Farmers Protest: મોદી સરકારના કટ્ટર વિરોધી એવા આ દિગ્ગજ નેતાએ નવા કૃષિ કાયદાનું કર્યું સમર્થન, ખેડૂતોને કરી આ અપીલ
કુમારસ્વામીએ કહ્યું કે, 'ખેડૂતોના પ્રદર્શનથી એવી છબી બની છે કે ભારતમાં કેટલીક સમસ્યા છે. મારી હ્રદયપૂર્વક ઈચ્છા છે કે ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે જે પ્રતિષ્ઠા મેળવી છે અને તેની જે છબી બની છે તેને નવા કૃષિ કાયદાની સાથે સાથે તેના વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શનોથી ધક્કો ન લાગવો જોઈએ.'
Trending Photos
બેંગલુરુ: દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) વચ્ચે જનતા દળ (સેક્યુલર)ના નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી (HD Kumarswamy) એ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ નવા કૃષિ કાયદાને ખુલ્લા મનથી એકવાર પ્રયોગ કરીને જુએ. તેમણે ખેડૂત આંદોલનથી વૈશ્વિક સ્તરે ભારતની છબી પર પડનારી અસર અંગે પણ સાવધાન કર્યા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગતિરોધ દૂર કરવા માટે આહ્વાન કર્યું છે.
For quite sometime there has been a strong pubic opinion that Indian agricultural sector is caught in a vicious circle. It is very much necessary on our part to be ready for any experiment if it can bring about welfare of farm sector by rescuing it from the vicious circle.
— H D Kumaraswamy (@hd_kumaraswamy) December 26, 2020
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે આ માટે કેન્દ્ર અને પ્રદર્શનકારી ખેડૂતો વચ્ચે સારો સમન્વય હોવો જોઈએ. કુમારસ્વામીએ કહ્યું કે, 'વરિષ્ઠ કેન્દ્રીય નેતા રાજનાથ સિંહની નવા કાયદા પર કરાયેલી ટિપ્પણીથી આશા જાગી છે. તેમણે ખેડૂતોને અપીલ કરી કે તેઓ નવા કાયદાને લાગુ કરવાનો પ્રયોગ થવા દે. તેમણે કોઈ પણ સમસ્યા ઊભી થતા કાયદો પાછો ખેંચવાનો ભરોસો પણ આપ્યો છે. મારું માનવું છે કે ખેડૂતોએ તેના પર વિચાર કરવો જોઈએ.'
Hence, I personally feel that farmers should have an open mind towards “experimenting” with the new legislations. But there has to be proper co-ordination between the Centre and the protesters.@nstomar
— H D Kumaraswamy (@hd_kumaraswamy) December 26, 2020
કૃષિ ક્ષેત્ર ચક્રવ્યુહમાં ફસાયો, નવા પ્રયોગ માટે તૈયાર રહેવું જોઈએ
એક સાથે અનેક ટ્વીટ કરીને કુમારસ્વામીએ કહ્યું કે થોડા સમયથી એ વિચાર મજબૂત થયો છે કે ભારતીય કૃષિ ક્ષેત્ર એક ચક્રવ્યુહમાં ફસાયો છે અને આથી આપણા માટે એક ખુબ જરૂરી છે કે જો ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના હિતમાં હોય તો તેવા કોઈ નવા પ્રયોગ માટે તૈયાર રહેવામાં આવે.
ભારતે જે છબી બનાવી છે, તેને આવા પ્રદર્શનોથી ધક્કો ન લાગે
કુમારસ્વામીએ કહ્યું કે, 'ખેડૂતોના પ્રદર્શનથી એવી છબી બની છે કે ભારતમાં કેટલીક સમસ્યા છે. મારી હ્રદયપૂર્વક ઈચ્છા છે કે ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે જે પ્રતિષ્ઠા મેળવી છે અને તેની જે છબી બની છે તેને નવા કૃષિ કાયદાની સાથે સાથે તેના વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શનોથી ધક્કો ન લાગવો જોઈએ.'
This is inevitable in the interest of protecting the country’s dignity. Of course, I am sure that Mr. Modi will act very cautiously when it comes to the country’s dignity. Let the problem be solved at the earliest.
— H D Kumaraswamy (@hd_kumaraswamy) December 26, 2020
કુમારસ્વામીની અપીલ, આંદોલન ખતમ કરવા માટે મોદી કરે પહેલ
કુમારસ્વામીએ કહ્યું કે પીએમ મોદી (PM Narendra Modi) એ સમજવું જોઈએ કે પ્રધાનમંત્રી બન્યા બાદ તેમણે જે પ્રતિષ્ઠા મેળવી છે તેને આવા પ્રદર્શનોથી નુકસાન થાય છે. તેમણે કહ્યું કે આ સાથે જ ખેડૂતોને પણ કોઈ અસુવિધા ન થવી જોઈએ. તેમણે કહ્યું કે પ્રદર્શનકારી ખેડૂતો સુધી પોતાના કાર્યક્રમ દ્વારા પરોક્ષ રીતે સંદેશો આપવાની જગ્યાએ કેન્દ્રએ ખેડૂતોના આંદોલનને ખતમ કરવા માટે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં નિર્ણાયક બેઠક કરવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે