ટિકટોક

ભારતના પગલે હવે અમેરિકામાં પણ TikTok સહિત ચાઈનીઝ એપ્સ પર મૂકાઈ શકે છે પ્રતિબંધ

જે રીતે અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો તેવું જ લાગે છે કે જોવા મળી રહ્યું છે. ચાઈનીઝ એપ્સ (Chinese Apps)  પર પ્રતિબંધ મૂકીને ભારતે ચીનને જોરદાર આંચકો આપ્યો અને હવે અમેરિકા (America) પણ ચીન (China) ને આંચકો આપવાની તૈયારીમાં છે. અમેરિકા પણ ટિક ટોક સહિત ચીની મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવવા પર ગંભીરતાપૂર્વક વિચારી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ સોમવારે મોડી રાતે આ અંગે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અમે નિશ્ચિત રીતે ચીની એપ પર પ્રતિબંધ મૂકવા અંગે વિચારી રહ્યાં છીએ. આ બાજુ ઓસ્ટ્રેલિયામાં પણ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવવાની માગણી જોર પકડી રહી છે. ભારતમાં ટિકટોક બેન થવાથી ચીની કંપનીને લગભગ 6 અબજ ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે. 

Jul 7, 2020, 11:54 AM IST

‘ભારતની રણભૂમિ માટે તૈયારી’ ચાઈનીઝ એપ્પનો પ્રતિબંધ ચીનને લાંબા ગાળે અસર કરશે

ભારતે ઉત્પાદન માટે વ્યવસ્થા ગોઠવવાની આવશ્યકતા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે “આપણુ ધ્યાન ‘મેડ ઈન ઈન્ડીયા’ ઉપર નહી હોવુ જોઈએ કારણ કે ચીનની કંપની અહીંયાં પ્લાન્ટ સ્થાપીને ઉત્પાદન કરી શકે છે, પરંતુ ‘મેક ઈન ઈન્ડીયા’માં ભારતે ઉત્પાદન કરવાનુ જરૂરી બની રહે છે.

Jul 6, 2020, 07:16 AM IST

ભારતની 'ડિજિટલ સ્ટ્રાઈક'થી ચીન પરેશાન, ડ્રેગને સ્વીકાર્યું- એપ પ્રતિબંધથી થશે અબજો ડોલરનું નુકસાન!

પૂર્વ લદાખમાં સરહદ પર તણાવ અને ચીનની દગાખોરી બાદ ભારતે ચીનની 59 એપ્સને દેશની સુરક્ષા સામે જોખમ ગણાવીને બેન કરી દીધી. ભારતના આ પગલાંથી ચીન ધૂંધવાયું અને ભારતને પરિણામો ભોગવવાની પોકળ ધમકી આપતું રહ્યું. એટલે સુધી કહી દીધુ કે તેનાથી ચીનની અર્થવ્યવસ્થા પર કોઈ અસર નહીં પડે. જો કે, હવે તેણે સ્વીકારવું પડ્યું છે કે ભારતમાં પ્રતિબંધ મૂકાવવાથી ટિકટોક એપની પેરેન્ટ કંપનીને અબજો ડોલરનું નુકસાન થઈ શકે છે. 

Jul 2, 2020, 08:54 AM IST

ભૂલી જાવ TikTok આવી ગયું HiPi, Zee5 લાવ્યું વીડિયો શેરિંગનું ધમાકેદાર પ્લેટફોર્મ

Zee5 ની આ એપની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. HiPi એપ સંપૂર્ણપણે ભારતમાં બનેલા શોર્ટ વીડિયો પ્લેટફોર્મ છે. ZEE5 એ આ એપને કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત મૂવમેન્ટ હેઠળ દેશમાં ડેવલોપ કરી છે.

Jul 2, 2020, 12:00 AM IST

59 એપ બેન પર ચીની માટે વધુ એક ખરાબ સમાચાર, ભારતના સપોર્ટમાં ખુલીને આવ્યું અમેરિકા

ભારત સરકારે લદ્દાખમાં લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર ચાલી રહેલા વિવાદ ચીનના ટિકટોક (TikTok), હેલો (Helo) સહિત 59 એપને બેન કરી દીધી છે. તો બીજી તરફ અમેરિકામાં પણ વીડિયો અને શેરિંગ એપ્સને દેશની સુરક્ષા માટે રિક્સ ગણાવવામાં આવી રહી છે.

Jul 1, 2020, 04:01 PM IST

TikTok ને પડ્યો વધુ એક મોટો ફટકો, દિગ્ગજ એડવોકેટે કેસ લડવાની ચોખ્ખી ના પાડી દીધી 

 દેશના પૂર્વ અટોર્ની જનરલ તથા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ મુકુલ રોહતગીએ ચાઈનીઝ એપ ટિકટોક (Tiktok) નો ભારત સરકાર વિરુદ્ધ કેસ લડવાની ના પાડી દીધી છે. ટિકટોક પર લાગેલા કેન્દ્ર સરકારના પ્રતિબંધ વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરવા માટે ટિકટોકે એડવોકેટ મુકુલ રોહતગીનો સંપર્ક કર્યો છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ મુકુલ રોહતગીએ પોતે આ અંગે જાણકારી આપી. ભારત ચીન સરહદ પર ભારતીય સૈનિકોની શહાદતને ધ્યાનમાં રાખીને ચીનની ચીજો તથા બિઝનેસ ડીલના બહિષ્કારની ભારતીય જનતાની માગણીને જોતા એડવોકેટ રોહતગીએ આ પગલું ભર્યુ છે. 

Jul 1, 2020, 02:19 PM IST

Tiktok બાદ આ એપ થઈ રાતોરાત પોપ્યુલર, 6.5 કરોડ યુઝર્સ વધ્યાં

સીમા પર ચીનની સાથે અથડામણ વચ્ચે દેશમાં બંધ કરાયેલ 59 ચીની એપની અસર જોવા મળી છે. સોમવારે રાત્રે આ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ મંગળવારે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરથી ભારતમાં અનેક ચીની એપને હટાવી દેવામાં આવી છે. અનેક ગ્રાહકોએ જણાવ્યું કે, હવે એપ સ્ટોર પર સૌથી લોકપ્રિય એપ ટિકટોક નથી. ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરમાંથી તેને હટાવી દેવાઈ છે. જોકે, અન્ય એપ વિશે કોઈ માહિતી નથી મળી કે, તેને એપ સ્ટોરમાંથી હટાવવામાં આવી છે કે નહિ. દેશમાં ટિકટોકની વેબસાઈટ પણ બંધ થઈ ગઈ છે. ટિકટોક દેશમાં અંદાજે 2000 લોકોને રોજગારી આપતી હતી. 

Jul 1, 2020, 10:08 AM IST

iPhone પર શટડાઉન થઇ ચીની એપ TikTok, યૂઝર્સને જોવા મળી રહી છે નોટિસ

હાલ આ તમામ એપ્સને ભારતમાં ગૂગલ સ્ટોર અને એપ્પલ સ્ટોર પરથી દૂર કરવામાં આવી છે. એવામાં ભારતીય નાગરિકોને ખૂબ જલદી ગૂગલ પ્લે સ્ટોર પર નહી મળે.

Jun 30, 2020, 09:50 PM IST

TikTok બેન થતાં અશ્વિને કર્યો ડેવિડ વોર્નરને ટ્રોલ, ફેન્સે પણ લીધી મજા

ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર ચાઇનીઝ એપ ટિકટોક પર ખૂબ એક્ટિવ થઇ ગયા છે. તેમણે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા ડાન્સિંગ અને ફની વીડિયોઝ અપલોડ કર્યા છે, જેને ભારતીય ક્રિકેટ ફેન્સે ખૂબ પસંદ કર્યા છે.

Jun 30, 2020, 08:47 PM IST

TikTok પર પ્રતિબંધ મૂકાતા જ આ ભારતીય એપને થયો બમ્પર ફાયદો, ખુબ થાય છે ડાઉનલોડ

રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ટિકટોક, હેલો સહિતની 59 ચાઈનીઝ એપ પર સોમવારે પ્રતિબંધ મૂકી દીધો જેનો સીધો ફાયદો હવે મેડ ઈન ઈન્ડિયા એપ્સને મળતો જોવા મળી રહ્યો છે. તાજુ ઉદાહરણ સોમવારે રાતે જ જોવા મળી ગયું. Chingari App કે જેને ટિકટોકનું ઈન્ડિયન વર્ઝન કહેવામાં આવે છે તેને ટિકટોક પર પ્રતિબંધ મૂકાતા જ જબરદસ્ત ફાયદો થયો છે. 

Jun 30, 2020, 03:26 PM IST

ભારતે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકીને ચીનને આપ્યા આ 5 કડક સંદેશ

લદાખ (Ladakh) માં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચાલી રહેલા તણાવને દૂર કરવા માટે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે આજે લેફ્ટેનન્ટ જનરલ સ્તરની વધુ એક બેઠક યોજાશે. આ બેઠકની બરાબર પહેલા ભારત સરકારે ઐતિહાસિક પગલું ભરતા ટિકટોક, યુસી બ્રાઉસર, સહિત ચીનની 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. ચીન સાથેના સરહદ વિવાદના લગભગ બે મહિના બાદ ભારતે આ પગલું ભર્યું છે. સરકારે ચીનની મોબાઈલ એપ્સને દેશની બહારની અને આંતરિક સુરક્ષા સામે મોટું જોખમ ગણાવીને આ પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે. 

Jun 30, 2020, 07:36 AM IST

ચીન પર મોદી સરકારનો મોટો નિર્ણય ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ

 સરકારે લોકપ્રિય ચીની એપ ટિકટોક સહિત 59 ચીની એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ચીની એપથી પ્રાઇવસીની સુરક્ષનો મામલો માનવામાં આવી રહ્યો છે. 

Jun 29, 2020, 09:04 PM IST

Tiktok ને ટક્કર આપશે Youtube, હવે જલદી બનાવી શકશો શોર્ટ વીડિયો

શોર્ટ વીડિયો બનાવનાર ચીની એપ ટિકટોકને જલદી Youtube થી ટક્કર મળવાની છે. યૂટ્યૂબ પર એક એવું ફીચર ગૂગલ લાવવાનું છે, જેના દ્વારા લોકો પોતે જ 15 સેકન્ડ સુધી શોર્ટ વીડિયો બનાવી શકે છે.

Jun 27, 2020, 12:19 PM IST

સુરક્ષા એજન્સીઓનું અલર્ટ!, TikTok, Zoom સહિત 50 એપ્સ દેશની સુરક્ષા સામે જોખમ

કેટલીક મોબાઈલ એપ (Mobile Apps) એવી છે જે તમારા જીવનમાં મનોરંજનનો ભાગ બની ચૂકી છે પણ અજાણતા જ આવી એપ્સ ભારતની આંતરિક સુરક્ષા ( internal security) સામે જોખમ ઊભી કરી રહી છે. ભારતની સુરક્ષા એજન્સીઓએ આ મનોરંજન અને ટાઈમ પાસ માટે ઉપયોગમાં લેવાતી ચીની એપ્સ TikTok, Helo, UC Browser અને Zoom ને દેશ માટે જોખમ ગણાવી છે. 

Jun 18, 2020, 01:01 PM IST

નેપાળના પૂર્વ રાજકુમારી અને તેમની દીકરીઓનો TIKTOK VIDEO જોતજોતામાં થઈ ગયો viral

ટિકટોક (TIKTOK) વીડિયોની લત નેપાળના પૂર્વ શાહી પરિવાર સુધી પહોંચી ગઈ છે. નેપાળની પૂર્વ રાજકુમારી હિમાની શાહ અને તેમની બે દીકરીઓએ એક નેપાળી ગીત પર ડાન્સ કર્યો છે, આ ટિકટોક વીડિયો વાયરલ થયો છે. હિમાની પહેલીવાર ટિકટોક પર સામે આવી છે. તેમની દીકરી પૂર્ણિમાએ હાલમાં જ પોતાના ટિકટોક એકાઉન્ટ માય રિપબ્લિકા નામથી બનાવ્યું છે. હિમાની નેપાળી રાજગાદીના તત્કાલીન પૂર્વ યુવરાજ પારસના પત્ની છે. 

Jun 10, 2020, 08:24 AM IST

TikTok પર વીડિયો બનાવતી વખતે ભૂલથી પણ ન કરે આ ભૂલ, થઇ શકે છે કાર્યવાહી

TikTok યૂઝર્સ માટે એકદમ મહત્વપૂર્ણ સમાચાર છે. જો તમે ટિકટોક પર વીડિયો બનાવો છો તો તમારે કેટલીક વાતોનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. નહી તો તમારે લેવાના દેવા પડી જશે.

May 20, 2020, 07:12 PM IST

TikTok એન્ટરટેનમેન્ટ પ્લેટફોર્મ નહી પરંતુ ચીની પ્રચાર કંપની છે? આ ઇ-મેલથી થયો ખુલાસો

ટિકટોક, ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીનો પ્રોપોગેંડા ટૂલ છે. ટિકટોકએ પોતાના મોડરેટર્સને ચીની સરકાર વિરૂદ્ધ કન્ટેન્ટને સેન્સર કરવા માટે કહ્યું છે. ઉદાહરણ તરીકે, જેમાં દલાઇ લામા અથવા તિબ્બત વિશે વાત કરવામાં આવી હોય. 

May 19, 2020, 04:04 PM IST

TikTok પર એસિડ એટેક અને બળાત્કાર કલ્ચરનું પ્રમોશન? યૂઝરોની માગ- ભારતમાં લાગે પ્રતિબંધ

ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ લગાવવાની માગ નવી નથી. તેની પાછળ હાલનું કારણ એક વીડિયો છે જેમાં એક ટિકટોક યૂઝર એસિડ એટેકને યોગ્ય ઠેરવી રહ્યો છે. 
 

May 19, 2020, 11:40 AM IST

મહેસાણામાં એક જ દિવસમાં 21 કોરોના પોઝિટિવ આવતા હડકંપ, TIKTOK સ્ટાર અલ્પિતા પણ ઝપટે ચડી

જિલ્લામાં એક જ દિવસમાં 21 કોરોનાનો પોઝિટિવ કેસ આવતા તંત્રમાં હડકંપ મચી ગયું ઠેય મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી કાબુમાં રહેલા કોરોના હવે ધીરે ધીરે બેકાબુ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મહેસાણા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. મહેસાણાના સતલાસણના એક પત્રકારને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. 

May 3, 2020, 12:04 AM IST

TikTok વીડિયો બનાવો છો તો થઈ જાઓ સાવધાન...આ નવું  ફીચર ખાસ જાણો

જો તમે ટિકટોકમાં રોજેરોજ તમારી ટેલેન્ટના વીડિયો પોસ્ટ કરીને હજારો લોકોની વાહવાહ મેળવતા હશો તો થોડા સાવધાન થઈ જાઓ. હવે તમારા શોર્ટ વીડિયોઝ પર ઘરવાળાની નજર રહેશે. ટિકટોકે તમારા એકાઉન્ટના કેટલાક કંટ્રોલ તમારા માતા પિતાને આપવાનો નિર્ણય લીધો છે.

Apr 23, 2020, 01:39 PM IST