી પર અડીખમ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news