સુરત: PM મોદીનો શુટ ખરીદનાર હીરા વેપારી લાલજી પટેલ સાથે 1 કરોડની છેતરપિંડી

હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે અનેક વખત છેતરપિંડીની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે, જેમાં સૂરતની હીરા કંપની ધર્મનંદન ડાયમંડ સાથે રૂપિયા 1 કરોડની ઠગાઈ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ કંપનીના માલિક લાલજી પટેલ છે, જેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામા વાળો સુટ ખરીદ્યો હતો.

Updated By: Apr 24, 2019, 07:24 PM IST
સુરત: PM મોદીનો શુટ ખરીદનાર હીરા વેપારી લાલજી પટેલ સાથે 1 કરોડની છેતરપિંડી

તેજશ મોદી/ સુરત: હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે અનેક વખત છેતરપિંડીની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે, જેમાં સૂરતની હીરા કંપની ધર્મનંદન ડાયમંડ સાથે રૂપિયા 1 કરોડની ઠગાઈ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ કંપનીના માલિક લાલજી પટેલ છે, જેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામા વાળો સુટ ખરીદ્યો હતો. 

પ્રાપ્ત વિગતો અનુસાર હિંમત અને રવિ કોશિયા નામના બે સગા ભાઈઓએ ધર્મનંદન ડાયમંડ પાસેથી 1500 કેરેટનાં રફ હીરા ખરીદ્યા હતાં. આ હીરાની કિંમત અંદાજે એક કરોડ રૂપિયાની થાય છે. ક્રેડીટ પર આપેલા હીરાનું પેમેન્ટ બંને ભાઈઓ દ્વારા કરવામાં આવતું ન હતું. વારંવાર પેમેન્ટ અને હીરા આપવાનું કહેવા છતાં બે માંથી એક પણ વસ્તુ નહીં આપતા ધર્મનંદન કંપનીના મેનેજરે કોશિયા બંધુઓ સામે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

સરકારી હોસ્પિટલમાં વેન્ટીલેટરના અભવાના મુદ્દે હાઇકોર્ટે માગ્યો ગુજરાત સરકાર પાસે જવાબ

લાલજી પટેલ આમતો જાણીતા હીરા ઉદ્યોગકાર અને પાટીદાર સમાજના મોભી છે, જોકે તેઓ નરેન્દ્ર મોદીના સુટને કારણે વધુ ચર્ચામાં આવ્યા હતા. મહત્વનું છે કે, 2015ના વર્ષમાં નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાં સાથેની મુલાકાત દરમિયાન નરેન્દ્ર દામોદરદાસ મોદી લખેલો સૂટ પહેર્યો હતો. જેની સુરતમાં જ હરાજી કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીના સૂટની હરાજી સમયે પ્રારંભિક કિંમત રૂ. 11 લાખ રાખવામાં આવી હતી.

આ સૂટને ખરીદવા માટે 47 જેટલા લોકોએ બોલી લગાવી હતી. જેમાં સુરતના ધર્મનંદન ડાયમંડ ગ્રુપના લાલજીભાઈ પટેલે સૌથી ઉંચી રૂપિયા 4.31 કરોડની બોલી લગાવીને આ સૂટની ખરીદી કરી હતી. મોદીના આ સૂટને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. હરાજીમાં સૌથી વધારે ઊંચી બોલવાની કેટેગરીમાં આ સૂટને સ્થાન મળ્યું છે. આ સૂટની હરાજીમાંથી આવેલા રૂપિયા ગંગા સફાઇ માટે વાપરવામાં આવ્યા હતા.