ધરતીકંપ

સવાર બાદ જામનગરમાં ફરી એકવાર ભૂકંપના 2 આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ

ગુજરાતમાં ફરી એકવાર ફોલ્ટલાઇન સક્રિય થઇ ચુકી છે. કચ્છ અને જામનગર સહિત સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં તબક્કાવાર ધરતીકંપના આંચકાઓ અનુભવાઇ રહ્યા છે. આજે ફરી એકવાર જામનગરમાં ભૂકંપના બે આંચકાઓ અનુભવાયા હતા. 4.14 વાગ્યે 2ની તીવ્રતા અને 4.30 વાગ્યે 2.2 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જામનગરથી 22 અને 13 કિલોમીટર દુર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે. સવારે પણ જામનગરમાં બે આંચકાઓ અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સતત ભૂકંપના આંચકાઓના કારણે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 

Sep 8, 2020, 06:29 PM IST

કચ્છમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ, ગમે ત્યારે આવી શકે છે ભયાનક ધરતીકંપ

કચ્છમાં આજે વહેલી સવારે 6.47 મિનિટે 3.7 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉ, કચ્છથી 23 કિલોમીટર દુર છે. તેના કારણે સુતા લોકો જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુકંપ કચ્છમાં અવારનવાર આવ્યા કરે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ પ્રમાણે કચ્છમાં એક મોટો ભુકંપ ગમે ત્યારે આવી શકે છે.

Jul 23, 2020, 09:47 PM IST

સતત ધ્રુજી રહી છે ધરા, હવે લદાખના કારગિલમાં આવ્યો ભૂકંપ

લદાખના કારગિલમાં રવિવારે વહેલી સવારે ભૂકંપના આંચકા મહેસૂસ થયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.7ની જોવા મંળી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાં મુજબ સવારે 3.37 કલાકે ભૂકંપના ઝટકા મહેસૂસ થયા. ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું હોવાની જાણકારી મળી નથી. 

Jul 5, 2020, 07:23 AM IST

કચ્છ: ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટ, 5.3ની તીવ્રતાના ભૂકંપ બાદ આવ્યા 6 આફ્ટર શોક

કચ્છમાં ભૂકંપ આવ્યા પછી 6 આફ્ટર શોક આવ્યાં. ઇન્ડીયન સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટએ આ માહિતી આપી. કચ્છના ભચાઉમાં રવિવારે રાતે 8.13 વાગ્યે 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.  ત્યારબાદ 6 આફ્ટર શોક આવ્યા હતાં. 

Jun 15, 2020, 07:45 AM IST
4 Earthquake Tremors Felt In Gujarat: Department Of Seismology PT26M34S

5.3 ની તિવ્રતા ધરતીકંપથી ધણધણ્યું ગુજરાત, ન ઘરમાં રહેવાય ન બહાર નિકળાય

સમગ્ર ગુજરાતમાં ભૂકંપનાં આંચકાઓ અનુભવાયા છે. 5.3ની તિવ્રતાનો ધરતીકંપ અનુભવાયો હોવાનું જણાવાઇરહ્યું છે. જો કે ગુજરાત સિસ્મોગ્રાફી કેન્દ્ર દ્વારા 4.7 ની તિવ્રતાનો ધરતીકંપ આવ્યો હોવાનું જણાવાઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધરતીકંપની તિવ્રતાને મુદ્દે કેન્દ્ર અને રાજ્યનાં સિસ્મોગ્રાફી કેન્દ્રોમાં અલગ અલગ તિવ્રતાની વાત છે. 

Jun 14, 2020, 08:57 PM IST

દિલ્હી - NCR સહિત દેશનાં અનેક વિસ્તારોમાં ધરતીકંપના ઝટકા, હરિયાણાનું રોહતક હતુ કેન્દ્ર

દિલ્હી-એનસીઆર સહિત દેશનાં અનેક વિસ્તારોમાં ધરતીકંપના ઝટકાઓ અનુભવાયા છે. મળતી માહિતી અનુસાર દિલ્હી-એનસીઆરમાં ધરતીકંપનો આ ઝટકો 4.6 ડિગ્રીનો નોંધાયો હતો. ધરતીકંપનું કેન્દ્ર હરિયાણાના રોહતકમાં હોવાનું સામે આવ્યું છે. જે રાષ્ટ્રીય રાજધાનીથી માત્ર 65 કિલોમીટર દુર છે. મળતી માહિતી અનુસાર ધરતીકંપનુ કેન્દ્ર જમીનથી  માત્ર 3.3 કિલોમીટર ઉંડુ હતું. ધરતીકપના આ ઝટકા હરિયાણા અને પંજાબમાં પણ અનુભવાયા હતા. 

May 29, 2020, 09:46 PM IST

વલસાડમાં 2.8ની તિવ્રતાના ધરતીકંપથી લોકોમાં ફફડાટ, કલેક્ટરે કરી આવી અપીલ

કુદરતી આફતો જાણે ગુજરાતનો પીછો જ છોડવા ન માંગતી હોય તે પ્રકારે ગુજરાત પર એક પછી એક કુદરતી આફતો આવ્યા જ કરે છે. ચોમાસામાં અતિવૃષ્ટી બાદ તોફાનોએ ગુજરાતનો પીછો પકડ્યો હતો. તેનાંથી માંડ છુટ્યા તો હવે એક પછી એક તબક્કાવાર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ધરતીકંપ ધરાને ધ્રુજાવી રહ્યા છે. નવસારી ડાંગ અને વલસાડ આ ત્રણ જિલ્લાઓમાં અવાર નવાર ધરતીકંપના આંચકાઓ અનુભવાયા કરે છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. 

Dec 13, 2019, 04:49 PM IST

ગીર સોમનાથમાં મોડી રાત્રે ધરતીકંપના આંચકાથી લોકોમાં ફફડાટ

ગુજરાતની જાણે માઠી દશા બેઠી હોય તેવી રીતે એક પછી એક કુદરતી આફતો આવી રહી છે

Dec 2, 2019, 11:52 PM IST
Earthquake shocks in Kutch PT4M34S

કચ્છની ધરા ધ્રુજી: ભચાઉ, અંજાર સહિત અને વિસ્તારમાં ભૂકંપના આંચકા

ભુજમાં સોમવારે ભુકંપના ઝટકાઓ અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતતા 4.1-4.3ની હોવાનું સામે આવ્યું છે. ભચાઉની નજીક ભુકંપનું કેન્દ્ર હોવાનું સામે આવ્યું છે. હજી સુધી કોઇ હતાહત થયું હોવાનું સામે આવ્યું નથી. કચ્છ ભુજમાં ફરી એકવાર 2001ની યાદ સામે આવી ગઇ છે. ભુજના અનેક વિસ્તારોમાં ભુકંપનાં 4.1ની તિવ્રતાના ધરતીકંપના આંચકાઓ અનુભવાયા હતા.

Nov 18, 2019, 10:05 PM IST

કચ્છમાં 4.1 અને 3ની તિવ્રતાના બે ધરતીકંપથી લોકોમાં ફફડાટ, તંત્ર એલર્ટ પર

ભુજ, અંજાર, ભચાઉ શહેરના ગ્રામ્ય વિસ્તારમાં ભુકંપના આંચકાઓ આવ્યા હતા. સાંજે 07.01 મિનિટે આંચકાઓ અનુભવાયા હતા. આંચકાની તિવ્રતા વધારે હોવાનાં કારણે સમગ્ર વિસ્તારમાં ભુકંપના આંચકાઓ અનુભવાયા હતા. લોકો ગભરાઇને બહાર દોડી આવ્યા હતા. 

Nov 18, 2019, 08:10 PM IST

નવસારીમાં તબક્કાવાર ત્રણ ધરતીકંપના આંચકાથી લોકોમાં ફફડાટ

નવસારીના વાંસદા તાલુકામાં એક પછી એક ભુકંપના આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

Nov 11, 2019, 10:44 PM IST

ગુજરાત કુદરતી આફતોનું ઘર બન્યું, તોફાનો બાદ ભૂકંપના 3 આંચકાઓથી ફફડાટ

ગુજરાતની જાણે માઠી દશા બેઠી હોય તે રીતે એક પછી એક કુદરતી આફતો આવી રહી છે.

Nov 4, 2019, 10:00 PM IST

કચ્છ-સૌરાષ્ટ્રમાં ભૂકંપના હળવા આંચકા, તહેવાર ટાણે લોકોમાં ફફડાટનો માહોલ

નવા વર્ષની શરૂઆત સૌરાષ્ટ્ર- કચ્છમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી થતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, ખાસ કરીને ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 

Oct 30, 2019, 04:22 PM IST

ગુજરાત : નવા વર્ષે વરસાદ, વાવાઝોડા બાદ ભૂકંપે પણ ખાતુ ખોલાવ્યું, લોકોમાં ફફડાટ

નવા વર્ષનાં પ્રથમ દિવસે જ કુદરતી પ્રકોપ ઉતર્યો હોય તેમ અનેક જિલ્લાઓમાં વાવાઝોડુ, અનેક જિલ્લાઓમાં વરસાદ બાદ બે જિલ્લામાં ધરતીકંપ પણ અનુભવાયો હતો

Oct 29, 2019, 12:05 AM IST

ઉકાઇમાં એક જ દિવસમાં 3 ભુકંપના આંચકાથી લોકોમાં ફફડાટ, તંત્ર એલર્ટ પર

નવસારીના વાસંદા તાલુકામાં ફરી એકવાર ભુકંપના આંચકાઓ અનુભવાયા હતા. જેના પગલે લોકોનાં ફફડાટ વ્યાપી ગયો છે.

Oct 19, 2019, 10:58 PM IST
BigNews 24092019 PT23M30S

Big News: દિવસના 10 એવા સમાચાર જે તમને કરે છે અસર...

પાકિસ્તાન અને ઉત્તરભારતમાં ભુકંપના તિવ્ર આંચકા અનુભવાયા હતા. ઉત્તરભારતમાં ખાસ કોઇ જાનમાલનુ નુકસાન થયું નથી. જો કે પાકિસ્તાનમાં આની ખુબ જ વિપરિત અસર પડી છે.

Sep 24, 2019, 09:00 PM IST

6.3 તીવ્રતાના ભૂકંપથી સમગ્ર ઉત્તર ભારતની ધરા ધ્રૂજી, PoKમાં 5 મોત, 50થી વધુ ઘાયલ

નવી દિલ્હીઃ આજે સાંજે 4.35 કલાકની આજુબાજુમાં પાકિસ્તાન અને સમગ્ર ઉત્તર ભારતમાં 6.3ની તીવ્રતા ધરાવતા ભૂકંપની ઝટકા અનુભવાયા હતા. ભૂકંપની કેન્દ્રબીંદુ પીઓકેના જાટલાન વિસ્તારમાં હોવાનું અનુમાન છે. પ્રાથમિક અહેવાલો અુસાર પીઓકેમાં ભૂકંપના કારણે મોટું નુકસાન થયું છે. 5 લોકોનાં મોત થયા છે અને 50થી વધુ ઘાયલ થયા છે.

Sep 24, 2019, 04:55 PM IST