TikTok ની વેચાણને લઇને ફરી કહાનીમાં આવ્યો ટ્વિસ્ટ, ByteDance આપ્યું આ નિવેદન

14 ઓગસ્ટના રોજ બાઇટડાન્સ સાથે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા, તેના હેઠળ ટિકટોકને બેચવા માટે 90 દિવસનો સમય આપ્યો હતો.

Updated By: Sep 21, 2020, 02:04 PM IST
TikTok ની વેચાણને લઇને ફરી કહાનીમાં આવ્યો ટ્વિસ્ટ, ByteDance આપ્યું આ નિવેદન

નવી દિલ્હી: ટિકટોક (TikTok) ની Parent Company ચાઇનીઝ ફર્મ બાઇટડાન્સ (ByteDance)એ સોમવારે કહ્યું કે તે ટિકટોક ગ્લોબલ (TikTok Global) નામથી એક નવો ઉપક્રમ બનાવશે. ટિકટોક તેની અંદર જ કામ કરશે. TikTok Global માં અમેરિકી કંપનીઓ ઓરેકલ Oracle તથા વોલમાર્ટ Walmartની ભાગીદારી 12.5 તથા 7.5 ટકા રહેશે. 

જ્યારે ઓરેકલ કોર્પ Oracle corp અને વોલમાર્ટ ઇંક Walmart Inc એ કહ્યું હતું કે તે અમેરિકન રોકાણકાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સાથે એક કરાર બાદ વીડિયો એપ કંપની ટિકટોકના મોટાભાગના માલિક હશે. 

VIDEO: સુશાંત સિંહનો આ વીડિયો તમે પહેલીવાર જોઇ રહ્યા હશો, જે કહી જાય છે ઘણું બધું

તમને જણાવી દઇએ કે 14 ઓગસ્ટના રોજ બાઇટડાન્સ સાથે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા, તેના હેઠળ ટિકટોકને બેચવા માટે 90 દિવસનો સમય આપ્યો હતો. ટ્રમ્પ વહિવટીતંત્રની ચિંતા હતી કે એપનો ઉપયોગ કરનાર 100 મિલિયન અમેરિકીઓના વ્યક્તિગત ડેટાને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી સરકારને આપી શકે છે. શનિવારે તેમણે કહ્યું કે એક કરાર હેઠળ ટિકટોકને સંયુક્ત રાજ્યમાં કામ કરવાનું ચાલુ રાખવા માટે પરવાનગી આપી શકે છે. અમેરિકાની મુખ્ય શરત છે કે અમેરિકાના ટિકટોક યૂઝર્સનો ડેટા અમેરિકામાં જ રહેશે, ચાઇનામાં નહી હોય. આ ઉપરાંત બીજી શરત હતી કે 90 દિવસમાં જ ટિકટોકને કોઇ અમેરિકીને વેચવી પડશે. 

WhatsApp Web સેશનને ફિંગરપ્રિંટ વડે કરી શકશો સિક્યોર, ટૂંક સમયમાં આવશે આ ફીચર

તો બીજી તરફ સોમવારે બાઇટડાન્સએ કહ્યું કે ટિકટોક ગ્લોબલનો 80% ભાગ તેની પાસે રહેશે. આ એક નવી બનાવેલી અમેરિકી ક6પની હશે ના કે પહેલાંથી ચાલી રહેલી અમેરિકી કંપની. તેનાથી ઉલટ શુક્રવારે વોલમાર્ટ અને ઓરેકલએ કહ્યું હતું કે ટિકટોકમાં આ બંને કંપનીઓના મોટા ભાગના શેર રહેશે. બાઇટડાન્સએ આ નિવેદનનનું ના તો ખંડન કર્યું ના તો સમર્થન કર્યું છે પરંતુ પોતાનું નવું નિવેદન જાહેર કરી સ્પષ્ટ કર્યું છે કે એપનો મોટાભાગનો સંચાલન માલિકી હક હજુ પણ તેની નવી કંપની બાઇટડાન્સ ગ્લોબલનો જ હશે.  

Sushant Singh Rajput ના બનેવીએ શેર કરી જૂની ચેટ, આ થઇ હતી વાત

બાઇટડાન્સએ સોમવારે પોતાના નિવેદનમાં કહ્યું કે આ એક અફવા હતી કે અમેરિકી રોકાણકારો ટિકટોક ગ્લોબલના બહુમતના માલિક હશે. ઓરેકલએ બાઇટડાન્સના નિવેદન પર ટિપ્પણી કરવાની મનાઇ કરી દીધી, જોકે વોલમાર્ટએ પણ જવાબ આપ્યો ન હતો. 

સોદાના કેટલાક નજીકના સૂત્રોના અનુસાર બાઇટ્સના 41% સામિત્વ અમેરિકી રોકાણકારો પાસે છે, એટલા માટે આ અપ્રત્યક્ષ સ્વામિત્વની ગણના કરીને ટિકટોક ગ્લોબલ યૂ.એસ. પાર્ટીના સ્વામિત્વમાં બહુમત હશે. સૂત્રોમાંથી એકએ કહ્યું કે ઓરેકલ અને વોલમાર્ટ સાથે ટિકટોક ગ્લોબલ સાથે સોદો 50 બિલિયન ડોલરથી વધુનો છે. 

બાઇટડાન્સે એ પણ કહ્યું કે ટિકટોક ગ્લોબલ દ્વારા અમેરિકી ટ્રેજરીમાં કરવામાં આવેલા પાંચ બિલિયન ડોલરની ચૂકવણીની અનુમાનિત આવક પર આધારિત છે અને ક6પનીને આગામી કેટલાક વર્ષોમાં ચૂક્વણી કરવી પડશે તેનો ઓરેકલ અને વોલમાર્ટ સાથે કરવામાં આવેલા સોદા સાથે લેવાદેવા નથી. ટ્રમ્પે ગત અઠવાડિયે કહ્યું હતું કે સોદાના ભાગ રૂપમાં પાંચ બિલિયન ડોલર અમ્રિકી શિક્ષા ફંડ (U.S. education fund) હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર