ડાયમંડ વેપારી

અમરેલી હીરાનો વેપારી હનીટ્રેપમાં ફસાયો, ત્રણ જિલ્લાની પોલીસે કરી 2ની ધરપકડ

અમરેલીના હીરાના વેપારી હનીટ્રેપમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ પોલીસે ભાવનગર, અમરેલી અને આણંદ પોલીસ સાથે મળી ગેંગના બે આરોપીની ધરપકડ કરી છે. અમરેલીમાં રહેતા મુકેશભાઇ રાદડિયા લિલિયા રોડ પર રાધેશ્યામ ડાયમંડ નામની ઓફિસ ધરાવી હીરા લે-વેચનો ધંધો કરે છે. જેને મહિલાએ હનીટ્રેપમાં ફસાવ્યો છે. 

Aug 11, 2019, 04:14 PM IST

સિન્થેટીક ડાયમંડની આયત નિકાસથી ઉદ્યોગોને નુકશાન, HS કોડની માગ સરકારે સ્વિકારી

નેચરલ ડાયમંડની સાથે સાથે છેલ્લા કેટલાક સમયથી સિન્થેટીક ડાયમંડની આયાત અને નિકાસ કરવામાં આવી રહી છે. જેને કારણે અનેક વખત ઉદ્યોગને નુકસાન ઉઠાવવાનો વારો પણ આવ્યો છે. ઉદ્યોગને થઇ રહેલા નુકસાનને પગલે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સરકાર પાસે સિન્થેટીક ડાયમંડને અલગથી એચએસ કોડ આપવાની માગણી કરાઈ હતી, જે સ્વીકારી લેવામાં આવી છે અને અલગથી કોડ પણ જાહેર કરવામાં આવ્યો છે.

Jul 9, 2019, 04:49 PM IST

સુરત: PM મોદીનો શુટ ખરીદનાર હીરા વેપારી લાલજી પટેલ સાથે 1 કરોડની છેતરપિંડી

હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે અનેક વખત છેતરપિંડીની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે, જેમાં સૂરતની હીરા કંપની ધર્મનંદન ડાયમંડ સાથે રૂપિયા 1 કરોડની ઠગાઈ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ કંપનીના માલિક લાલજી પટેલ છે, જેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામા વાળો સુટ ખરીદ્યો હતો.

Apr 24, 2019, 06:53 PM IST

મુંગા હોવાનું કહી ભીખ માગવા આવેલો યુવાન રૂપિયા 40 લાખના હીરા લઈ થયો ફરાર

શહેરના મહિધરપુરા જડાખાડી વિસ્તારમા આવેલી એક ડાયમંડ ઓફિસમાં મુંગા હોવાનું કહી ભીખ માંગવા આવેલો યુવાન નજર ચુકવી રૂપિયા 40 લાખથી વધુના હીરાનુ પડીકુ લઇ ભાગી છુટયો હતો. બનાવની જાણ થતા જ મહિધરપુરા પોલીસ તથા ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

Mar 18, 2019, 07:46 PM IST

સુરતમાં કારમાંથી હીરાના વેપારીની લાશ મળતા ચકચાર

સુરતઃ ગોડદોડ રોડ વિસ્તારમા એક કારમાથી હીરાના વેપારીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. હીરાનો વેપારી ગત બપોરથી ઘરથી ચાલ્યો ગયો હતો. પરિવારજનોએ તેનો સંપર્ક કરતા તેનો ફોન પણ સ્વીચ ઓફ આવ્યો હતો. હાલ ઉમરા પોલીસે તેના મૃતદેહને પોસ્ટમર્ટમ અર્થે મોકલી આપી તેનુ મોત કઇ રીતે નીપજયુ છે તે અંગે તપાસ હાથ ધરી છે.

Jan 26, 2018, 05:59 PM IST