ડોનાલ્ડ ટ્રમ્પના 'નક્કર પુરાવા'ના નિવેદનથી TiK ToKની વધી મુશ્કેલીઓ

અમેરિકા (America)માં ચીનની કંપની Bytedanceના ગણતરીના દિવોસ રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)એ કહ્યું છે કે, આ ચીનની કંપની (Chinese Company)ની સામે નક્કર પુરાવા છે અને હવે દરેક સ્થિતિમાં અમેરિકાથી નીકળવું પડશે

ડોનાલ્ડ ટ્રમ્પના 'નક્કર પુરાવા'ના નિવેદનથી TiK ToKની વધી મુશ્કેલીઓ

વોશિંગટન: અમેરિકા (America)માં ચીનની કંપની Bytedanceના ગણતરીના દિવોસ રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)એ કહ્યું છે કે, આ ચીનની કંપની (Chinese Company)ની સામે નક્કર પુરાવા છે અને હવે દરેક સ્થિતિમાં અમેરિકાથી નીકળવું પડશે. ટિક ટોક એપ (TikTok App)ને તેઓ કોઇ અમેરિકન કંપનીને વેચી દે અથવા તો અહીંથી જઇ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે Bytedanceની સામે નવા આદેશ જારી કર્યા છે, જેમાં કંપનીને 90 દિવસની અંદર ટિક ટોકના ઓપરેશન્સથી પોતાને અલગ કરવાનું રહેશે.

આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) થોડા દિવસ માટે જ પણ અમેરિકામાં ટિક ટોક એપ બંધ કરવા માગે છે. ટ્રમ્પને આ વાતનો વિશ્વાસ છે કે, Bytedanceની પાછળ ચીનની ગુપ્ત એજન્સી કામ કરી રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે તેમના આદેશમાં કહ્યું, Bytedanceની સામે નક્કર પુરાવા મળ્યા છે, જે તેની સામે કાર્યવાહી કરવા માટે પુરતા છે. આ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ જરૂરી પગલું છે.

આ પહેલા ટ્રમ્પ ટિક ટોક બંધ કરવાની જાહેરાત કરી ચુક્યા છે. તેમણે 15 સપ્ટેમ્બર સુધીનો સમય ટિક ટોકની અમેરિકામાં કામકાજ કરતી કોઇ અમેરિકાની કંપનીને વેચવાનો આદેશ આપ્યો હતો. જો કે, માઇક્રોસોફ્ટ (Microsoft) અને ટ્વિટર (Twitter) આ એપને ખરીદવા માટે રુચિ વ્યક્ત કરી છે. ત્યારે Bytedance કંપનીના ક્રમચારીઓએ ટ્રમ્પના આદેશને કોર્ટમાં પડકાર આપ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news