ચીન સાથે સંબંધ તોડવાની તૈયારીમાં TikTok, હવે આ દેશમાં બનાવી શકે છે હેડક્વાર્ટર


રિપોર્ટ પ્રમાણે બાઇટડાન્સ લંડન સહિત વિશ્વના અન્ય શહેરોમાં ટિકટોકનું હેડક્વાર્ટર બનાવવા માટે જગ્યા શોધી રહી છે. 
 

ચીન સાથે સંબંધ તોડવાની તૈયારીમાં TikTok, હવે આ દેશમાં બનાવી શકે છે હેડક્વાર્ટર

નવી દિલ્હીઃ ભારતે ટિકટક સહિત 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે અન્ય દેશો પણ ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહ્યાં છે. પરંતુ ટિકટોકની પેરેન્ટ કંપની બાઇટડાન્સ  (Bytedance)એ ચીન સાથે પોતાનો સંબંધ તોડવાની તૈયારી કરી લીધી છે. રિપોર્ટસ પ્રમાણે બાઇટડાન્સ લંડન સહિત વિશ્વના અન્ય શહેરોમાં ટિકટોકનું હેડક્વાર્ટર બનાવવા માટે જગ્યા શોધી રહી છે. હાલ યૂકે સરકાર સાથે કંપનીની વાતચીત ચાલી રહી છે. 

સૂત્રો પ્રમાણે કંપની અમેરિકાના કેલિફોર્નિયામાં મોટી સંખ્યામાં લોકોને નોકરી પર રાખી રહી છે. સૂત્રોનું કહેવું છે કે કંપની છેલ્લા ઘણા સમયથી અમેરિકા પર ફોકસ કરી રહી છે. આ સિવાય તેણે વોલ્ટ ડિઝનીના પૂર્વ એક્ઝિક્યૂટિવ કેવિન મેયરને કંપનીના સીઈઓ બનાવ્યા છે. મેયર અમેરિકામાં જ રહે છે. 

Reliance Jio આપી રહ્યું છે 249 રૂપિયામાં 56GB ડેટા, અનલિમિટેડ કોલ ઓફર

અમેરિકામાં કડક તપાસ ચાલી રહી છે
ચીન સાથે સંબંધ હોવાને કારણે ટિકટોકે અમેરિકામાં કડક તપાસનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકાને શંકા છે કે ચીન ટિકટોક પર યૂઝરોનો ડેટા શેર કરવાનો દબાવ બનાવી શ કે છે. તો સંડે ટાઇમ્સના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લંડનમાં ગ્લોબલ હેડક્વાર્ટર બનાવવાને લઈને ટિકટોકની બ્રિટન સરકાર સાથે વાતચીત તૂટી ગઈ છે. પરંતુ સૂત્રો કહે છે કે બ્રિટન સરકાર અને ટિકટોક વચ્ચે હજુ વાતચીત ચાલી રહી છે. પરંતુ ટિકટોકે તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news